Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શિક્ષણ મંત્રીને રજૂઆત‎:બનાસકાંઠાની પ્રાથમિક શાળાના છાત્રોના ઝીરો બેલેન્સથી બચત ખાતાં ખોલવા માંગ

    3 days ago

    બનાસકાંઠા જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ માટે દરેક બેંકમાં ઝીરો બેલેન્સ બચત ખાતું સરળતાથી ખોલી શકાય તે માટે પ્રાથમિક શિક્ષક સંઘે શિક્ષણને લેખિત રજૂઆત કરી હતી. તમામ રાષ્ટ્રીયકૃત, ખાનગી, પ્રાદેશિક ગ્રામીણ તથા સરકારી બેંકોને આ અંગે સ્પષ્ટ સૂચનાઓ આપવા માંગ કરી હતી. જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સંજયભાઈ દવેએ જણાવ્યું છે કે,રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ, ગણવેશ સહાય, પાઠ્યપુસ્તક સહાય તેમજ અન્ય વિવિધ સરકારી યોજનાઓનો લાભ ડાયરેક્ટ બેંક ખાતામાં જમા કરાય છે, જેથી દરેક વિદ્યાર્થીનું વ્યક્તિગત બેંક ખાતું હોવું અનિવાર્ય છે. વાસ્તવિક સ્થિતિમાં અનેક સરકારી અને ખાનગી બેંકો વિદ્યાર્થીઓના ઝીરો બેલેન્સ ખાતા ખોલવામાં અનાવશ્યક અડચણો ઊભી કરી રહી છે. કેટલીક બેંકો માતા કે પિતાનું તે જ બેંકમાં ખાતું હોવાની શરત મૂકે છે, જ્યારે કેટલીક બેંકો લઘુત્તમ જમા રકમ અથવા ખાતામાં સતત બેલેન્સ જાળવવાની માંગ કરે છે. પરિણામે ગરીબ અને સામાન્ય પરિવારોના વાલીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ખાતા સમયસર ન ખુલવાના કારણે સહાયની રકમ જમા કરવામાં વિલંબ થાય છે, જેની સીધી અસર વિદ્યાર્થીઓના હિતો ઉપરાંત શાળાના વહીવટી કાર્ય પર પણ પડે છે. શિક્ષકોને વારંવાર બેંકોના ધક્કા ખાવા પડે છે તેમજ વાલીઓની ફરિયાદોનો સામનો કરવો પડે છે. તમામ સંબંધિત બેંકોને તાકીદે સ્પષ્ટ માર્ગદર્શિકા જારી કરવાની માંગ કરી હતી. પ્રાથમિક શિક્ષક સંઘની મુખ્ય માંગણીઓ - સરકારી પ્રાથમિક શાળાના તમામ વિદ્યાર્થીઓના ઝીરો બેલેન્સ બચત ખાતાં કોઈ પણ પ્રકારની આનાકાની વિના ખોલવામાં આવે. - માતા અથવા પિતાનું તે જ બેંકમાં ખાતું હોવાની શરત ફરજિયાત ન રાખવા. - લઘુત્તમ બેલેન્સ કે પ્રારંભિક જમા રકમની અનાવશ્યક માંગ ન કરવામાં આવે. - વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અને વિવિધ સરકારી સહાય સમયસર મળી રહે તે માટે બેંકોને જરૂરી સૂચનાઓ આપવામાં આવે. - તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે.
    Click here to Read More
    Previous Article
    કાર્યવાહી:લાંઘણજ બુટપરામાં રહેણાંક મકાનમાં ‘કોઈન’થી ચાલતું જુગારધામ ઝડપાયું
    Next Article
    છાત્રોને મુશ્કેલીને લઈ વાહનવ્યવહાર મંત્રીને રજૂઆત:પાલનપુર-બસુ-અંબાજી એસટી બસ જગાણા ગામમાં ન આવતા પરેશાની

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment