Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કચ્છ અને મુંબઈ વચ્ચે દોડતી અનેક ટ્રેનો રદ્દ કરાઈ:આધુનિકીકરણના કામને કારણે જુલાઈ અને ઓગસ્ટમાં ટ્રેનો સંપૂર્ણ બંધ રહેશે

    8 hours ago

    પશ્ચિમ રેલવેએ કચ્છ અને મુંબઈ વચ્ચે મુસાફરી કરતા હજારો યાત્રીઓ માટે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. સામખિયાલી–વોંધ–ભચાઉ રેલખંડ પર ક્વાડ્રુપ્લીંગ (ચાર લાઇન) અને આધુનિક ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમના કામને કારણે આગામી દિવસોમાં કેટલીક ટ્રેનોના સંચાલનને અસર થશે. જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ, 09415 ગાંધીધામ–ભુજ એક્સપ્રેસ અને 09416 ભુજ–ગાંધીધામ એક્સપ્રેસ 23 જુલાઈ અને 30 જુલાઈ 2026ના રોજ સંપૂર્ણપણે રદ્દ રહેશે. આ ઉપરાંત, 12965 બાંદ્રા ટર્મિનસ–ભુજ એક્સપ્રેસ 28 જુલાઈ અને 4 ઓગસ્ટ 2026ના રોજ, તેમજ 12966 ભુજ–બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ 24 જુલાઈ અને 31 જુલાઈ 2026ના રોજ રદ્દ કરાઈ છે. તેવી જ રીતે, 12959 બાંદ્રા ટર્મિનસ–ભુજ એક્સપ્રેસ 25 જુલાઈ અને 1 ઓગસ્ટ 2026ના રોજ, તેમજ 12960 ભુજ–બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ 27 જુલાઈ અને 3 ઓગસ્ટ 2026ના રોજ સંપૂર્ણપણે રદ્દ રહેશે. કેટલીક ટ્રેનોને ટૂંકા રૂટ સુધી જ દોડાવવામાં આવશે. 22903 મુંબઈ–અમદાવાદ–ભુજ એસી સુપરફાસ્ટ એક્સપ્રેસ 31 જુલાઈ અને 2 ઓગસ્ટ 2026ના રોજ માત્ર મુંબઈથી અમદાવાદ સુધી જ ચાલશે. જ્યારે 22904 ભુજ–અમદાવાદ–મુંબઈ એસી સુપરફાસ્ટ એક્સપ્રેસ 1 ઓગસ્ટ અને 3 ઓગસ્ટ 2026ના રોજ અમદાવાદથી મુંબઈ સુધી જ દોડશે. આ ટ્રેનનો ભુજથી અમદાવાદ વચ્ચેનો પ્રવાસ રદ્દ રહેશે. પશ્ચિમ રેલવેએ અસરગ્રસ્ત મુસાફરોને તેમની આરક્ષિત ટિકિટ સાથે નોંધાયેલા મોબાઇલ નંબર પર એસએમએસ દ્વારા માહિતી મોકલવાની વ્યવસ્થા કરી છે. મુસાફરોને મુસાફરી પહેલાં પોતાના ટ્રેન નંબર, તારીખ અને ટ્રેનની સ્થિતિ રેલવેની સત્તાવાર વેબસાઇટ અથવા NTES એપ પર ચકાસવાની સલાહ આપવામાં આવી છે. રેલવેના જણાવ્યા મુજબ, આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસનું કાર્ય પૂર્ણ થયા બાદ કચ્છ–મુંબઈ રૂટ પર ટ્રેનોની ઝડપ, ક્ષમતા અને સમયપાલનમાં નોંધપાત્ર સુધારો થશે. જેનાથી ભવિષ્યમાં મુસાફરોને વધુ સુવિધાજનક અને સલામત રેલ સેવા ઉપલબ્ધ થશે.
    Click here to Read More
    Previous Article
    181 અભયમના કાઉન્સેલિંગથી નશાખોર પતિમાં આવ્યો બદલાવ:પત્નીને ત્રાસ ન આપવાની આપી ખાતરી
    Next Article
    સેડલા ગામના સ્મશાન પાસેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો:બજાણા પોલીસે ₹5.35 લાખનો 4452 નંગ દારૂ અને મોટરસાઇકલ જપ્ત કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment