Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    KGBV હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગમાં ABVPની કલેક્ટરને રજૂઆત:આવેદનપત્ર પાઠવી જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ

    2 days ago

    સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (KGBV)ની હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના બની હતી. આ મામલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) સુરેન્દ્રનગર જિલ્લા એકમે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. ABVPના જિલ્લા સંયોજક યશરાજસિંહ સોલંકી દ્વારા અપાયેલા આવેદનમાં જણાવાયું છે કે હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને પીરસવામાં આવેલા ભોજનમાં ગંભીર બેદરકારીના કારણે અનેક વિદ્યાર્થિનીઓ ફૂડ પોઈઝનિંગનો ભોગ બની હતી. તેમને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી. આ ઘટના હોસ્ટેલ પ્રશાસન, મેસ સંચાલકો તેમજ ફૂડ કોન્ટ્રાક્ટરની બેદરકારી દર્શાવે છે. વિદ્યાર્થી પરિષદે જિલ્લા કલેક્ટર સમક્ષ ત્રણ મુખ્ય માંગણીઓ રજૂ કરી છે. જેમાં હોસ્ટેલના તમામ જવાબદારો સામે તાત્કાલિક તપાસ કરીને કડક કાનૂની કાર્યવાહી કરવા, મેસ કોન્ટ્રાક્ટર સહિત સંબંધિત અધિકારીઓની જવાબદારી નક્કી કરી તેમના કરાર રદ કરી બ્લેકલિસ્ટ કરવા, અને જિલ્લામાં આવેલી તમામ વિદ્યાર્થી હોસ્ટેલોમાં ભોજનની ગુણવત્તાનું નિયમિત અને આકસ્મિક નિરીક્ષણ હાથ ધરવાનો સમાવેશ થાય છે. ABVPએ ચેતવણી આપી છે કે જો આગામી દિવસોમાં જવાબદારો સામે સંતોષકારક કાર્યવાહી કરવામાં નહીં આવે, તો વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે.
    Click here to Read More
    Previous Article
    વડોદરા હિટ એન્ડ રનની ઘટનાનો આરોપી ઝડપાયો:હાલોલ તરફ ભાગતા કાર બંધ પડી, ગેરેજમાં મૂકી બ્લેક ફિલ્મ ઉતારી લીધી; આરોપી પાસે લાઇસન્સ નહોતું
    Next Article
    પોલીસ માટે શરમજનક કિસ્સો, કોર્ટનો DySP-PI સામે ફરિયાદનો આદેશ:આરોપી પોલીસ સ્ટેશનમાં બેઠો હતો અને પોલીસે કહ્યું મળતો નથી, વીડિયો જોઈને કેશોદ કોર્ટ બગડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment