Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલી એરપોર્ટ પ્રોજેક્ટ ઝડપી અમલ કરવા માગ:જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીએ કેન્દ્રીય મંત્રીને પત્ર લખ્યો

    3 days ago

    અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીએ કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીને પત્ર લખી અમરેલી ખાતે પ્રસ્તાવિત ગ્રીનફિલ્ડ એરપોર્ટ પ્રોજેક્ટને ઝડપથી અમલમાં મૂકવા રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું કે આ પ્રોજેક્ટ અમરેલી અને આસપાસના વિસ્તારો માટે અત્યંત લાભદાયી સાબિત થશે. કાનાણીએ પત્રમાં જણાવ્યું કે અમરેલી જિલ્લો સૌરાષ્ટ્રનું એક મહત્વપૂર્ણ કૃષિ, વેપાર અને ઔદ્યોગિક કેન્દ્ર છે. ખાસ કરીને હીરા ઉદ્યોગ, કૃષિ આધારિત વ્યવસાય અને પશુપાલન ક્ષેત્રે જિલ્લાનું નોંધપાત્ર યોગદાન છે. તેમ છતાં, હવાઈ જોડાણના અભાવે જિલ્લાના આર્થિક વિકાસની ગતિ મર્યાદિત રહી છે. તેમણે ઉમેર્યું કે એરપોર્ટના વિકાસથી આર્થિક વિકાસને વેગ મળશે. હીરા ઉદ્યોગ, કૃષિ ઉત્પાદનો અને અન્ય સ્થાનિક ઉદ્યોગોને દેશ-વિદેશના બજારો સાથે ઝડપી જોડાણ મળશે, જેનાથી વેપાર અને રોકાણમાં વધારો થશે. આ ઉપરાંત, ગીર અભયારણ્ય, સોમનાથ, તુલસીશ્યામ જેવા પર્યટન સ્થળો સુધી પ્રવાસીઓ માટે સરળ પહોંચ ઉપલબ્ધ બનશે, જે પર્યટન ક્ષેત્રને પ્રોત્સાહન આપશે. એરપોર્ટ અને તેની આસપાસની સુવિધાઓથી સ્થાનિક યુવાનો માટે રોજગારીની તકો પણ ઊભી થશે. કાનાણીએ પત્રમાં ઉલ્લેખ કર્યો કે ભારત સરકારની ‘ઉડાન’ યોજના અંતર્ગત નાગરિક ઉડ્ડયન મંત્રાલયે અમરેલી ખાતે એરપોર્ટના વિકાસને પ્રાથમિકતા આપી છે. આ પ્રોજેક્ટ માટે જરૂરી શક્યતા અહેવાલ (Feasibility Report) અને ટેકનિકલ સર્વેનું કાર્ય લગભગ બે વર્ષ પહેલાં પૂર્ણ થઈ ચૂક્યું છે. જોકે, સર્વે અને રિપોર્ટ પૂર્ણ થયા બાદ પણ પ્રોજેક્ટના અમલીકરણ, જમીન સંપાદન અથવા બાંધકામની કામગીરી અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ પ્રગતિ જોવા મળી નથી. આ લાંબા વિલંબને કારણે અમરેલી જિલ્લાના નાગરિકો, વેપારીઓ, ઉદ્યોગકારો તથા યુવાનોમાં નિરાશાની લાગણી પ્રવર્તી રહી છે. તેમણે કેન્દ્રીય મંત્રીને વિનંતી કરી છે કે અમરેલી ખાતે પ્રસ્તાવિત ગ્રીનફિલ્ડ એરપોર્ટ પ્રોજેક્ટને પ્રાથમિકતા આપીને તેની વહીવટી અને તકનિકી પ્રક્રિયાઓ ઝડપથી પૂર્ણ કરવામાં આવે. આ પ્રોજેક્ટ સાકાર થવાથી માત્ર અમરેલી જ નહીં, પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર પ્રદેશના વિકાસને નવી દિશા મળશે અને ‘ઉડાન’ યોજનાનો વાસ્તવિક લાભ સામાન્ય નાગરિકો સુધી પહોંચશે.
    Click here to Read More
    Previous Article
    Explained: Punjab’s three regions, and the politics behind PM’s project announcements
    Next Article
    ભાવનગરમાં દેહવ્યાપારના કેસમાં પ્રથમવાર પાસાનો હુકમ:મહિલા સંચાલિકાની અટકાયત કરી ભુજની જેલમાં ધકેલાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment