Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કચ્છમાં સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક:કલેક્ટરે લોકોની સમસ્યાના ઉકેલ માટે તમામ વિભાગોને પરસ્પર સંકલન સાથે કામગીરી કરવા સૂચના આપી

    1 day ago

    ભુજ ખાતે કલેક્ટર કચેરીમાં યોજાયેલી સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠકમાં જિલ્લાના વિવિધ પ્રજાલક્ષી પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કલેક્ટર અનિલ રાણાવસિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા ઉપસ્થિત રહ્યા હતા. કલેક્ટરે તમામ પ્રશ્નોના સમયબદ્ધ અને અસરકારક ઉકેલ માટે સંબંધિત વિભાગોના અધિકારીઓને પરસ્પર સંકલન સાથે કામગીરી કરવાની સ્પષ્ટ સૂચના આપી હતી. રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ પશુપાલકોને રાહતરૂપ બને તેવા ઘાસચારા વિતરણ અંગે રાજ્ય સરકારના નિર્ણયની માહિતી આપી હતી. તેમણે વીજ પુરવઠો, વન વિભાગ, નર્મદાના પાણીથી જળાશયો ભરવા, અંડરપાસ તેમજ ખાણ-ખનિજ વિભાગને લગતા પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે સંબંધિત વિભાગોને જરૂરી કાર્યવાહી કરવા જણાવ્યું હતું. વરસાદમાં વિલંબને કારણે ઉભી થયેલી પરિસ્થિતિમાં સમગ્ર વહીવટી તંત્ર સંકલનથી કાર્ય કરે તેવી પણ તેમણે અપીલ કરી હતી. બેઠકમાં ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે જિલ્લામાં પીવાના પાણીની વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા, બન્ની વિસ્તારમાં પૂરતું પાણી પહોંચાડવા, સિવિલ હોસ્પિટલમાં મફત દવાઓની ઉપલબ્ધિ અને પાણી વિતરણ માટે લાંબા ગાળાનું આયોજન કરવાની જરૂરિયાત રજૂ કરી હતી. અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ દયાપરમાં સરકારી કોલેજ, વિવિધ ગામોના પાણી પુરવઠા, ડેમ, વીજળી, કેનાલ મરામત, રેવન્યુ હક્કપત્ર અને માર્ગ વિકાસ સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા. રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ ભચાઉ તાલુકાના પીવાના પાણી, જન્મ દાખલાની પ્રક્રિયા, ટ્રાફિક વ્યવસ્થા, ધોળાવીરામાં અટવાયેલા રિસોર્ટના કામો અને રેલવે દ્વારા બંધ કરાયેલા ગ્રામ્ય માર્ગોના મુદ્દાઓ ઉઠાવ્યા હતા. માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ ગૌચર જમીન, ગામતળ, દબાણ દૂર કરવાની કામગીરી, નર્મદા કેનાલથી થતા ધોવાણ અને સ્વામિત્વ યોજનાના પ્રશ્નો રજૂ કર્યા હતા. બેઠકના અંતે કલેક્ટર અનિલ રાણાવસિયાએ પાણી ચોરી અટકાવવા નિયમિત ચકાસણી, ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાનને વધુ અસરકારક બનાવવા, સરકારી મિલ્કતોનું દસ્તાવેજીકરણ, રખડતા પશુઓ સામે ઝુંબેશ ચલાવવા અને જાહેર સ્થળોએ વ્યાપક વૃક્ષારોપણનું આયોજન કરવા અધિકારીઓને સૂચના આપી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ સહિત વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ભુજ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો:લવ જેહાદ અને પોક્સો કેસના આરોપીને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદ
    Next Article
    વડોદરાના શેરખીમાં પોષડોડા, અફીણ સાથે એકની ધરપકડ:21 કિલોથી વધુ નશાકારક પદાર્થોનો જથ્થો જપ્ત, 5 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment