Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂરનો પતિ આનંદ અહુજા મુશ્કેલીમાં:કંપનીની બહાર સેંકડો વર્કર્સનું ઉગ્ર પ્રદર્શન, કામ છોડ્યું; કેસ કરવાની ધમકી મળતા મામલો ગરમાયો

    1 day ago

    હરિયાણાના ફરીદાબાદમાં બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂરના પતિ આનંદ આહુજાની કંપનીમાં સેંકડો કર્મચારીઓ પ્રદર્શન કરી રહ્યા છે. કર્મચારીઓ કામ છોડીને કંપનીની બહાર એક પાર્કમાં એકઠા થયા. મહિલા કર્મચારીઓ કંપનીના ગેટ પાસે જ બેસી ગઈ. પ્રદર્શનકારીઓનું કહેવું છે કે- કંપની પહેલા પગાર સાથે 20 ટકા બોનસ આપતી હતી. જેને હવે ઘટાડીને 8 ટકા કરી દીધું છે. કંપની પોતાના ફાયદા માટે સતત કાપ મૂકી રહી છે. કંપની પ્રશાસને હોબાળો વધતો જોઈને પોલીસ બોલાવી. પોલીસે પણ કર્મચારીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમણે બોનસ ન વધે ત્યાં સુધી કામ પર પરત ફરવાનો ઇનકાર કરી દીધો. સેક્ટર-28 સ્થિત આનંદ આહુજાની કંપની શાહી એક્સપોર્ટ લેડી ક્લોથિંગ એક્સપોર્ટનું કામ કરે છે. પુરુષોની સાથે કંપનીમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ કામ કરે છે. કંપનીમાં લગભગ 6 હજાર કર્મચારીઓ કામ કરે છે. ભાસ્કરે કંપનીનો પક્ષ જાણવાનો પ્રયાસ કર્યો. ત્યાં હાજર રિસેપ્શનિસ્ટે કહ્યું કે આજે રજા છે, કંપની મેનેજમેન્ટ સાથે વાત થઈ શકતી નથી. એટલું ચોક્કસ કહ્યું કે કંપનીમાં કામ સુચારુ ચાલી રહ્યું છે. થોડા જ કર્મચારીઓ બહાર છે. હવે વાંચો, કર્મચારીઓ શા માટે પ્રદર્શન કરી રહ્યા છે… કર્મચારીઓ બોલ્યા- અધિકારીઓની સેલરી વધી રહી છે પ્રદર્શન કરી રહેલા કર્મચારીઓએ આરોપ લગાવ્યો કે કંપનીના વરિષ્ઠ અધિકારીઓની સેલરી સતત વધી રહી છે. તેમની સુવિધાઓમાં પણ વધારો થઈ રહ્યો છે. જ્યારે નાના કર્મચારીઓનો બોનસ પણ કાપવામાં આવી રહ્યો છે. કંપનીએ કોરોના સમયગાળા પછી પણ બોનસ ઘટાડવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને ત્યારે જ કર્મચારીઓએ નકારી દીધો હતો. તે સમયે પણ કંપનીમાં વિરોધ-પ્રદર્શન થયું હતું. હવે ફરીથી કંપની બોનસ ઘટાડી રહી છે. પોલીસે કહ્યું- હાલ સ્થિતિ નિયંત્રણમાં છે કંપનીના ગેટ પર કર્મચારીઓના પ્રદર્શનની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે કર્મચારીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ કર્મચારીઓ બોનસ આપવાની માંગ પર અડગ રહ્યા. પોલીસ પ્રવક્તા યશપાલનું કહેવું છે કે- કર્મચારીઓએ પોતાની માંગને લઈને કામ બંધ કર્યું છે. કેટલાક કર્મચારીઓ કંપનીમાં કામ કરી રહ્યા નથી. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. ગ્રાફિક્સમાં સોનમ કપૂરને જાણો:-
    Click here to Read More
    Previous Article
    Moderate rain to return to Mumbai from weekend
    Next Article
    બિરજ પટેલે નેશનલ ટગ ઓફ વોર ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ જીત્યો:ચારુસેટ યુનિવર્સિટીના વિદ્યાર્થીએ ગુજરાતનું ગૌરવ વધાર્યું

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment