Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લીમખેડામાં અસામાજિક તત્વોએ જેસીબી વડે મુખ્ય રસ્તો ખોદી નાખ્યો:તાલુકા વિકાસ અધિકારીએ રસ્તો પૂર્વવત કરવા અને કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યા

    2 days ago

    દાહોદ જિલ્લાના લીમખેડામાં પટેલ ફળિયાથી હાઈવેને જોડતા મુખ્ય માર્ગ પર અસામાજિક તત્વોએ મોડી સાંજે જેસીબી ફેરવીને રસ્તો ખોદી નાખ્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ તોડફોડને કારણે રસ્તા વચ્ચે મોટો ખાડો પડી જતાં સ્થાનિક રહીશો, વાહનચાલકો અને રાહદારીઓની અવરજવર સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. આ મુખ્ય માર્ગ બંધ થવાના કારણે પશુપાલકોને પોતાના પશુઓને લઈને જંગલ તરફ ચરાવવા જવા માટે લાંબો ફેરો ફરવો પડી રહ્યો છે. આ ઉપરાંત, સ્થાનિક નાના બાળકો પણ શાળા કે અન્ય કામ માટે આ રસ્તેથી પસાર થતા હોવાથી, રસ્તા વચ્ચે કરાયેલો આ ઊંડો ખાડો અકસ્માત સર્જી શકે તેમ હોઈ તેમના જીવનું જોખમ પણ વધી ગયું છે, જેને પગલે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને લીમખેડાના તાલુકા વિકાસ અધિકારી (TDO) એ તાત્કાલિક એક્શન લીધા છે. તેમણે સ્થાનિક ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અને સરપંચને તાત્કાલિક સ્થળ મુલાકાત લેવાની સૂચના આપી છે. વહીવટીતંત્ર દ્વારા આ ખાડાને તાત્કાલિક પુરીને રસ્તો ફરી શરૂ કરવા અને જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાના આદેશ અપાયા છે.
    Click here to Read More
    Previous Article
    બીલીમોરા કોલેજમાં NEP ઓરિએન્ટેશન કાર્યક્રમ:વિદ્યાર્થીઓને નવી શિક્ષણ નીતિ અને કારકિર્દી માર્ગદર્શન મળ્યું
    Next Article
    બીલીમોરા કોલેજમાં GST જાગૃતિ કાર્યક્રમ યોજાયો:વિદ્યાર્થીઓને કારકિર્દીની તકો વિશે માર્ગદર્શન અપાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment