Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓના 15 કલાકથી ધરણા:પાણીની તંગી અને ભોજનમાં જીવાતથી રોષ; કલેક્ટર ન આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી

    1 week ago

    સુરતની સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં પ્રાથમિક સુવિધાઓના અભાવને કારણે વિદ્યાર્થિનીઓમાં અસંતોષ વ્યાપી ગયો છે. પીવાના પાણીની ગંભીર અછત, ભોજનની હલકી ગુણવત્તા અને વોર્ડનના અણઘડ વલણ સામે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના સમર્થન સાથે વિદ્યાર્થિનીઓએ હોસ્ટેલ પરિસરમાં રાતભર ઉગ્ર ધરણા પ્રદર્શન કર્યા હતા. ઘટનાની ગંભીરતાને પગલે પરિસરમાં પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. પાણીની અછત, ખરાબ ભોજન અને વોર્ડનને હટાવવાની માગ વિદ્યાર્થિનીઓએ ગંભીર આક્ષેપ કર્યા છે કે, 24 કલાક પાણી આપવાને બદલે માત્ર અડધોથી એક કલાક જ પાણી આપવામાં આવે છે. આ ઉપરાંત, મેસના ભોજનમાં વારંવાર જીવાત નીકળતી હોવાથી આરોગ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે. હોસ્ટેલ વોર્ડન દ્વારા ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરીને વિદ્યાર્થીનિઓએ વોર્ડનના તાત્કાલિક રાજીનામાની માગ કરી છે. કલેક્ટરની હાજરી અને લેખિત ખાતરી સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી ABVP ના NEC મેમ્બર મેઘા વાઘેલાએ જણાવ્યું કે, વિદ્યાર્થિનીઓ છેલ્લા 15 કલાકથી વધુ સમયથી ધરણા પર બેઠી હોવા છતાં વહીવટી તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવાયા નથી. વિદ્યાર્થિનીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જ્યાં સુધી જિલ્લા કલેક્ટર પોતે સ્થળ પર આવીને સમસ્યાઓ સાંભળી લેખિત ખાતરી નહીં આપે ત્યાં સુધી આંદોલન અવિરત ચાલુ રહેશે અને આગામી દિવસોમાં વધુ ઉગ્ર બનાવાશે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં આડેધડ પથારા અને ટ્રાફિક વ્યવસ્થા સુધારવા તંત્ર સજ્જ:નવી સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી બે-ત્રણ મહિનામાં અમલી બને તેવી શક્યતા, 42,000થી વધુ વેન્ડરોની નોંધણી પૂર્ણ
    Next Article
    બીલીમોરામાં 'સેવા ને સંગ રાષ્ટ્ર ને સંગ' રંગોળી સ્પર્ધા યોજાઈ:દેવસર, એમ.વી. મિસ્ત્રી અને ઓરિયા મોરિયા શાળાને રોકડ ઈનામ અપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment