Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નદીમાં સ્ટીલનું ફાઉન્ડેશન તૈયાર:પાલનપુરમાં ઉમરદશી નદી પર લંબગોળ પિલ્લર ઊભા કરી ફોરલેન બ્રિજ બનાવાશે

    3 days ago

    પાલનપુર-અંબાજી નેશનલ હાઈવે પર રતનપુર અને મેરવાડા ગામ વચ્ચે ઉમરદશી નદી પર આવેલા હાલના ટુ-લેન બ્રિજને તોડી તેના સ્થાને આધુનિક ડિઝાઇનનો ફોરલેન બ્રિજ બનાવવાની કામગીરી શરૂ થઈ છે. મહેસાણાની શિવ ઇન્ફ્રા કંપનીને બ્રિજ નિર્માણનું કામ કરી રહી છે. હાલ બ્રિજની નીચે સફાઈ કામગીરી સાથે પિલ્લરો માટે સ્ટીલનું ફાઉન્ડેશન તૈયાર કરવાની કામગીરી હાથ ધરાઈ છે. આ વખતે બ્રિજમાં જૂની ચોરસ ડિઝાઇનના બદલે આરટીઓ બ્રિજ જેવી લંબગોળ (ઓવલ) ડિઝાઇનના પિલ્લરો ઉભા કરાયા છે. જેના કારણે પાણીના પ્રવાહમાં અવરોધ ઓછો રહેશે અને બ્રિજની મજબૂતાઈ પણ વધશે. નેશનલ હાઈવે સ્ટેટ, ઈડર ડિવિઝનના સુપરવિઝનમાં કામગીરી હાથ ધરાઈ રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ સરકારે સમગ્ર પ્રોજેક્ટ માટે રૂ. 42.64 કરોડ મંજૂર કર્યા છે, જેમાંથી રૂ. 29.90 કરોડનો ખર્ચ નવા બ્રિજના નિર્માણ પાછળ થશે. બ્રિજ 30-30 મીટરના અંતરે આવેલા કુલ પાંચ પિલ્લર પર ઉભો કરાશે અને જમીનથી અંદાજે 10 મીટરની ઊંચાઈએ તૈયાર થશે. બ્રિજ નિર્માણ શરૂ થાય તે પહેલાં હાલના બ્રિજને તોડી પડાશે. આ દરમિયાન વાહનવ્યવહાર માટે ઉમરદશી નદી પર પાકો ડાયવર્ઝન રોડ તૈયાર કરાશે. તેના માટે નદીની બંને બાજુ જમીન ખાલી કરવાની કામગીરી પણ શરૂ કરી છે. મેરવાડા ગામની હદમાં બ્રિજની ડાબી બાજુથી અસ્થાયી માર્ગ તૈયાર કરી વાહનોને ત્યાંથી પસાર કરાશે.
    Click here to Read More
    Previous Article
    છાત્રોને મુશ્કેલીને લઈ વાહનવ્યવહાર મંત્રીને રજૂઆત:પાલનપુર-બસુ-અંબાજી એસટી બસ જગાણા ગામમાં ન આવતા પરેશાની
    Next Article
    સમિતિએ સૂચિત સ્થળોનું કર્યું રૂબરૂ નિરીક્ષણ:હાઈકોર્ટની બાંધકામ સમિતિ દ્વારા જગાણાના બદલે પાલનપુરમાં જ કોર્ટ બનવાના સંકેત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment