Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભુજ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો:લવ જેહાદ અને પોક્સો કેસના આરોપીને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદ

    1 day ago

    ભુજની વિશેષ પોક્સો કોર્ટે લવ જેહાદ અને પોક્સો સંબંધિત એક કેસમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે મહારાષ્ટ્રના જીયાદ ઉર્ફે સમીર લતીફ શેખને અંતિમ શ્વાસ સુધીની સખ્ત આજીવન કેદની સજા ફટકારી છે. ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય (સુધારા) અધિનિયમ હેઠળ કચ્છ જિલ્લામાં આ પ્રથમ કેસ છે, જેમાં આરોપીને દોષિત ઠેરવી કડક સજા કરવામાં આવી છે. કેસની વિગતો મુજબ, મૂળ કચ્છના માંડવી તાલુકાની એક સગીર યુવતી મહારાષ્ટ્રમાં રહેતી હતી. ઓનલાઈન ગેમ રમતી વખતે તેની ઓળખ 'જીગર' નામની આઈડી ધરાવતા વ્યક્તિ સાથે થઈ હતી. તપાસમાં સામે આવ્યું કે આ આઈડી જીયાદ શેખની હતી, જેણે પોતાની ધાર્મિક ઓળખ છુપાવી યુવતી સાથે મિત્રતા કેળવી હતી. આરોપી જીયાદ શેખે યુવતીને લગ્નના ખોટા વચનો આપી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. તેણે યુવતીના કેટલાક અશ્લીલ ફોટોગ્રાફ પણ લીધા હતા. આ ફોટોગ્રાફ વાયરલ કરવાની ધમકી આપી આરોપીએ યુવતી પર દબાણ કર્યું અને ફરી દુષ્કર્મ આચર્યું. તેણે યુવતીને ધર્મ પરિવર્તન કરીને નિકાહ કરવા માટે પણ મજબૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. યુવતીએ આરોપી સાથેના સંબંધો તોડી નાખ્યા પછી પણ આરોપીએ તેનો પીછો કરવાનું ચાલુ રાખ્યું હતું. યુવતીનો પરિવાર કચ્છ પરત ફર્યો અને તેની સગાઈ થઈ, ત્યારે આરોપીએ ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા યુવતીના અશ્લીલ ફોટા વાયરલ કર્યા હતા, જેના કારણે તેની સગાઈ તૂટી ગઈ હતી. ત્યારબાદ આરોપીએ અન્ય બે વ્યક્તિઓની મદદથી યુવતીના પરિવાર વિશે માહિતી એકત્ર કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર મામલે ઓક્ટોબર 2024માં ભુજ બોર્ડર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે પોક્સો એક્ટ, ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય (સુધારા) અધિનિયમ, એટ્રોસિટી એક્ટ, આઈટી એક્ટ અને ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી મહારાષ્ટ્રમાંથી મુખ્ય આરોપીની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન રજૂ કરાયેલા દસ્તાવેજી પુરાવા અને સાક્ષીઓના આધારે કોર્ટે આરોપીને પોક્સો એક્ટ હેઠળ અંતિમ શ્વાસ સુધીની સખ્ત આજીવન કેદ અને એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. અન્ય કલમો હેઠળ પણ અલગ-અલગ સજાઓ કરવામાં આવી છે. કોર્ટે પીડિતાને ચાર લાખ રૂપિયાનું વળતર ચૂકવવાની ભલામણ કરી છે, જ્યારે અન્ય બે સહઆરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરાયા છે. આ ચુકાદાને કચ્છમાં આવા ગુનાઓ સામે કડક સંદેશ તરીકે જોવામાં આવી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    વ્હેલ માછલીની ઉલ્ટી વેચવા આવેલ આરોપી ઝડપાયો:કેશોદમાં વ્હેલ માછલીની ઉલ્ટી આંતરરાષ્ટ્રીય બજારમાં ₹1.62 કરોડથી વધુની કિંમત ધરાવતા એમ્બરગ્રીસ સાથે બોટાદના શખ્સની ધરપકડ
    Next Article
    કચ્છમાં સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક:કલેક્ટરે લોકોની સમસ્યાના ઉકેલ માટે તમામ વિભાગોને પરસ્પર સંકલન સાથે કામગીરી કરવા સૂચના આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment