Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્માર્ટ સિટી સુરતને પૂરમાં ધેકલતું સારોલી ખાડી કૌભાંડ:કલેક્ટર-મ્યુ.કમિશનરને રજૂઆત કરી છતાં એક વર્ષથી તંત્ર કુંભકર્ણની નિદ્રામાં, જવાબદારો સામે કાર્યવાહી કરવા માંગ

    4 days ago

    સ્માર્ટ સિટી સુરતમાં દર વર્ષે ચોમાસા દરમિયાન લાખો નાગરિકો ખાડી પૂરની ગંભીર સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠે છે, ત્યારે બીજી તરફ સરકારી બાબુઓ અને ભૂમાફિયાઓની મિલીભગતથી કુદરતી ખાડીઓ જ ગાયબ કરવાનું એક મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. સુરતના સારોલી વિસ્તારના નોન-ટીપી (Non-TP) સેક્ટરમાં કુદરતી ખાડી પૂરી દઈને તેને ગેરકાયદેસર રીતે ડાયવર્ટ કરવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય સુરેશભાઈ સુહાગીયાએ આ અંગે સુરત કલેક્ટર તેજસ પરમાર અને મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજનને પુરાવા સાથે લેખિત રજૂઆત કરી જવાબદારો સામે ફોજદારી પગલાં ભરવાની માંગ કરી છે. સરકારી અનામત પ્લોટમાં ખાડી વાળી દેવાઈ મળતી માહિતી અનુસાર, મોજે ગામ સારોલીના નોન-ટીપી વિસ્તારમાં આવેલા બ્લોક નં. 122, 123, 124 અને 125 માંથી એક સરકારી અને કુદરતી ખાડી પસાર થાય છે. આ ખાડી સણીયા અને સારોલી ગામના લાખો ગેલન વરસાદી પાણીના નિકાલનો એકમાત્ર મૂળ સ્ત્રોત છે. સત્તા અને પૈસાના જોરે આ ખાડીનું મૂળ અસ્તિત્વ જ મિટાવી દેવાનો પ્રયાસ કરાયો છે. ખાડીનો કુદરતી પ્રવાહ જે બ્લોક નં. 124 અને 125 માંથી પસાર થતો હતો, તેને ગેરકાયદેસર રીતે પૂરી દઈને સુરત મહાનગરપાલિકા (SMC) ના અનામત પ્લોટમાં વાળી દેવામાં આવ્યો છે. આ ગંભીર કૃત્યના કારણે ભવિષ્યમાં પાલિકાને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવશે. સુડાના 2035ના માસ્ટર પ્લાનમાં પણ ખાડીનો ઉલ્લેખ પૂર્વ સભ્ય સુરેશભાઈ સુહાગીયાએ પુરાવા સાથે સત્તાધીશોને ઘેરતા જણાવ્યું છે કે, આ ખાડી કોઈ નાનો-મોટો વહેળો નથી, પરંતુ સુરત શહેરી વિકાસ સત્તામંડળ (SUDA) ના ડેવલપમેન્ટ પ્લાન-2035ના સત્તાવાર સરકારી નકશામાં આ ખાડી સ્પષ્ટપણે દર્શાવવામાં આવેલી છે. સરકારી નકશા પર ખુલ્લેઆમ જેસીબી (JCB) ફેરવીને ખાડી પૂરી દેવામાં આવી હોવા છતાં સ્થાનિક તંત્ર આંખ આડા કાન કરીને બેઠું છે, જે સીધી રીતે અધિકારીઓની સંડોવણી તરફ ઈશારો કરે છે. એક વર્ષથી રજૂઆત છતાં તંત્ર કુંભકર્ણની નિદ્રામાં આશ્ચર્યની વાત એ છે કે, આ ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે જાગૃત નાગરિક સુરેશભાઈ દ્વારા આજથી બરાબર એક વર્ષ પહેલાં, એટલે કે તા. 8 જુલાઈ 2025ના રોજ પણ કલેક્ટર અને કમિશનરને સચોટ પુરાવા સાથે લેખિત જાણ કરવામાં આવી હતી. એક આખું વર્ષ વીતી જવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. વહીવટી તંત્રની આ ઢીલી નીતિના કારણે જ તાજેતરમાં સમગ્ર સુરત શહેરમાં જ્યારે ખાડી પૂરની હોનારત સર્જાઈ, ત્યારે આ સારોલી વિસ્તારમાં પણ પાણી ફરી વળ્યા હતા અને પૂરની ભયાનક સ્થિતિ ઉદભવી હતી. જાનમાલના નુકસાનની થાય તો નવાઈ નહીં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય સુરેશભાઈ સુહાગિયાએ જણાવ્યું હતું કે, "અમે કલેક્ટર અને મનપા કમિશનરને એક વર્ષ પહેલાં જ લેખિતમાં રજૂઆત કરી હતી છતાં કોઈ પગલાં લેવાયા નથી. જ્યાં ખાડી ડાયવર્ટ કરવામાં આવી છે, તેની બાજુનો ભાગ પણ હવે બેસી ગયો છે. પથ્થરો નીકળી ગયા છે અને માટીનું ધોવાણ ચાલુ છે. આવનારા દિવસોમાં ખાડી ડાયવર્ટ કરીને જે રોડ બનાવ્યો છે તે બેસી જાય અને કોઈ મોટી જાનમાલની નુકસાની થાય તો નવાઈ નહીં. તંત્ર કોના પ્રેશરથી કામ નથી કરતું તે તપાસનો વિષય છે. ખાડીપૂર માટે માત્ર કાગળ પર હાઈલેવલ મીટિંગો અને કમિટીઓ બને છે, જમીન પર કોઈ કામ થતું નથી." સારોલીનો આ કિસ્સો સાબિત કરે છે કે પૂર નિયંત્રણની કમિટીઓ માત્ર કાગળ પર જ સીમિત છે. જો સરકારી નકશામાં દેખાતી મુખ્ય ખાડીઓ જ બિલ્ડરો કે ભૂમાફિયાઓ પૂરી દેતા હોય અને જવાબદાર અધિકારીઓ મૌન રહે, તો સુરતને પૂરના પ્રકોપમાંથી ક્યારેય બચાવી શકાશે નહીં.
    Click here to Read More
    Previous Article
    અવાજ વગર જ લાશો ઢાળી દેત આ ઝેરી ગેસ:જૈશ-એ-મોહમ્મદના આતંકીઓનો છાણ, મકાઈ લોટ, મટન અને કેમિકલથી 15 દિવસમાં ઘાતક વેપન તૈયાર કરવાનો હતો પ્લાન
    Next Article
    જનતાના કરોડો રૂપિયા પતરાના શેડમાં હોમાશે?:વરાછામાં વિવાદાસ્પદ શાક માર્કેટના પ્રોજેક્ટને શાસકોએ કટોકટીમાં પાસ કર્યો, નજીકમાં જ કરોડોની માર્કેટ ધૂળ ખાય છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment