Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાયરસનો દસ્તક, આરોગ્ય તંત્ર એલર્ટ‎:શહેરમાં ચાંદીપુરાના કેસથી વિસ્તારમાં દવાનો છંટકાવ

    3 days ago

    જામનગર શહેરમાં ચાંદીપુરા રોગના બે શંકાસ્પદ કેસ સામે આવતાં જ સ્થાનિક આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે અને વહીવટી દોડધામ મચી ગઈ છે. આ કેસ શહેરના ખોડીયાર કોલોની અને દિગ્જામ સર્કલ પાસેના વિસ્તારોમાંથી નોંધાયા હોવાનું સામે આવ્યું છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જામનગર મહાનગરપાલિકા (જામ્યુકો) ની આરોગ્ય ટીમ દ્વારા પ્રભાવિત વિસ્તારોમાં તાત્કાલિક ધોરણે ફોગિંગ અને જંતુનાશક દવાનો છંટકાવ કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેથી આ રોગ ફેલાવતી સેન્ડ ફ્લાય (રેતી માખી) પર નિયંત્રણ મેળવી શકાય. આ સાથે જ આરોગ્ય વિભાગ દ્વારા સ્થાનિક સ્તરે સર્વેલન્સ શરૂ કરીને અન્ય નાના બાળકોના સ્વાસ્થ્યનું પણ સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ, આ જીવલેણ વાયરસની એન્ટ્રી થતાં જ પ્રભાવિત વિસ્તારોના નાના બાળકો ધરાવતા પરિવારોમાં ભારે ભય અને ચિંતાનો માહોલ ફેલાયો છે. તબીબોએ વાલીઓને બાળકોને માખી-મચ્છરોથી બચાવવા અને તાવ જેવા લક્ષણો જણાય તો તુરંત જ હોસ્પિટલનો સંપર્ક કરવા અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    એસઆઇટીના તપાસમાં મોટો ખુલાસો:2016થી 2025 સુધીમાં સત્તાનો દુરુપયોગ કરી મિલકતો વસાવી
    Next Article
    England vs France Highlights: Three Lions Prevail In 10-Goal World Cup Classic To Clinch Bronze

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment