Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    "સફાઈ કરાવો નહીંતર બીમાર પડશું ને મરી જશું આમાં:"રૂપિયા ન હોઈ છતાં સમયસર ટેક્સ ભરીએ છીએ છતાં સુવિધા કેમ નથી આપતા ? ",રાધિકા, નંદનવન અને શિવમ પાર્કની મહિલાઓ રણચંડી બની, કમિશનરને પાઠવ્યું આવેદનપત્ર

    8 hours ago

    ​જૂનાગઢ શહેર જાણે કે અસુવિધાઓનો પર્યાય બની ગયું હોય તેમ રહીશોને વારંવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ક્યારેક કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર તો ક્યારેક ખરાબ રોડ-રસ્તા, ખુલ્લી ગટરો અને સફાઈના મુદ્દે સ્થાનિક રહીશોએ તંત્ર સામે મોરચો માંડવો પડે છે. જૂનાગઢની જનતા નિયમિત અને સમયસર તમામ ટેક્સ ભરે છે, પરંતુ મહાનગરપાલિકા દ્વારા તેમને બદલામાં કોઈ પણ પ્રકારની પાયાની સુવિધા આપવામાં આવતી નથી તેવા ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. આ પરિસ્થિતિથી કંટાળીને આજે રાધિકા પાર્ક, નંદનવન પાર્ક અને શિવમ પાર્ક સોસાયટીની મહિલાઓ રણચંડી બનીને જૂનાગઢ કમિશનર કચેરી ખાતે પહોંચી હતી અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી હતી. મહિલાઓએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો વહેલી તકે આ સમગ્ર મામલે યોગ્ય નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં તેઓ જલદ આંદોલન કરશે. ​શિવમ પાર્કમાં રહેતા શીતલબેન સોચાએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, તેઓ આ વિસ્તારમાં છેલ્લા ચાર વર્ષથી રહે છે અને સોસાયટી બન્યાને દસેક વર્ષ જેવું થઈ ગયું છે છતાં પરિસ્થિતિમાં કોઈ સુધારો થયો નથી. હજી તો પૂરતો વરસાદ પણ પડ્યો નથી ત્યાં સોસાયટીમાં કાદવ-કીચડનું સામ્રાજ્ય ફેલાઈ ગયું છે, જેના કારણે બાળકોને શાળાએ લેવા-મૂકવા આવતી સ્કૂલ વેન પણ અંદર આવી શકતી નથી અને છોકરાઓ બહાર રમી પણ શકતા નથી. વિસ્તારમાં ગટરનું ઢાંકણું ખુલ્લું હોવાથી એટલી અસહ્ય દુર્ગંધ આવે છે કે લોકોને જમતી વખતે પણ ઊભા થઈ જવું પડે છે. સોસાયટીમાં જ્યાં ત્યાં મોટા મોટા પથ્થરો પડ્યા હોવાથી વાહનો ચલાવવા મુશ્કેલ બન્યા છે અને મોટી ઉંમરના વડીલો માટે ચાલવાની કે બેસવાની કોઈ સગવડ નથી. તેઓ નિયમિત સફાઈ વેરો ભરે છે પણ પૂરતી સાફ-સૂફી થતી નથી, તેથી જો તંત્ર વહેલી તકે સાર્વજનિક પ્લોટ સાફ નહીં કરાવે તો ગંદકીના કારણે લોકો બીમાર પડશે અને મરી જશે. ​બીજી તરફ શિવમ પાર્ક-1 માં રહેતા દક્ષાબેન ગોસ્વામીએ તંત્ર પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા 10 વર્ષથી અહીં રહે છે પરંતુ જ્યારથી આવ્યા છે ત્યારથી આજ દિન સુધી નગરપાલિકાની એક પણ પ્રાથમિક સુવિધા તેમણે જોઈ નથી. રહીશો પાસે આર્થિક સગવડ હોય કે ન હોય, પણ તેઓ કાયદેસર રીતે સમયસર વેરો ભરે છે છતાં સરકાર માન્ય કોઈ પણ સુવિધા સોસાયટીને મળતી નથી. તેમના વિસ્તારમાં આવેલો સાર્વજનિક પ્લોટ લાંબા સમયથી બિનવારસી હાલતમાં પડ્યો છે જ્યાં અસહ્ય ગંદકી ફેલાઈ છે અને ખુલ્લી ગટરોને કારણે સાપ જેવા ઝેરી જીવજંતુઓ નીકળે છે. આવા વાતાવરણમાં રમવા જતા બાળકોને કોઈ જીવજંતુ કરડી જાય અને કોઈ અણબનાવ બને તો તેની જવાબદારી કોણ લેશે તેવો સવાલ તેમણે ઉઠાવ્યો છે. મનપા તંત્રમાં વારંવાર રજૂઆત કરવા છતાં અધિકારીઓ માત્ર શાંતિ રાખવાનું કહીને વાત ટાળી દે છે, જેથી કંટાળીને આજે તેમણે કમિશનર કચેરીના દ્વાર ખખડાવવા પડ્યા છે અને જો હવે યોગ્ય પગલાં નહીં લેવાય તો તેઓ આંદોલનનો માર્ગ અપનાવશે. ​આ જ સોસાયટીના અન્ય એક મહિલા હેતલબેન ગોસ્વામીએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા પાંચ વર્ષથી અહીં રહે છે અને તેમની સોસાયટીની બિલકુલ બાજુમાં આવેલી ગટર સંપૂર્ણપણે ખુલ્લી હાલતમાં છે. આ ખુલ્લી ગટરના કારણે આજુબાજુના લોકો ત્યાં આવીને ગમે તેમ કચરો નાખી જાય છે અને જ્યારે રહીશો તેમને અટકાવે છે ત્યારે તેઓ એવો બચાવ કરે છે કે ગટર ખુલ્લી હોવાથી કચરો નાખવા માટે જ છે. જો તંત્ર આ ગટરને પેક કરી દે તો કોઈ ત્યાં કચરો નાખવાની હિંમત ન કરે. આ ઉપરાંત સોસાયટીની પાછળના ભાગમાં પાણીના ટાંકાની જે પાઇપલાઇન નાખવામાં આવી છે તેનું કામ પણ અધૂરું છોડી દેવાયું છે. નગરપાલિકા જ્યારે પણ પાણી છોડે છે ત્યારે તે બધું પાણી ભરાઈને સોસાયટી તરફ આવે છે. હમણાં થોડી કાંકરી નાખવામાં આવી હોવાથી પાણી ઘરની નજીક નથી આવતું પરંતુ બાજુમાં ભરાઈ રહે છે, જેના લીધે ચોવીસ કલાક મચ્છરોનો ભારે ઉપદ્રવ રહે છે. દર ચોમાસે રહીશોએ આ જ નરકાગારનો સામનો કરવો પડે છે અને તંત્ર માત્ર ટેમ્પરરી કાંકરી નાખીને સંતોષ માની લે છે, પરંતુ રોડ-રસ્તા પાકા ક્યારે બનશે તેનો કોઈ જવાબ આપતું નથી.
    Click here to Read More
    Previous Article
    દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીનું ઓરેન્જ એલર્ટ:આજે 36 તાલુકામાં વરસાદ, અમરેલી-વલસાડમાં ધોધમાર; અમદાવાદ સહિત 17 જિલ્લામાં યલો એલર્ટ
    Next Article
    રાજકોટમાં વરસાદ ખેંચાતા ઘાસચારાનું વિતરણ:કલેકટર કચેરી સંકલન બેઠકમાં ટીલાળાએ કહ્યું-ખાણીપીણીમાં ભેળસેળ કરનારાને છોડશે નહીં, દર્શિતાબેને પૂછ્યું - IT પાર્કનું કામ કેટલે પહોંચ્યું?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment