Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્મગલર ગલીમાં ગ્રાહકની રાહ જોતો રહ્યો ને પોલીસ ત્રાટકી:કેશોદમાં 1.62 કરોડની વ્હેલ માછલીની ઉલ્ટી સાથે યુવક ઝડપાયો, ચોરીછૂપીથી વેચવાના ઈરાદે બોટાદથી આવ્યો હતો

    19 hours ago

    રાતોરાત પૈસા કમાઈ લેવાની ઘેલછામાં દરિયાઈ વન્યજીવોની તસ્કરી કરતા માફિયાઓ સામે જૂનાગઢ પોલીસે કડક કાર્યવાહી કરી છે. કેશોદ પોલીસે બાતમીના આધારે એક સંવેદનશીલ ઓપરેશન પાર પાડીને આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડો રૂપિયાની કિંમત ધરાવતા એમ્બરગ્રીસ એટલે કે સ્પર્મ વ્હેલ માછલીની ઉલ્ટીના જથ્થા સાથે એક આરોપીને દબોચી લીધો છે. ગલીમાં ગ્રાહકની રાહ જોતો રહ્યો અને પોલીસ ત્રાટકી કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.ડી. ચૌધરી અને તેમની ટીમને પેટ્રોલીંગ દરમિયાન બાતમી મળી હતી કે, એક શખ્સ પોતાની પાસે વ્હેલ માછલીની ઉલ્ટી જેવો અત્યંત કિંમતી અને પ્રતિબંધિત પદાર્થ રાખીને તેને ગેરકાયદેસર રીતે વેચવા માટે કેશોદ ટાઉનની આવકાર હોસ્પિટલવાળી ગલીમાં મોટરસાયકલ સાથે ઉભો છે. મળેલી બાતમીના આધારે પોલીસે વ્યૂહાત્મક ગોઠવણી કરીને તે ગલીમાં દરોડો પાડ્યો હતો. સ્થળ પરથી પોલીસે મોટરસાયકલ (નંબર GJ-13-AS-8753) સાથે એક શંકાસ્પદ યુવકને કોર્ડન કરી ઝડપી લીધો હતો. બેગમાંથી મળ્યો કરોડોનો જથ્થો પકડાયેલા શખ્સની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ વૈભવભાઇ અશ્વિનભાઇ શુક્લા (ઉંમર વર્ષ 30, ધંધો: કોન્ટ્રાક્ટર, રહે. ગાયત્રીનગર, લાટી પાછળ, બોટાદ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે જ્યારે તેની પાસે રહેલી કોલેજ બેગની તલાશી લીધી, ત્યારે તેમાંથી નાના-મોટા સફેદ અને પીળાશ પડતા કલરના પથ્થર જેવા ટુકડા તથા તેનો ભૂકો મળી આવ્યો હતો. વૈજ્ઞાનિક પદ્ધતિથી તપાસ કરતા આ પદાર્થ પ્રતિબંધિત 'એમ્બરગ્રીસ' હોવાનું સ્પષ્ટ થયું હતું. કુલ ₹1.63 કરોડનો મુદ્દામાલ જપ્ત પોલીસે આરોપી પાસેથી વન્યજીવ સંરક્ષણ ધારા હેઠળ પ્રતિબંધિત પદાર્થ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેની વિગતો નીચે મુજબ છે: કેશોદ પોલીસના જણાવ્યા મુજબ આરોપી મોટા ગ્રાહકની શોધમાં બોટાદથી કેશોદ સુધી આ જથ્થો વેચવા આવ્યો હતો પરંતુ, તે પોતાના મનસૂબામાં સફળ થાય તે પહેલાં જ પોલીસની સતર્કતાને કારણે ઝડપાઈ ગયો. આગળની તપાસ વન વિભાગને સોંપાઈ વન્યજીવ સંરક્ષણ ધારા (Wildlife Protection Act) હેઠળ વ્હેલ માછલીની ઉલ્ટીની હેરાફેરી કે વ્યાપાર પર સંપૂર્ણ પ્રતિબંધ છે. આ ચકચારી કેસની ગંભીરતાને જોતા કેશોદ પોલીસે પકડાયેલા આરોપી વૈભવ શુક્લા વિરુદ્ધ ગુનો નોંધીને આગળની સઘન તપાસ માટે સમગ્ર મામલો ગુજરાત ફોરેસ્ટ વિભાગની કેશોદ રેન્જને સોંપવાની તજવીજ હાથ ધરી છે. વન વિભાગ હવે આ પ્રતિબંધિત કિંમતી પદાર્થ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને આ રેકેટમાં અન્ય કયા મોટા માથાઓ સામેલ છે તે દિશામાં તપાસ ચલાવશે.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં વીજ લાઇન વળતર માટે ખેડૂત પ્રતિનિધિઓ સાથે બેઠક:રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાની અધ્યક્ષતામાં બજારભાવ આધારિત વળતર પર ચર્ચા કરાઈ
    Next Article
    રાજકોટમાં નોનવેજના 6 ધંધાર્થીઓને રૂ.60 હજારનો દંડ:જન આરોગ્ય સાથે ચેડા કરતા પરાબજારની મટન માર્કેટના વેપારીઓ સામે કડક કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment