Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગરમાં દેહવ્યાપારના કેસમાં પ્રથમવાર પાસાનો હુકમ:મહિલા સંચાલિકાની અટકાયત કરી ભુજની જેલમાં ધકેલાઈ

    2 days ago

    ભાવનગર શહેરમાં સ્પાની આડમાં અનૈતિક દેહવ્યાપાર ચલાવતી એક મહિલા વિરુદ્ધ જિલ્લા કલેક્ટર દ્વારા પાસા વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યું છે. આ કાર્યવાહીના પગલે નિલમબાગ પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી તેને ભુજની જેલમાં મોકલી આપી છે. એલસીબીના પીઆઇ એમ. એમ. સરવૈયાએ જણાવ્યું કે, દેહવ્યાપાર કેસમાં પાસા હેઠળ કોઈ મહિલા સામે કાર્યવાહી થઈ હોય તે શહેરની આ પ્રથમ ઘટના છે. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પાસાની દરખાસ્ત મંજૂર આ અંગે મળતી માહિતી મુજબ, ​પોલીસ મહાનિરીક્ષક ભાવનગર રેન્જ અને પોલીસ અધિક્ષક દ્વારા પ્રોહીબીશન, મિલકત અને શરીર સંબંધિત ગુનાઓ તેમજ અનૈતિક દેહવ્યાપાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. ​આ સૂચનાના ભાગરૂપે નિલમબાગ પોલીસે સ્પાની આડમાં દેહવ્યાપાર ચલાવતી મહિલા વિરુદ્ધ પાસા હેઠળ દરખાસ્ત તૈયાર કરીને જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ મોકલી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આ દરખાસ્તને મંજૂરી આપી પાસા વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યું હતું. ધરપકડ બાદ ભુજની જેલમાં મોકલાઈ ​પોલીસ દ્વારા કરવામાં આવેલી પાસા હેઠળ મહિલાની ધરપકડ કરી ભુજની ખાસ જેલમાં મોકલી આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    અમરેલી એરપોર્ટ પ્રોજેક્ટ ઝડપી અમલ કરવા માગ:જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીએ કેન્દ્રીય મંત્રીને પત્ર લખ્યો
    Next Article
    સુરેન્દ્રનગર મનપાનો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સનો અમલ:શાળાઓમાં વિશેષ જાગૃતિ કાર્યક્રમો, વર્કશોપ અને પ્રેઝન્ટેશનનું આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment