Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બિરજ પટેલે નેશનલ ટગ ઓફ વોર ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ જીત્યો:ચારુસેટ યુનિવર્સિટીના વિદ્યાર્થીએ ગુજરાતનું ગૌરવ વધાર્યું

    1 day ago

    ચારુસેટ યુનિવર્સિટી સંલગ્ન ચંદાબેન મોહનભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન્સ (CMPICA)ના વિદ્યાર્થી બિરજ પટેલે રાષ્ટ્રીય ટગ ઓફ વોર ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતીને યુનિવર્સિટી અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. તેમણે 39મી સિનિયર મેન નેશનલ ટગ ઓફ વોર ચેમ્પિયનશિપ (આઉટડોર)માં ગુજરાત સ્ટેટ ટગ ઓફ વોર ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ ચેમ્પિયનશિપ 27થી 29 જૂન, 2026 દરમિયાન જમ્મુ-કાશ્મીરના કુલગામ ખાતે યોજાઈ હતી. સ્પર્ધાનું આયોજન જમ્મુ એન્ડ કાશ્મીર ટગ ઓફ વોર એસોસિએશન દ્વારા ટગ ઓફ વોર ફેડરેશન ઓફ ઇન્ડિયા (TWFI)ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. બિરજ પટેલની આ સિદ્ધિ બદલ ગુજરાત સ્ટેટ ટગ ઓફ વોર એસોસિએશનના પ્રમુખ અશોક રાવલ અને મંત્રી રાજેશભાઈ પટેલે તેમને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. તેમણે બિરજને ભવિષ્યમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં વધુ સફળતા પ્રાપ્ત કરવા માટે શુભેચ્છાઓ પણ આપી હતી. ચારુસેટ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ. અતુલ પટેલ, રજિસ્ટ્રાર ડૉ. બિનિત પટેલ, ફેકલ્ટી ઓફ કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એપ્લીકેશન્સના ડીન ડૉ. સંસ્કૃતિ પટેલ, CMPICA ના પ્રિન્સિપાલ ડૉ. ધર્મેન્દ્ર પટેલ તેમજ આસિસ્ટન્ટ ડિરેક્ટર ડૉ. પ્રિતેશ પટેલે પણ બિરજ પટેલને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે બિરજની મહેનત, સમર્પણ અને રમત પ્રત્યેની નિષ્ઠાની પ્રશંસા કરી હતી અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેઓ ભવિષ્યમાં પણ ચારુસેટ, ગુજરાત અને દેશનું નામ રોશન કરશે.
    Click here to Read More
    Previous Article
    બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂરનો પતિ આનંદ અહુજા મુશ્કેલીમાં:કંપનીની બહાર સેંકડો વર્કર્સનું ઉગ્ર પ્રદર્શન, કામ છોડ્યું; કેસ કરવાની ધમકી મળતા મામલો ગરમાયો
    Next Article
    વડોદરા હિટ એન્ડ રનની ઘટનાનો આરોપી ઝડપાયો:હાલોલ તરફ ભાગતા કાર બંધ પડી, ગેરેજમાં મૂકી બ્લેક ફિલ્મ ઉતારી લીધી; આરોપી પાસે લાઇસન્સ નહોતું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment