Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસ માટે શરમજનક કિસ્સો, કોર્ટનો DySP-PI સામે ફરિયાદનો આદેશ:આરોપી પોલીસ સ્ટેશનમાં બેઠો હતો અને પોલીસે કહ્યું મળતો નથી, વીડિયો જોઈને કેશોદ કોર્ટ બગડી

    3 days ago

    કુતિયાણાના ખૂનપુરના એક શખસે ભરણપોષણ ન ચૂકવતા કેશોદની કોર્ટે તેને સજા ફટકારી હતી. આરોપી પોલીસ સ્ટેશનમાં હાજર હોવાના CCTV પુરાવા મળ્યા હોવા છતાં, પોલીસ અધિકારીઓએ તેને જેલ હવાલે કરવાને બદલે અગમ્ય કારણોસર જવા દીધો હતો. કેશોદની કોર્ટે ભરણપોષણના કેસમાં વોરંટની બજવણીમાં ગોલમાલ કરવા બદલ પોરબંદરના હેડક્વાર્ટર DYSP, કુતિયાણાના PI અને એક હેડ કોન્સ્ટેબલ સહિત ત્રણ પોલીસ અધિકારીઓ સામે FIR નોંધવાનો આદેશ કર્યો છે. આ ઘટનાથી પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે. શું છે સમગ્ર મામલો? કુતિયાણાના ખૂનપુરના અરજદાર માયાબેન કાનજી મકવાણાએ તેમના પતિ રણછોડ રાયમલ વિરમગામા વિરુદ્ધ ભરણપોષણ વસૂલવા માટે માળિયાહાટીના કોર્ટમાં અરજી કરી હતી, જે આંશિક રીતે મંજૂર થઈ હતી અને માસિક રૂ. 2000 ચૂકવવાનો આદેશ થયો હતો. આ કેસ બાદમાં કેશોદ ફેમિલી કોર્ટમાં ટ્રાન્સફર થયો હતો. બે વર્ષ વીતી ગયા છતાં પોલીસે સજા વોરંટની બજવણી ન કરી ભરણપોષણના કેસમાં બે વર્ષ જેટલો સમય વીતી જવા છતાં કુતિયાણા પોલીસે સજા વોરંટની બજવણી કરી ન હતી. આ બેદરકારી બદલ કેશોદની કોર્ટે 17મી જૂન 2026ના રોજ પોરબંદરના જિલ્લા પોલીસવડા ભગીરથસિંહ જાડેજાને પણ કારણદર્શક નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો હતો. જોકે, જિલ્લા પોલીસવડાનો તા. 10/7/26નો ખુલાસા અહેવાલ પણ અદાલતે નામંજૂર કર્યો હતો. વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાવવાનો આદેશ કર્યો કેશોદ ફેમિલી કોર્ટના પ્રિન્સિપાલ જજ પી.એચ. સિંહે કુતિયાણા પોલીસ સ્ટેશનના PI એમ.ડી. વાળા, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ડી.એચ. જાડેજા અને પોરબંદર મુખ્ય મથકના નાયબ પોલીસ અધિક્ષક વિરુદ્ધ કેશોદ પોલીસ સ્ટેશનમાં BNS 2023 અને ગુજરાત પોલીસ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાવવાનો ઐતિહાસિક આદેશ કર્યો છે. તેમજ આ અંગે પાંચ દિવસમાં કાર્યવાહીનો લેખિત અહેવાલ કોર્ટમાં રજૂ કરવા પણ સૂચના આપવામાં આવી છે. અદાલતે તેના હુકમની નકલ રાજ્યના ડી.જી.પી. અને જૂનાગઢના રેન્જ આઈ.જી.ને પણ મોકલવા સૂચના આપી છે. CCTV ફૂટેજની તપાસ દરમિયાન સમગ્ર મામલો ખુલ્લો પડ્યો કોર્ટની નોટિસ બાદ કુતિયાણા પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ બચાવના પ્રયાસરૂપે સરકારી વોરંટ રજિસ્ટરમાં છેડછાડ કરી કોર્ટ સમક્ષ ખોટો અહેવાલ રજૂ કર્યો હતો કે, સજા વોરંટ અગાઉ જ ટપાલ મારફતે કોર્ટમાં પરત મોકલી આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ તે ગુમ થઈ ગયું હતું. જોકે, CCTV ફૂટેજની તપાસ દરમિયાન સમગ્ર મામલો ખુલ્લો પડી ગયો હતો. ફૂટેજમાં આરોપી 30 જૂનના રોજ રાત્રે કુતિયાણા પોલીસ સ્ટેશનમાં હાજર હોવાનું સ્પષ્ટ જોવા મળ્યું હતું. તેમ છતાં પોલીસે તેની ધરપકડ કરી જેલ હવાલે કરવાના બદલે તેને ગેરકાયદેસર રીતે છૂટ આપી હતી અને બીજા દિવસે સવારે સરકારી વાહનમાં બેસાડીને જવા દીધો હોવાનો આરોપ છે. પોરબંદર હેડક્વાર્ટરના ડીવાયએસપી દ્વારા આ મામલે પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોતાના તાબાના પોલીસ કર્મચારીઓ તેમજ આરોપી રણછોડને બચાવવાના ઇરાદાથી સત્ય છુપાવી કોર્ટ સમક્ષ અધૂરો અને ખોટો તપાસ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હોવાનું કોર્ટના હુકમમાં નોંધાયું છે. ઉલ્લેખનીય છે કે, PI એમ. ડી.વાળા અને હેડ કોન્સ્ટેબલ ડી.એચ. જાડેજા વિરુધ્ધ ગંભીર કલમો હેઠળ ફરિયાદ દાખલ થશે. જેમાં આ કેસમાં કોર્ટના આદેશ મુજબ બી.એન.એસ. 2023ની કલમ 198, 199, 201, 208, 210, 211, 212, 217, 223, 227, 228, 229, 233, 238, 240, 249, 255, 256, 259, 260, 335, 336, 337, 338, 339, 340 તથા 54 તેમજ ગુજરાત પોલીસ એક્ટની કલમ 145(3) મુજબ કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા હુકમ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    KGBV હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગમાં ABVPની કલેક્ટરને રજૂઆત:આવેદનપત્ર પાઠવી જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ
    Next Article
    અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીમાં આગ, 2ના મોત:10 ઈજાગ્રસ્ત, ફાયરબ્રિગેડની પાંચથી વધુ ગાડીઓ ઘટનાસ્થળે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment