Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગર મનપાનો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સનો અમલ:શાળાઓમાં વિશેષ જાગૃતિ કાર્યક્રમો, વર્કશોપ અને પ્રેઝન્ટેશનનું આયોજન

    1 day ago

    સુરેન્દ્રનગર મહાનગરપાલિકાએ શહેરમાં 4 પ્રકારના કચરાના ફરજિયાત વર્ગીકરણ અને ડોર-ટુ-ડોર સંગ્રહ વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા માટે વ્યાપક જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે. આ પહેલ કેન્દ્ર સરકારના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ-2026ના અમલીકરણના ભાગરૂપે હાથ ધરવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ વોર્ડમાં આ જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. નાગરિકોને ભીનો, સુકો, જોખમી અને આરોગ્ય સંબંધિત એમ ચાર પ્રકારના કચરાનું વર્ગીકરણ કરવાની માહિતી આપવામાં આવી રહી છે. મહાનગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે ડોર-ટુ-ડોર કલેક્શન વાહનો દ્વારા હવે માત્ર વર્ગીકૃત કચરાનો જ સ્વીકાર કરવામાં આવશે. આ અભિયાન અંતર્ગત, શહેરની મહાનગરપાલિકા સંચાલિત શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે વિશેષ જાગૃતિ કાર્યક્રમો, વર્કશોપ અને પ્રેઝન્ટેશનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમોમાં કચરાના યોગ્ય વર્ગીકરણનું મહત્વ, સ્વચ્છતા જાળવવાની આદતો અને પર્યાવરણ સંરક્ષણ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે. મહાનગરપાલિકાના જણાવ્યા મુજબ, આ અભિયાનનો મુખ્ય હેતુ શહેરને સ્વચ્છ, સ્વસ્થ અને કચરામુક્ત બનાવવાનો છે. આ સાથે, વૈજ્ઞાનિક કચરા વ્યવસ્થાપન દ્વારા પર્યાવરણનું સંરક્ષણ કરવાનો પણ લક્ષ્ય રાખવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાએ તમામ નાગરિકો, રહેણાંક સોસાયટીઓ, વેપારીઓ, સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓને આ અભિયાનમાં સક્રિય સહભાગી બનવા અપીલ કરી છે. ઘરે-ઘરે કચરાનું યોગ્ય વર્ગીકરણ કરીને ડોર-ટુ-ડોર કલેક્શન વાહનમાં આપવાથી શહેરને વધુ સ્વચ્છ અને સુંદર બનાવવામાં સૌનો સહયોગ મહત્વપૂર્ણ બનશે.
    Click here to Read More
    Previous Article
    ભાવનગરમાં દેહવ્યાપારના કેસમાં પ્રથમવાર પાસાનો હુકમ:મહિલા સંચાલિકાની અટકાયત કરી ભુજની જેલમાં ધકેલાઈ
    Next Article
    PSIને વધુ રિમાન્ડ ન મળ્યા, જેલમાં મોકલાયા:40 હજારની લાંચ કેસમાં કોર્ટે અરજી ફગાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment