Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PSIને વધુ રિમાન્ડ ન મળ્યા, જેલમાં મોકલાયા:40 હજારની લાંચ કેસમાં કોર્ટે અરજી ફગાવી

    एक दिन पहले

    ભુજમાં ૪૦ હજાર રૂપિયાની કથિત લાંચના કેસમાં ફરાર રહેલા વાયોર પોલીસ સ્ટેશનના PSI ઈન્દ્રવિજયસિંહ ગોહિલને કોર્ટે વધુ રિમાન્ડ આપવાનો ઇનકાર કર્યો છે. એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા ચાર દિવસના વધારાના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, જે કોર્ટે નામંજૂર કરતા આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો છે. આ સમગ્ર મામલો ત્યારે ચર્ચામાં આવ્યો હતો જ્યારે ACBએ ભુજના ગાયત્રી મંદિર રોડ પર લાંચના આરોપસર ટ્રેપ ગોઠવી હતી. તપાસ એજન્સી મુજબ, PSIએ ફરિયાદી પાસેથી પોતાની કારમાં 40 હજાર રૂપિયાની લાંચ સ્વીકારી હતી. જોકે, ટ્રેપની જાણ થતાં જ આરોપી રોકડ રકમ સાથે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ફરાર રહ્યા બાદ PSI ગોહિલે 14 જુલાઈના રોજ ACB સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. ત્યારબાદ ACBએ પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, પરંતુ કોર્ટે માત્ર બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડ દરમિયાન તપાસ અધિકારીઓએ આરોપીની પૂછપરછ કરી હતી, પરંતુ આરોપીએ લાંચની રકમ લીધી હોવાનો ઇનકાર જાળવી રાખ્યો હતો. તપાસમાં ખાસ રસાયણયુક્ત પાઉડર લગાવેલી ચલણી નોટોની શોધખોળ પણ કરવામાં આવી હતી, પરંતુ તે મળી આવી ન હતી. આ ઉપરાંત, આરોપીના નિવાસસ્થાન અને બેન્ક લોકરની પણ તપાસ કરવામાં આવી હતી. જોકે, ત્યાંથી કોઈ શંકાસ્પદ સામગ્રી કે મહત્વનો પુરાવો મળ્યો ન હોવાનું જાણવા મળે છે. હાલમાં, કોર્ટના આદેશ બાદ PSI ઈન્દ્રવિજયસિંહ ગોહિલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. ભુજ ACBના ઇન્સ્પેક્ટર જે. જે. ચૌધરી આ કેસની વધુ તપાસ કરી રહ્યા છે. આગામી દિવસોમાં નવા પુરાવા અને કોર્ટમાં રજૂ થનારા દસ્તાવેજોના આધારે આ કેસમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગર મનપાનો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સનો અમલ:શાળાઓમાં વિશેષ જાગૃતિ કાર્યક્રમો, વર્કશોપ અને પ્રેઝન્ટેશનનું આયોજન
    Next Article
    US Woman Mistook Pregnancy Symptoms For Medication Side Effects, Welcomes Baby Boy Unexpectedly

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment