Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ક્ષત્રિય યુવાનની હત્યા કેસમાં વધુ એકની ધરપકડ:ફાયરિંગ કરનાર મુખ્ય આરોપી રણજીત વાળાએ બન્ને ગેરકાયદે હથિયાર વિરમગામના શિવરાજ ધાંધલ પાસેથી ખરીદ કર્યા'તા

    10 hours ago

    રાજકોટના મોકાજી સર્કલ નજીક થયેલા ચકચારી હત્યા કેસમાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. આ કેસના મુખ્ય આરોપી રણજિત વાળાએ ગુન્હામાં ઉપયોગમાં લીધેલ એક હથિયાર ઉપરાંત અન્ય એક મળી કુલ બે ગેરકાયદે હથિયાર અને જીવતા કાર્ટીસ કબ્જે કર્યા હતા જે હથિયાર તેને વિરમગામના શખ્સ પાસેથી લીધા હોવાની કબૂલાત આપતા પોલીસે વિરમગામના નામચીન શિવરાજ ધાંધલની ધરપકડ કરી તેની પાસેથી વધુ એક ગેરકાયદે હથિયાર કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટ શહેર એસીપી ક્રાઇમ ભરત બસિયાએ જણાવ્યું હતું કે, રાજકોટના મોકાજી સર્કલ નજીક થયેલ હત્યા કેસમાં મુખ્ય આરોપી રણજીત વાળની રિમાન્ડ દરમિયાન આકરી પૂછપરછ કરતા તેણે કબૂલાત આપી હતી કે હત્યામાં વપરાયેલા હથિયાર અને તેની પાસેથી મળી આવેલ અન્ય ગેરકાયદે હથિયાર તેમજ કાર્ટીસ તેણે વિરમગામ ખાતે રહેતા શિવરાજભાઈ નાજભાઈ ધાંધલ પાસેથી ખરીદ્યા હતા. જેથી ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ વિરમગામ પહોંચી હથિયાર સપ્લાય કરનાર આરોપી શિવરાજ ધાંધલ (ઉં.વ.42)ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આરોપી શિવરાજ ધાંધલની ધરપકડ કરી પોલીસે તેને સાથે રાખી વિરમગામના જગસી રોડ પર આવેલી તેની વાડીમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું આ દરમિયાન તેની વાડીમાંથી વધુ એક દેશી બનાવટની પિસ્ટલ મળી આવી હતી જે પોલીસે જપ્ત કરી વિરમગામ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ અલગથી એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આરોપી શિવરાજ વિરુધ્ધ અગાઉ વિરમગામમાં મારામારી અને ફરજમાં રુકાવટનો તેમજ જેતપુરમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાઈ ચુક્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. તારીખ 08.07.2026ના રોજ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મોકાજી સર્કલ પાસે વાહન ધીમે ચલાવવા જેવી નજીવી બાબતે થયેલ બોલાચાલી બાદ આરોપી રણજીત વાળા, તેના બે દીકરાઓ રાજવીર વાળા અને કાયદાના સંઘર્ષમાં આવેલ એક સગીરએ ભેગા મળીને કૃષ્ણસિંહ જાડેજા અને સાહેદ રહેન્દ્રસિંહ જાડેજા સાથે ઝઘડો શરૂ કર્યો હતો. ઝઘડા દરમિયાન રણજીતના પુત્રએ ઉશ્કેરાઈને "આને મારી જ નાખો, આ જીવતો ન રહેવો જોઈએ" તેવી બૂમો પાડી કૃષ્ણસિંહ સાથે મારામારી શરૂ કરી હતી. દરમિયાન મુખ્ય આરોપી રણજીત નાજભાઈ વાળાએ પોતાની પાસે રહેલી ગેરકાયદેસર બંદૂકમાંથી ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં કૃષ્ણસિંહ જાડેજાને પેટ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઉપરાંત, સાહેદ રહેન્દ્રસિંહ જાડેજાને પણ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી તમામ આરોપીઓ નાસી છૂટ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ ચકચારી કેસમાં ગૃહ વિભાગ દ્વારા ગઈકાલે તારીખ 17 જુલાઈના રોજ સ્પેશિયલ પીપી તરીકે અનિલ દેસાઈની નિમણુંક કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    કલેક્ટરની અધ્યક્ષતામાં ડાંગમાં મહત્વપૂર્ણ બેઠકો યોજાઈ:સસ્તા અનાજની દુકાનની સમીક્ષા કરાઈ; વિકાસ, જનસુવિધા અને અન્ન સુરક્ષા મુદ્દે નિર્ણયો લેવાયા
    Next Article
    સુરેન્દ્રનગરમાં ભાજપ યુવા મોરચાની સંગઠનાત્મક બેઠક:નમો કમલમ્ ખાતે સંગઠન મજબૂત બનાવવા ચર્ચા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment