Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કલેક્ટરની અધ્યક્ષતામાં ડાંગમાં મહત્વપૂર્ણ બેઠકો યોજાઈ:સસ્તા અનાજની દુકાનની સમીક્ષા કરાઈ; વિકાસ, જનસુવિધા અને અન્ન સુરક્ષા મુદ્દે નિર્ણયો લેવાયા

    12 hours ago

    ડાંગ જિલ્લા કલેક્ટર એન.ડી. પરમારના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન અને કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલન-વ-ફરિયાદ સમિતિ તેમજ જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠકો યોજાઈ હતી. આ બેઠકોમાં જિલ્લાના વિકાસ, જનસુવિધાઓ, અન્ન સુરક્ષા, આરોગ્ય, શિક્ષણ, પરિવહન અને વહીવટી કામગીરીને વધુ અસરકારક બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠકમાં સરકારની નીતિ મુજબ વાજબી ભાવની દુકાનોની સમીક્ષા કરાઈ હતી. ધાંગડીના સસ્તા અનાજના દુકાનદાર દ્વારા દગુનીયા ગામ સુધી વિસ્તાર વધારવાની તેમજ બિજુરપાડા અને ખાજુર્ણા ગામોમાં નવી સસ્તા અનાજની દુકાન શરૂ કરવાની દરખાસ્તો પર ચર્ચા થઈ હતી. રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ અંત્યોદય અને અગ્રતા ધરાવતા પરિવારોને મળતા અનાજના જથ્થાની સમીક્ષા કરી પુરવઠો સુનિશ્ચિત કરવા પર ભાર મૂકાયો હતો. ગ્રાહક સુરક્ષા સંબંધિત ફરિયાદો, તકેદારી સમિતિઓની નિયમિત બેઠકો અને ગ્રાહક જાગૃતિ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા સંકલન-વ-ફરિયાદ સમિતિની બેઠકમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક તથા ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલે કેટલાક મુદ્દાઓ રજૂ કર્યા હતા. તેમણે જાતિના દાખલા, પેઢીનામું મેળવવાની પ્રક્રિયા સરળ બનાવવા, આહવા સિવિલ હોસ્પિટલમાં કાયમી ગાયનેક તબીબની નિમણૂક કરવા, જંગલ જમીનના પ્રશ્નોનો ઉકેલ લાવવા તેમજ અંતરિયાળ વિસ્તારોમાં એસ.ટી. બસ સેવા શરૂ કરવાની માંગ કરી હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ રાજેશભાઈ ગામીતે પણ જંગલ જમીનના પ્રશ્નોના ઝડપી નિરાકરણ અને લાયક દાવેદારોને જમીન ફાળવણી અંગે ભાર મૂક્યો હતો. કલેક્ટર એન.ડી. પરમારે વિવિધ વિભાગોના અધિકારીઓને ગ્રામ્ય વિસ્તારોમાં પરિવહન, પીવાના પાણી, આરોગ્ય સેવાઓ, આંગણવાડીઓમાં મૂળભૂત સુવિધાઓ, શાળાઓમાં સ્વચ્છતા અને જરૂરી માળખાકીય સુવિધાઓ સુનિશ્ચિત કરવા સૂચનાઓ આપી હતી. આ ઉપરાંત, એ.જી. ઓડિટ, પેન્શન, ડિજિટલ કામગીરી, સોલાર રૂફટોપ, પીજી પોર્ટલ, સ્વાગત અરજીઓ તથા 'સંપૂર્ણતા અભિયાન 2.0'ની કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવા તાકીદ કરવામાં આવી હતી. બેઠકોમાં જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. તબીયાર, જિલ્લા પોલીસ વડા પૂજા યાદવ, ઉત્તર નાયબ વન સંરક્ષક મુરારીલાલ મીણા સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકોમાં જિલ્લાની વિકાસયાત્રાને વધુ ગતિ આપવા અને લોકોને ઝડપી, પારદર્શક તથા અસરકારક સેવાઓ ઉપલબ્ધ કરાવવાના સંકલ્પ સાથે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ,9 લોકો ભડથું:15 ઈજાગ્રસ્ત, શ્રમિકોની બોડીના ચીથરા ઉડ્યા, 300 મીટર દૂર કાટમાળ પડ્યો, ઉભો પાક સળગ્યો
    Next Article
    ક્ષત્રિય યુવાનની હત્યા કેસમાં વધુ એકની ધરપકડ:ફાયરિંગ કરનાર મુખ્ય આરોપી રણજીત વાળાએ બન્ને ગેરકાયદે હથિયાર વિરમગામના શિવરાજ ધાંધલ પાસેથી ખરીદ કર્યા'તા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment