Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં વીજ લાઇન વળતર માટે ખેડૂત પ્રતિનિધિઓ સાથે બેઠક:રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાની અધ્યક્ષતામાં બજારભાવ આધારિત વળતર પર ચર્ચા કરાઈ

    1 day ago

    મોરબી જિલ્લામાં વીજ લાઇનથી અસરગ્રસ્ત ખેડૂતોને જમીનનું યોગ્ય અને પારદર્શક વળતર મળી રહે તે હેતુથી રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને ખેડૂત પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સરકાર દ્વારા લેવાયેલા ખેડૂતલક્ષી નિર્ણયોના સુચારુ અમલીકરણ અંગે ચર્ચા કરવામાં આવી. કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાયેલી આ બેઠકમાં સ્થાનિક પદાધિકારીઓ, ખેડૂત આગેવાનો અને પ્રતિનિધિઓ સાથે વિસ્તૃત પરામર્શ કરવામાં આવ્યો હતો. બેઠકમાં જૂની પદ્ધતિની સરખામણીએ સરકારના નવા પરિપત્ર અનુસાર બજાર કિંમત નક્કી કરવાની પદ્ધતિઓ અને તેનાથી ખેડૂતોને થનારા આર્થિક ફાયદાની વિસ્તૃત વિગતો આપવામાં આવી. મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, વીજ લાઇનની કામગીરી ભવિષ્યના ઔદ્યોગિક અને ગ્રામ્ય વિકાસ માટે અનિવાર્ય છે. વર્તમાન સરકાર ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા અત્યંત સંવેદનશીલ છે. સરકારે ખેડૂતોને મહત્તમ આર્થિક લાભ થાય તેવા ઐતિહાસિક નિર્ણયો લીધા છે. તેમણે ખેડૂત પ્રતિનિધિઓને તાલુકાવાર જાગૃતિ લાવવામાં મહત્વની ભૂમિકા ભજવવા વિનંતી કરી, જેથી આ નિર્ણયો જમીની સ્તરે પહોંચી શકે. જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ સ્પષ્ટ કર્યું હતું કે, તમામ વીજ કંપનીઓને ખેડૂતો સાથે સંપૂર્ણ સંવેદનશીલતાપૂર્વક વર્તવા માટેની સુચના આપવામાં આવી છે. કલેક્ટરએ ઉમેર્યું કે, વળતર કે અન્ય બાબતે પ્રશ્ન ધરાવતા ખેડૂતો કોઈપણ સંકોચ વિના સંબંધીત મામલતદાર કચેરી ખાતે રજૂઆત કરી શકે છે, જેનો તંત્ર દ્વારા સત્વરે હકારાત્મક નિકાલ લાવવામાં આવશે. આ બેઠકમાં વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વિપુલભાઈ ગરચર, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન મનીષભાઈ કાંજીયા તેમજ વિવિધ રાજકીય અગ્રણીઓ, જિલ્લાના ખેડૂત આગેવાનો અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    અમેરિકા-ઈરાન યુદ્ધમાં હવે પાણી પણ નિશાના પર:અમેરિકી હુમલામાં ઈરાનનો વોટર પ્લાન્ટ તબાહ, જવાબમાં કુવૈતના પ્લાન્ટ પર હુમલો
    Next Article
    સ્મગલર ગલીમાં ગ્રાહકની રાહ જોતો રહ્યો ને પોલીસ ત્રાટકી:કેશોદમાં 1.62 કરોડની વ્હેલ માછલીની ઉલ્ટી સાથે યુવક ઝડપાયો, ચોરીછૂપીથી વેચવાના ઈરાદે બોટાદથી આવ્યો હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment