Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બીલીમોરા કોલેજમાં NEP ઓરિએન્ટેશન કાર્યક્રમ:વિદ્યાર્થીઓને નવી શિક્ષણ નીતિ અને કારકિર્દી માર્ગદર્શન મળ્યું

    2 days ago

    બીલીમોરાની એ. વી. પટેલ કોમર્સ કોલેજમાં પ્રથમ વર્ષ બી.કોમ.ના વિદ્યાર્થીઓ માટે નવી શિક્ષણ નીતિ (NEP-2020) ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને વિષય પસંદગી અને કારકિર્દીલક્ષી કૌશલ્યોના વિકાસ માટે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવાનો હતો. કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડૉ. સોનલબેન વસાવાના માર્ગદર્શન હેઠળ અને IQAC સેલના અધ્યક્ષ પ્રાધ્યાપિકા વર્ષાબેન રાણાના નેતૃત્વમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ડૉ. એપીજે અબ્દુલ કલામ ગવર્નમેન્ટ કોલેજ, સેલવાસના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. હિમાંશુભાઈ ચાપાની તજજ્ઞ વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ડૉ. ચાપાનીએ વિદ્યાર્થીઓને નવી શિક્ષણ નીતિના મુખ્ય ઉદ્દેશો, વિષય પસંદગીની પ્રક્રિયા, મલ્ટિડિસિપ્લિનરી અભ્યાસની તકો, સ્કિલ ડેવલપમેન્ટ અને ભવિષ્યની કારકિર્દી માટેના વિવિધ અવસરો વિશે વિસ્તૃત માહિતી આપી હતી. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તેમણે પોતાના પ્રશ્નો પૂછ્યા હતા અને તેના સંતોષકારક જવાબો મેળવી નવી શિક્ષણ નીતિ અંગે સ્પષ્ટ સમજ પ્રાપ્ત કરી હતી. કાર્યક્રમના અંતે પ્રાધ્યાપિકા પ્રિયાબેન ટંડેલ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પ્રાધ્યાપક ડૉ. ભાવેશ પચ્ચીગર દ્વારા કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    રાહી ફાઉન્ડેશન દ્વારા 800 શ્રમજીવી પરિવારોને ખીચડી-છાશ વિતરણ:પીરાણા રોડ અને ગુલાબનગરમાં આંગણવાડી કેન્દ્રો ખાતે કરાયું આયોજન
    Next Article
    લીમખેડામાં અસામાજિક તત્વોએ જેસીબી વડે મુખ્ય રસ્તો ખોદી નાખ્યો:તાલુકા વિકાસ અધિકારીએ રસ્તો પૂર્વવત કરવા અને કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment