Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જનતાના કરોડો રૂપિયા પતરાના શેડમાં હોમાશે?:વરાછામાં વિવાદાસ્પદ શાક માર્કેટના પ્રોજેક્ટને શાસકોએ કટોકટીમાં પાસ કર્યો, નજીકમાં જ કરોડોની માર્કેટ ધૂળ ખાય છે

    4 days ago

    સુરત મહાનગરપાલિકાની રાજકીય ચર્ચાઓ અને મંજૂરીઓની પરંપરામાં વધુ એક વિવાદાસ્પદ પ્રકરણ ઉમેરાયું છે. વરાછા ઝોન-એ માં આવેલા ત્રિકમનગર વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા નિવારવાના બહાના હેઠળ આશરે રૂ. 2.64 કરોડના તોતિંગ ખર્ચે નવી આધુનિક વેજિટેબલ માર્કેટ બનાવવાની દરખાસ્તને આખરે મનપાની શાસક પક્ષની સ્થાયી સમિતિ દ્વારા લીલી ઝંડી આપી દેવામાં આવી છે. ગઈ બેઠકમાં આ કામને જાહેર નાણાંનો વ્યય ગણાવીને મુલતવી રાખવામાં આવ્યું હતું, તે જ કામને સ્થાનિક ધારાસભ્યના તીવ્ર રાજકીય દબાણ અને 'ધમપછાડા' બાદ ગણતરીના દિવસોમાં જ વહીવટી તંત્રએ સુધારેલા કારણો સાથે રજૂ કરવું પડ્યું અને સમિતિએ તેને બહાલ રાખ્યું છે. આ નિર્ણયને પગલે હવે સુરતના રાજકારણમાં અને સ્થાનિક સ્તરે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. શાકભાજીના વિક્રેતાઓ માટે પ્રાથમિક સુવિધાઓ વિકસાવવામાં આવશે સુરત મહાનગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા રજૂ કરાયેલી અને સ્થાયી સમિતિ દ્વારા મંજૂર કરાયેલી દરખાસ્ત મુજબ, વરાછા ઝોન-એ હેઠળ આવતી ટી.પી. સ્કીમ નંબર 3 ના ફાઇનલ પ્લોટ નંબર 23 ખાતે આ નવી વેજિટેબલ માર્કેટનું નિર્માણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ પાછળ અંદાજિત રૂ. 2.64 કરોડનો જંગી ખર્ચ કરવામાં આવશે. માર્કેટની વિશેષતાઓની વાત કરીએ તો આ માર્કેટ સંપૂર્ણપણે આધુનિક સુવિધાઓથી સજ્જ હશે. ચોમાસા અને ઉનાળાની ઋતુમાં ફેરીયાઓ તેમજ ગ્રાહકોને મુશ્કેલી ન પડે તે માટે વિશાળ પતરાના શેડનું નિર્માણ કરવામાં આવશે. શાકભાજીના વિક્રેતાઓ માટે પ્લેટફોર્મ, પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા તેમજ ડ્રેનેજ અને શૌચાલય જેવી પ્રાથમિક સુવિધાઓ વિકસાવવામાં આવશે. ગઈ બેઠકમાં શા માટે કામ મુલતવી રખાયું હતું? આ પ્રોજેક્ટ મંજૂર થવા પાછળની કહાની ઘણી રસપ્રદ છે. અગાઉ જ્યારે આ દરખાસ્ત સ્થાયી સમિતિની બેઠકમાં ચર્ચા માટે આવી ત્યારે સમિતિના સભ્યોએ જ તેના પર ગંભીર વાંધા ઉઠાવ્યા હતા. સભ્યોનું ધ્યાન દોર્યું હતું કે જે જગ્યાએ નવી માર્કેટ બનાવવાનું પ્રસ્તાવિત છે, ત્યાંથી માંડ 700 થી 800 મીટરના અંતરે જ મહાનગરપાલિકાની માલિકીની એક સરકારી વેજિટેબલ માર્કેટ પહેલેથી જ અસ્તિત્વમાં છે. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે, આ જૂની માર્કેટનો સ્થાનિક ફેરીયાઓ કે જનતા દ્વારા કોઈ ઉપયોગ જ કરવામાં આવતો નથી. ત્યાં આવેલી મોટાભાગની દુકાનો અને ઓટલા વર્ષોથી ખાલી પડ્યા છે અને ભૂતિયા ગલી જેવો માહોલ જોવા મળે છે. જ્યારે 250 મીટરના અંતરે કરોડો રૂપિયાનું સરકારી માળખું ધૂળ ખાઈ રહ્યું હોય, ત્યારે તેની જ બાજુમાં ફરીથી 2.64 કરોડના ખર્ચે નવી માર્કેટ બનાવવી એ પ્રજાની પરસેવાની કમાણી અને જાહેર નાણાંનો બગાડ છે, તેમ કહીને તત્કાલીન બેઠકમાં આ કામને પડતું મુકવામાં આવ્યું હતું અથવા મુલતવી રાખવામાં આવ્યું હતું. ધમપછાડાને કારણે આખરે વહીવટી તંત્રને નમતું જોખવું પડ્યું પહેલી વખત દરખાસ્ત નામંજૂર અથવા મુલતવી થતાં જ વરાછાના સ્થાનિક ધારાસભ્ય પ્રવિણ ધોધારી એક્ટિવ મોડમાં આવી ગયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, ધારાસભ્યએ આ પ્રોજેક્ટને કોઈપણ ભોગે પાસ કરાવવા માટે મનપાના ઉચ્ચ અધિકારીઓ અને શાસક પક્ષના પદાધિકારીઓ પર ભારે રાજકીય દબાણ લાવવાનું શરૂ કર્યું હતું. તેમણે કરેલા આ ધમપછાડાને કારણે આખરે વહીવટી તંત્રને નમતું જોખવું પડ્યું અને ફરી આ દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર કરવામાં આવી છે. આ શાક માર્કેટનો પૂરેપૂરો વપરાશ થતો નથી આમ આદમી પાર્ટીના પૂર્વ કોર્પોરેટર મહેશ અણઘડે જણાવ્યું હતું કે, નેતૃત્વ કરનાર ચૂંટાયેલા પ્રતિનિધિઓ કે ધારાસભ્યો અભણ હોય ત્યારે માત્ર ને માત્ર પૈસાનો વેડફાટ થઈ શકે. એનાથી વિશેષ કશું નથી થતું. અને એવા લોકો હોય છે કે જે પોતાનો ઈગો સેટીસ્ફાય કરવા માટે બળ કરતા હોય છે. આજરોજ સ્થાયી સમિતિની અંદર વરાછા વિસ્તારમાં કરંજની પાસે એક શાક માર્કેટ બનાવવાનું કામ આવ્યું. અને અંદાજિત ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે એ શાક માર્કેટ બનાવવાની. જે જગ્યા ઉપર પતરાની આ શાક માર્કેટ બનાવવાની છે ત્યાંથી એકદમ નજીકના અંતરે ઓલરેડી એક શાક માર્કેટ બનેલી છે અને આ શાક માર્કેટનો પૂરેપૂરો વપરાશ થતો નથી. હજી પણ એ શાક માર્કેટ ખાલી છે. તેમ છતાં બીજી શાક માર્કેટ બનાવવાનું આયોજન શું કામ? લોકોને એવો વહેમ છે કે વિકાસ જે થઈ રહ્યો છે એ પોતાના માટે છે પણ એવું નથી. આ વિકાસ માત્ર ને માત્ર ભાજપના નેતાઓ માટે, કમલમ માટે અને કોન્ટ્રાક્ટરો માટેનું એક સરસ આયોજન હોય છે. એવું આજના આ મંજૂરીનું જે કામ આવ્યું છે એની ઉપરથી થઈ શકે છે સાબિતી. પ્રજાના પૈસાનો વ્યય છે એવું એક સ્ટેટમેન્ટ આવ્યું અને કામને મૂલતવી રાખ્યું કેમ કે આ જ કામ આજથી સાત દિવસ પહેલા સ્થાયી સમિતિની અંદર રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારે એવું કહેવામાં આવ્યું કે આ જે શાક માર્કેટ છે એ ખરેખર કોઈ જરૂરિયાત નથી. પ્રજાના પૈસાનો વ્યય છે એવું એક સ્ટેટમેન્ટ આવ્યું અને કામને મૂલતવી રાખ્યું. સાત દિવસમાં એવું તો શું થયું? કે ઓચિંતાની ત્યાં શાક માર્કેટની જરૂર પડી ગઈ અને આજે એ કામને કોન્ટ્રાક્ટરને સોંપી દેવામાં આવ્યું પોણા ત્રણ કરોડના આસપાસના ખર્ચે એ કામને મંજૂર કરવામાં આવ્યું. તો એક સાત દિવસ પહેલા જે પ્રજાના પૈસાનો વ્યય હતો એ આજે કામ થઈ ગયું? એટલે આ જે ધારાસભ્યો કે જે કોઈ લોકો હોય એ પોતાનો ઈગો સેટીસ્ફાય કરવા માટે, પોતાના કમિશનો માટે ખેલ પાડતા હોય છે, મંજૂર કરતા હોય છે. પણ નુકસાન કોનું? અંતે પોણા ત્રણ કરોડ રૂપિયા એક પતરાની શાક માર્કેટની અંદર જશે, એ કોના છે? જનતાના છે અને કોને કમાણી થશે? જે વસ્તુ કામ નથી લાગી શકવાની એની પાછળ આવો પૈસાનો વ્યય શું કામ?
    Click here to Read More
    Previous Article
    સ્માર્ટ સિટી સુરતને પૂરમાં ધેકલતું સારોલી ખાડી કૌભાંડ:કલેક્ટર-મ્યુ.કમિશનરને રજૂઆત કરી છતાં એક વર્ષથી તંત્ર કુંભકર્ણની નિદ્રામાં, જવાબદારો સામે કાર્યવાહી કરવા માંગ
    Next Article
    Skyroot's Vikram-1 Launch Highlights: "Grand Success," Says Skyroot As Vikram-1 Successfully Releases Payload In Space

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment