Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરાના શેરખીમાં પોષડોડા, અફીણ સાથે એકની ધરપકડ:21 કિલોથી વધુ નશાકારક પદાર્થોનો જથ્થો જપ્ત, 5 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો

    1 day ago

    વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં નશાકારક પદાર્થોની ગેરકાયદે હેરાફેરી અને વેચાણ અટકાવવા પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા 'ઓપરેશન પરાક્રમ' હેઠળ SOGની ટીમને એક મોટી સફળતા મળી છે. નશાના કાળા કારોબાર સામે કાર્યવાહી SOG પોલીસે વડોદરા તાલુકાના શેરખીમાં એક રહેણાંક મકાન પર દરોડો પાડી વનસ્પતિજન્ય માદક પદાર્થ પોષડોડા અને અફીણના મોટા જથ્થા સાથે એક આરોપીને રંગેહાથ ઝડપી પાડ્યો છે. આ સફળ કામગીરીથી સમગ્ર જિલ્લામાં નશાના કાળા કારોબાર સાથે જોડાયેલા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. શેરખી ગામે લાલજી રબારીના ઘરે દરોડા જિલ્લા ગ્રામ્ય SOGના પોલીસ ઇન્સ્પેક્ટર પી.કે.સોઢા, PSI પી.જી.પટેલ તથા એચ.એમ.જાળીયાની અલગ-અલગ ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ લાલજીભાઈ ખોડુભાઈને મળેલી ચોક્કસ અને સચોટ બાતમીના આધારે શેરખી ગામે આ રેડ કરવામાં આવી હતી. પોલીસે શેરખી ગામના ભાથીજી મંદિરવાળા ફળિયામાં રહેતા લાલજીભાઈ રબારી નામના શખસના રહેણાંક મકાનમાં દરોડો પાડી તેની ધરપકડ કરી છે. 21 કિલોથી વધુ પોષડોડા, અફીણનો જથ્થો જપ્ત તપાસ દરમિયાન પોલીસને તેના ઘરમાંથી 21.210 કિલોગ્રામ પોષડોડા (₹3,18,150 ) અને 0.435 કિલોગ્રામ ગેરકાયદે અફીણ (₹2,17,500) મળી આવ્યું હતું. આ સાથે જ પોલીસે ગુનામાં વપરાયેલા એક મોબાઈલ ફોન અને એક વજનકાંટો સહિત ₹ 5,41,150નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા આરોપી વિરુદ્ધ વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    કચ્છમાં સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક:કલેક્ટરે લોકોની સમસ્યાના ઉકેલ માટે તમામ વિભાગોને પરસ્પર સંકલન સાથે કામગીરી કરવા સૂચના આપી
    Next Article
    ATSએ પકડેલા 5 આતંકીઓમાંથી 2નું ભરૂચ કનેક્શન સામે આવ્યું:બંને યુવાનો ભરૂચની દારુલ ઉલૂમ માટલીવાલા મદ્રેસા સાથે સંકળાયેલા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment