Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરા હિટ એન્ડ રનની ઘટનાનો આરોપી ઝડપાયો:હાલોલ તરફ ભાગતા કાર બંધ પડી, ગેરેજમાં મૂકી બ્લેક ફિલ્મ ઉતારી લીધી; આરોપી પાસે લાઇસન્સ નહોતું

    2 days ago

    વડોદરાના અમિત નગર રોડ પર ગત 14 જુલાઈની મોડી રાત્રે એક કાળજું કંપાવનારી હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. નંબર પ્લેટ વિનાની એક i20 કારના ચાલકે બાઇક પર જઈ રહેલા ત્રણ વિદ્યાર્થીઓને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત સર્જીને ફરાર થઈ ગયેલા કાર ચાલકને પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે ઝડપી પાડ્યો છે. સારવાર દરમિયાન એક વિદ્યાર્થીનું મોત આ ભયાનક અકસ્માતમાં મોટરસાયકલ પર સવાર ત્રણેય યુવકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન ઋતુરાજસિંહ નામના યુવકનું કરુણ મોત નીપજ્યું હતું. ઇજાગ્રસ્ત અને મૃતક ત્રણેય યુવકો એમ.એસ. યુનિવર્સિટીમાં પ્રથમ અને ત્રીજા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે અને હોસ્ટેલમાં રહે છે. અકસ્માતમાં ઘાયલ અન્ય એક વિદ્યાર્થી સુજલભાઈ ચૌહાણે આ મામલે હરણી પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. હાલોલ હાઇવે પર કાર બગડતાં આરોપી પકડાયો એસીપી (ACP) જી. બી. બાંભણિયાએ જણાવ્યું હતું કે, અકસ્માત સર્જ્યા બાદ આરોપી પોલીસ પકડથી બચવા પોતાની કાર લઈને સીધો હાલોલ તરફ ભાગી ગયો હતો. વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ હાલોલ નજીક તેની કાર બ્રેકડાઉન (બગડી) થઈ ગઈ હતી. આરોપીએ કારને ટોઇંગ કરવા માટે એજન્સીનો સંપર્ક કર્યો, જેના આધારે પોલીસને સચોટ બાતમી મળી હતી. પોલીસે તાત્કાલિક લોકેશન પર પહોંચીને કારના એન્જિન અને ચેસિસ નંબરના આધારે સરકારી ડેટાબેઝ ચેક કર્યો હતો અને આરોપીની ઓળખ કરી તેને તેના ઘરેથી દબોચી લીધો હતો. આરોપી લાયસન્સ વગર ગાડી ચલાવતો હતો ઝડપાયેલા કાર ચાલકનું નામ હર્ષ મેડા (ઉં.વ. 21, રહે. પલવ પાર્ક સોસાયટી, અમિત નગર પાસે) છે. તે છાણી વિસ્તારમાં એક કાર એસેસરીઝના સ્ટુડિયોમાં નોકરી કરે છે. પોલીસ પૂછપરછમાં આરોપીના ગુનાહિત બેદરકારીના અનેક પુરાવા સામે આવ્યા છે. આરોપી હર્ષ પાસે ગાડી ચલાવવાનું કોઈ કાયદેસરનું ડ્રાઇવિંગ લાયસન્સ જ નથી. અકસ્માત સમયે ગાડી પર કોઈ નંબર પ્લેટ લગાવેલી નહોતી. અકસ્માત બાદ પકડાઈ જવાના ડરથી આરોપીએ કારના કાચ પર મારેલી બ્લેક ફિલ્મ પોતે જ ઉખાડીને ફેંકી દીધી હતી જેથી ગાડી ઓળખાય નહીં. 70થી 80ની સ્પીડ અને નશાની શંકા પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ અકસ્માત સમયે કારની ઝડપ 70થી 80 કિમી/કલાકની હતી. આરોપીએ કબૂલ્યું હતું કે, સ્પીડમાં અચાનક એક્સિલેટર પર પગ દબાઈ જતાં તેણે કાર પરથી કાબૂ ગુમાવ્યો હતો. અકસ્માત સમયે આરોપી નશાની હાલતમાં હતો કે નહીં તે સ્પષ્ટ કરવા માટે તેના બ્લડ સેમ્પલ લઈને એફએસએલ (FSL) માં મોકલવામાં આવ્યા છે. જો કે, આરોપીએ બચાવમાં એવો દાવો કર્યો છે કે તેની માતા હોસ્પિટલમાં દાખલ હોવાથી તે મોડી રાત્રે ઉતાવળમાં હોસ્પિટલ જવા નીકળ્યો હતો. હાલમાં હરણી પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને જેલ ભેગો કર્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    બિરજ પટેલે નેશનલ ટગ ઓફ વોર ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ જીત્યો:ચારુસેટ યુનિવર્સિટીના વિદ્યાર્થીએ ગુજરાતનું ગૌરવ વધાર્યું
    Next Article
    KGBV હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગમાં ABVPની કલેક્ટરને રજૂઆત:આવેદનપત્ર પાઠવી જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment