Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છાત્રોને મુશ્કેલીને લઈ વાહનવ્યવહાર મંત્રીને રજૂઆત:પાલનપુર-બસુ-અંબાજી એસટી બસ જગાણા ગામમાં ન આવતા પરેશાની

    3 days ago

    પાલનપુર-બસુ-અંબાજી રૂટ પર સવારે દોડતી એસટી બસને જગાણા ગામમાં પ્રવેશ આપવાના બદલે સીધી બાયપાસ પરથી જતાં મુસાફરો અને વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવી પડે છે. પાલનપુર વિભાગીય નિયામક અને રાજ્યના વાહનવ્યવહાર મંત્રી પ્રવિણભાઈ માળીને લેખિત રજૂઆત કરી બસ રૂટ પૂર્વવત્ શરૂ કરવાની માંગ કરી છે. રજૂઆતમાં જણાવાયું છે કે અગાઉ પાલનપુર-બસુ બસ વાયા જગાણા, કાણોદર, ચાંગા અને મેતા થઈને નિયમિત સંચાલિત થતી હતી. હાલ સવારે 6:30 વાગ્યે બસુથી અંબાજી જતી બસ જગાણા ગામમાં પ્રવેશ્યા વગર સીધી બાયપાસ પરથી પસાર થતી હોવાથી વિદ્યાર્થીઓને સમયસર શૈક્ષણિક સંસ્થાઓ સુધી પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે. જગાણા માર્ગ પર વિદ્યામંદિર શૈક્ષણિક સંસ્થા, કર્ણાવત સ્કૂલ, આદર્શ વિદ્યાવિહાર, એસ.કે. મહેતા હાઈસ્કૂલ, મોદી સ્કૂલ, સિલ્વર બેલ્સ સ્કૂલ, મેવાડા વિદ્યાલય, કુંવરબા કન્યા શાળા, સરકારી પોલિટેકનિક કોલેજ અને આઈટીઆઈ સહિત 10થી વધુ શૈક્ષણિક સંસ્થાઓ આવેલી હોવાથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આ બસ સેવા પર નિર્ભર છે.
    Click here to Read More
    Previous Article
    શિક્ષણ મંત્રીને રજૂઆત‎:બનાસકાંઠાની પ્રાથમિક શાળાના છાત્રોના ઝીરો બેલેન્સથી બચત ખાતાં ખોલવા માંગ
    Next Article
    નદીમાં સ્ટીલનું ફાઉન્ડેશન તૈયાર:પાલનપુરમાં ઉમરદશી નદી પર લંબગોળ પિલ્લર ઊભા કરી ફોરલેન બ્રિજ બનાવાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment