Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વ્યારામાં ભાજપા પ્રદેશ પ્રમુખના હસ્તે વિશ્વકર્મા મંદિરનું ભૂમિપૂજન:ખાતમુહૂર્ત કાર્યક્રમમાં હાજરી આપી વિધિવત પૂજા-અર્ચના કરી, કાર્યકરો અને હોદ્દેદારો સાથે સીધો સંવાદ

    4 days ago

    ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ તાપી જિલ્લાની આકસ્મિક મુલાકાત લીધી હતી. વ્યારા ખાતે નિર્માણ પામનાર વિશ્વકર્મા મંદિરના ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં તેઓ સહભાગી થયા હતા. મંદિરના ભૂમિપૂજન અને ખાતમુહૂર્તમાં હાજરી આપી વિધિવત પૂજા-અર્ચના કરી હતી. વ્યારા ખાતે આયોજિત વિશેષ બેઠકમાં તેમણે સ્થાનિક મીડિયા પ્રતિનિધિઓ, ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો સાથે સીધો સંવાદ સાધીને સંગઠનને પાયાના સ્તરેથી વધુ મજબૂત બનાવવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વિશ્વકર્મા મંદિરનું ભૂમિપૂજન સંગઠનાત્મક બેઠક પૂર્ણ કર્યા બાદ, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા વ્યારા ખાતે નિર્માણ પામનાર વિશ્વકર્મા મંદિરના ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં સહભાગી થયા હતા. પવિત્ર વૈદિક મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર તેમણે વિધિવત પૂજા-અર્ચના કરી મંદિરના નિર્માણ કાર્યની શરૂઆત કરાવી હતી. આ ધાર્મિક મહોત્સવમાં સમગ્ર પંથકના શ્રદ્ધાળુઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંગઠન અને જનસંપર્ક પર ભાર વ્યારા ખાતે યોજાયેલી આ અગત્યની બેઠકમાં પ્રદેશ પ્રમુખે કાર્યકરો અને આગેવાનોને સંબોધતા જણાવ્યું હતું કે, આગામી સમયમાં સંગઠનનું માળખું વધુ સુદ્રઢ બને અને સરકારની જનકલ્યાણકારી યોજનાઓ છેવાડાના નાગરિકો સુધી પહોંચે તે માટે જનસંપર્ક વધારવો અનિવાર્ય છે. તેમણે કાર્યકરોને ઉત્સાહપૂર્વક લોકસેવાના કાર્યોમાં જોડાવા અને સંગઠનની કામગીરીને વેગ આપવા સૂચનો કર્યા હતા. અગ્રણી નેતાઓની ઉપસ્થિતિ આ પ્રવાસ દરમિયાન પ્રદેશ પ્રમુખ સાથે રાજ્ય મંત્રી જયરામ ગામીત, બારડોલી લોકસભા વિસ્તારના સાંસદ પ્રભુ વસાવા, તાપી જિલ્લા ભાજપ પ્રમુખ સૂરજ વસાવા સહિત જિલ્લાના અન્ય પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. તમામ આગેવાનોએ પ્રદેશ પ્રમુખનું સ્વાગત કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    પશ્ચિમ કચ્છ LCBનો જુગાર પર દરોડો, ત્રણ ઝડપાયા:કોટાયા નજીકથી લિસ્ટેડ જુગારી સહિત રોકડ અને વાહનો કબજે
    Next Article
    ‘મફતની મલાઈ બંધ થતાં ખાખીનો આતંક શરૂ’:‘સુરતમાં ચા-નાસ્તો ન આપતા કસ્ટડીમાં લઈ વેપારીને 350થી વધુ ડંડા માર્યા’; સાણંદ પોલીસ મથકમાં આરોપીને ઝાડ સાથે બાંધી માર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment