Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બીલીમોરા કોલેજમાં GST જાગૃતિ કાર્યક્રમ યોજાયો:વિદ્યાર્થીઓને કારકિર્દીની તકો વિશે માર્ગદર્શન અપાયું

    1 day ago

    બીલીમોરાની એ. વી. પટેલ કોમર્સ કોલેજમાં દ્વિતીય વર્ષ બી. કોમ. ના વિદ્યાર્થીઓ માટે GST જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કોલેજના IQAC, કેરિયર ગાઈડન્સ અને એકાઉન્ટન્સી વિભાગના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડો. સોનલબેન વસાવાના નેતૃત્વમાં યોજાયો હતો. વલસાડ શહેરના જાણીતા એડવોકેટ અલ્પ ઉપાધ્યાયે તજજ્ઞ વક્તા તરીકે વિદ્યાર્થીઓને GST વિષય પર સરળ શૈલીમાં વિસ્તૃત ચર્ચા કરી હતી. ઉપાધ્યાયે વિદ્યાર્થીઓને ભવિષ્યની કારકિર્દી માટે ઉપલબ્ધ વિવિધ તકો અંગે ઉપયોગી માહિતી પણ આપી હતી. મોટી સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને તેમના પ્રશ્નોના સંતોષકારક જવાબો મેળવી GST અંગે સ્પષ્ટ સમજણ પ્રાપ્ત કરી હતી. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને વિદ્યાર્થિની યશ્વી પટેલ દ્વારા ઇશ પ્રાર્થનાથી થઈ હતી. આ કાર્યક્રમનું આયોજન અને સફળ સંચાલન પ્રા. વર્ષાબેન રાણા દ્વારા કરવામાં આવ્યું હતું. અંતે, ડો. હિતેશ શર્મા દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    લીમખેડામાં અસામાજિક તત્વોએ જેસીબી વડે મુખ્ય રસ્તો ખોદી નાખ્યો:તાલુકા વિકાસ અધિકારીએ રસ્તો પૂર્વવત કરવા અને કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યા
    Next Article
    અમરોલી કોલેજમાં વિદ્યાર્થીઓનો ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો:શૈક્ષણિક સિદ્ધિ અને NCC કેડેટ્સને સન્માનિત કરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment