Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીનું ઓરેન્જ એલર્ટ:આજે 36 તાલુકામાં વરસાદ, અમરેલી-વલસાડમાં ધોધમાર; અમદાવાદ સહિત 17 જિલ્લામાં યલો એલર્ટ

    7 घंटे पहले

    ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. આજે 36 તાલુકામાં સૌથી વધુ વલસાડના ધરમપુરમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે. આજે ગુજરાતના છુટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાક (4 વાગ્યા સુધી) નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. આ વિસ્તારોમાં 40 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શકયતા છે. જ્યારે છોટાઉદેપુર, નર્મદા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથમાં યલો એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ સાથે જ માછીમારોને આજે દરિયો ન ખેડવા માટે સૂચના આપી છે. અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ, અનેક વિસ્તારોમાં મેઘરાજાની મહેર અમરેલી જિલ્લામાં આજે ફરી વરસાદી માહોલ જામ્યો છે. રાજુલા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ નોંધાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. રાજુલા તાલુકાના હિંડોરણા, ભેરાઈ, કડિયાળી, પીપાવાવ ધામ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો, જેના કારણે ખેડૂતો અને સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. બીજી તરફ લાઠી શહેરમાં પણ વરસાદી ઝાપટાં પડતાં ગરમીમાંથી લોકોને રાહત મળી છે. બીજી તરફ, વલસાડ શહેર અને જિલ્લાના કેટલાક છુટાછવાયા વિસ્તારોમાં મેઘરાજાના બીજા રાઉન્ડની શરૂઆત થતા સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. ગીર સોમનાથના ઉનામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. બે સિસ્ટમ સક્રિય, રાજ્યમાં 32% તો અમદાવાદમાં 47% વરસાદની ઘટ હાલ રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મોન્સૂન ટ્રફ સક્રિય છે, જેના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. અમદાવાદમાં પણ આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધી અપેક્ષા કરતાં ઓછો વરસાદ નોંધાયો છે. દ્વારકામાં અત્યાર સુધી 233 મિલીમીટર વરસાદની સામે માત્ર 8.4 મિલીમીટર વરસાદ નોંધાયો છે. એટલે કે દ્વારકામાં 96 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. અમદાવાદમાં 227 મિલીમીટર વરસાદની સામે અત્યાર સુધી 115 મિલીમીટર વરસાદ નોંધાયો છે. અમદાવાદમાં પણ 47 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. સમગ્ર રાજ્યની વાત કરીએ તો અત્યાર સુધીમાં 255.7 મિલીમીટર વરસાદની સામે 137 મિલીમીટર વરસાદ નોંધાયો છે. એટલે કે રાજ્યમાં અત્યાર સુધી 32 ટકા ઓછો વરસાદ નોંધાયો છે.
    Click here to Read More
    Previous Article
    फूट-फूटकर रो पड़े Abhijeet Dipke, Video Viral! | Sonam Wangchuk को उठा ले गई Police | Hunger Strike
    Next Article
    "સફાઈ કરાવો નહીંતર બીમાર પડશું ને મરી જશું આમાં:"રૂપિયા ન હોઈ છતાં સમયસર ટેક્સ ભરીએ છીએ છતાં સુવિધા કેમ નથી આપતા ? ",રાધિકા, નંદનવન અને શિવમ પાર્કની મહિલાઓ રણચંડી બની, કમિશનરને પાઠવ્યું આવેદનપત્ર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment