Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ATSએ પકડેલા 5 આતંકીઓમાંથી 2નું ભરૂચ કનેક્શન સામે આવ્યું:બંને યુવાનો ભરૂચની દારુલ ઉલૂમ માટલીવાલા મદ્રેસા સાથે સંકળાયેલા

    20 hours ago

    ગુજરાત ATS દ્વારા જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા દેશવિરોધી કાવતરાના કેસમાં વધુ પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી. આ તપાસમાં ભરૂચનું કનેક્શન સામે આવ્યું છે, જ્યાં દારુલ ઉલૂમ માટલીવાલા મદ્રેસામાં અભ્યાસ કરતા બે યુવાનોની સંડોવણી બહાર આવતા તેમની અટકાયત કરવામાં આવી છે. એટીએસ દ્વારા યુએપીએ (UAPA) હેઠળ નોંધાયેલા ગુનાની તપાસમાં જાણવા મળ્યું છે કે, પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદની વિચારધારાનો પ્રચાર-પ્રસાર કરીને યુવાનોને પ્રેરિત કરવાનો પ્રયાસ થઈ રહ્યો હતો. ATS દ્વારા વધુ પાંચ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યાં હતા. જેમાં મોહમ્મદ ઐયુબ સુણસરા ઉર્ફે મોહમ્મદ ખળી (ઉંમર 20) અને મોહમદ હસન હનીફ કરડીયા ઉર્ફે હસન હૈદરપુરી (ઉંમર 20), નામના બન્ને આરોપીઓ ભરૂચની દારુલ ઉલૂમ માટલીવાલા મદ્રેસા સાથે સંકળાયેલા છે. એટીએસના જણાવ્યા અનુસાર, આરોપીઓ પાસેથી જૈશ-એ-મોહમ્મદના ઝંડા, આતંકવાદી મસૂદ અઝહર સંબંધિત સાહિત્ય, જેહાદી પુસ્તકો, પ્રિન્ટેડ દસ્તાવેજો અને IED બોમ્બ બનાવવા માટે ઉપયોગી સામગ્રી મળી આવી છે. આરોપીઓએ વિસ્ફોટક બનાવવાની પદ્ધતિઓનો અભ્યાસ કર્યો હતો અને અન્ય લોકોને પણ જેહાદી વિચારધારાથી પ્રેરિત કરવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. આ કેસમાં ગુજરાત એટીએસ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ, ગુપ્ત માહિતી અને વિવિધ જિલ્લાની પોલીસ સાથે સંકલન કરીને મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી છે. તપાસ એજન્સીઓ આતંકવાદી નેટવર્ક ઊભું કરવાના પ્રયાસને સમયસર નિષ્ફળ બનાવવામાં સફળ રહી છે. ભરૂચ જિલ્લામાં પણ તપાસ એજન્સીઓ દ્વારા સતર્કતા રાખવામાં આવી રહી છે. સુરક્ષા એજન્સીઓ માને છે કે, દેશવિરોધી પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી અને સમયસર ગુપ્ત માહિતી મળવાથી આવા કાવતરાઓને નિષ્ફળ બનાવવામાં પોલીસ તંત્રની સક્રિય કામગીરી મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. ATSએ પકડેલો આતંકી બિલાલ વર્ષથી કઠવાડાની 'હોટલ દિવ્યા'માં રહેતો આતંકી સંગઠન જૈશ-એ-મહોમ્મદ સાથે સંકળાયેલા પાંચ આતંકીઓને ગુજરાત ATS (એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ)એ 17 જુલાઈએ સિદ્ધપુર, વડગામ અને ભરૂચથી દબોચ્યા હતા. ગુજરાતમાંથી જ થોડા સમય પહેલા ઝડપાયેલા 8 આતંકીઓ સાથે આ તમામ આતંકીઓ સંકળાયેલા હોવાનો ખુલાસો થયો છે. આતંકીઓ ખતરનાક ઈરાદા ધરાવતા હોવાની વિગતો સામે આવ્યા બાદ ગુજરાત ATSએ વધુ તપાસ શરૂ કરી છે. જેમાં ઝડપાયેલા પાંચ આતંકીઓ પૈકીના એક બિલાલ શેરા છેલ્લા એક વર્ષથી કઠવાડાની એક હોટલમાં રોકાયો હતો. હોટલમાં આવતા જતા સીસીટીવી પણ સામે આવ્યા છે. એટીએસની તપાસમાં બિલાલ રાત્રે સૂવા માટે જ હોટલ પર આવતો હતો અને જે પેમેન્ટ કરતો હતો તે રોકડથી જ કરતો હતો. હોટલ દિવ્યાના CCTV સામે આવ્યા કઠવાડાની 'હોટલ દિવ્યા'ના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં બિલાલ શેરા હોટલમાંથી તેના મિત્ર સાથે બહાર નીકળતા જોવા મળી રહ્યો છે. બિલાલ અહીં એક વર્ષથી રહેતો હોવાનું સામે આવ્યું છે. હોટલ પર તે રાત્રે સૂવા માટે જ આવતો હતો અને દિવસભર બહાર રહેતો હતો. હોટલમાં જે પેમેન્ટ કરતો હતો તે ઓનલાઈન કરવાના બદલે રોકડથી જ કરતો હતો. (સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહિં ક્લિક કરો)
    Click here to Read More
    Previous Article
    વડોદરાના શેરખીમાં પોષડોડા, અફીણ સાથે એકની ધરપકડ:21 કિલોથી વધુ નશાકારક પદાર્થોનો જથ્થો જપ્ત, 5 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો
    Next Article
    Boyfriend's Marriage Fixed, Heartbroken Techie Dies By Suicide In Mumbai

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment