Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એસઆઇટીના તપાસમાં મોટો ખુલાસો:2016થી 2025 સુધીમાં સત્તાનો દુરુપયોગ કરી મિલકતો વસાવી

    3 दिन पहले

    સુરેન્દ્રનગરમાં પૂર્વ કલેકટર રાજેન્દ્ર પટેલના રુ. 1500 કરોડના જમીન એન.એ કૌભાંડના મુખ્ય સૂત્રધાર પૈકી જે તે વખતે કલેક્ટરના પીએ અને હાલના નાયબ મામલતદાર જયરાજસિંહની રૂ. 1.34 કરોડની અપ્રમાણસર મિલ્કતનો ખુલાસો થતા એસીબીએ તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. કલેક્ટર ભ્રષ્ટાચાર કાંડમાં જે તે વખતે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલાર્ક મયુરસિંહ અને પી.એ જયરાજસિંહ ઝાલા, સીટી મામલતદાર મયુર દવે, જિલ્લા અધિક કલેકટર આર.કે.ઓઝા સહિતના નામ ઇડીની તપાસમાં બહાર આવ્યા હતા. વર્ગ 3ના અધિકારી જયરાજસિંહ હાલ ફરજ મોકૂફ છે. આ સમગ્ર કેસની વિગત મુજબ તેવખતના કલેકટરના પીએ હાલ નાયબ મામલતદાર જયરાજસિંહ ઝાલા તથા અન્ય વિરૂદ્ધમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ગુનો નોંધી કરાયેલી તપાસમાં મોટા ખુલાસા થયા હતા.આ ગુન્હા અંતર્ગત આરોપીની અપ્રમાણસર મિલકતની ઊંડાણપૂર્વક અને ઝડપી તપાસ થાય તે હેતુસર એસીબી દ્વારા ખાસ એસઆઇટીની રચના કરવામાં આવી હતી. આવક કરતાં વધુ સંપત્તિ વસાવવા અંગેના મજબૂત પુરાવા મળતા સુરેન્દ્રનગર એ.સી.બી. પો.સ્ટેશને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ મુજબ ગુનો દાખલ કરાયો હતો. આ કેસમાં અમદાવાદ એસીબીના પોલીસ ઈન્સ્પેક્ટર ડી.એન. પટેલ પોતે સરકાર તરફથી ફરિયાદી બન્યા છે. આ ચકચારી ગુનાની આગળની તપાસ સુરેન્દ્રનગર એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર પી.કે. પટેલ ચલાવી રહ્યા છે. આ સમગ્ર ગુનાનું સુપરવિઝન એસીબી રાજકોટ એકમના મદદનીશ નિયામક જે.ડી. મેવાડા કરી રહ્યા છે. 3,88 કરોડના હિસાબ તપાસતા રૂ. 1.34 કરોડની કટકી પકડાઈ એસઆઇટીના તપાસમાં મોટો ખુલાસો થયો છે. આરોપી જયરાજસિંહ ઝાલાના નાણાકીય વ્યવહારોના ચેક પિરિયડ તા.1-4-2016થી 20-12-2025 સુધીના સમયગાળાની તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન જણાયું હતું. બેંકના સ્ટેટમેન્ટ તપાસતા કુલ 3,88,33,649ના વ્યવહારો મળ્યા હતા. જેમાં 2,53,54,822 રકમ કાયદેસર પગાર ભથ્થાની હોઇ આમ બાકીનો હીસાબ 1,34,78,827 એ બેનંબરનો મળી આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    સોસાયટીના રહીશોની મનપા કમિશનર, એસપીને રજૂઆત કરાઈ‎:વઢવાણની વીરમેઘમાયા સોસા.માં મોબાઇલ ટાવર ઊભો કરાતા વિરોધ
    Next Article
    વાયરસનો દસ્તક, આરોગ્ય તંત્ર એલર્ટ‎:શહેરમાં ચાંદીપુરાના કેસથી વિસ્તારમાં દવાનો છંટકાવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment