Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેડલા ગામના સ્મશાન પાસેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો:બજાણા પોલીસે ₹5.35 લાખનો 4452 નંગ દારૂ અને મોટરસાઇકલ જપ્ત કર્યા

    7 hours ago

    બજાણા પોલીસે સેડલા ગામના સ્મશાન પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં કુલ 4452 નંગ દારૂની બોટલો અને બીયરના ટીન, જેની કિંમત ₹4,85,700 છે, તેમજ ₹50,000ની કિંમતનું એક મોટરસાઇકલ મળી કુલ ₹5,35,700નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહીબિશન અને જુગારની બદીને સંપૂર્ણપણે નાબૂદ કરવા તથા અસામાજિક પ્રવૃત્તિઓ ડામી દેવા માટે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. પાટડી ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક એન.કે. પટેલના માર્ગદર્શન હેઠળ આ ઝુંબેશના ભાગરૂપે પરિણામલક્ષી કામગીરી કરવા સૂચનાઓ અપાઈ હતી. આ સૂચનાના આધારે, બજાણા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એ.કે. વાઘેલા અને તેમના સ્ટાફ સાથે વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન સેડલા ગામના બસ સ્ટેશન પાસે રોડ પરથી તેમને ખાનગી બાતમી મળી હતી. બાતમી મુજબ, પીપળી ગામના બિસ્મીલ્લાખાન ઉર્ફે બિસુ દિલાવરખાન મલેક અને ઇમરાનખાન ઉર્ફે ઓબામા દિલાવરખાન મલેક, તેમજ સેડલા ગામના શાહરૂખખાન ભાણજીખાન મલેક અને અર્શદ ઉર્ફે ભુરો શબ્બીરભાઈ સિપાઈ, આ ચારેય જણા સેડલાથી ગેડીયા ગામ તરફ જતા કાચા રસ્તા પાસે ગેરકાયદેસર રીતે ઇંગ્લિશ દારૂનો જથ્થો મંગાવી તેની હેરફેર અને વેચાણ કરી રહ્યા હતા. આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન સ્થળ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કાચની અને પ્લાસ્ટિકની નાની-મોટી બોટલો તથા બીયરના ટીન મળી કુલ 4452 નંગ દારૂ, જેની કિંમત ₹4,85,700 થાય છે, તે જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ₹50,000ની કિંમતનું એક સુઝુકી બર્ગમેન મોટરસાઇકલ પણ કબજે કરવામાં આવ્યું હતું. આમ, કુલ ₹5,35,700નો મુદ્દામાલ જપ્ત કરી બજાણા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દરોડા દરમિયાન સ્થળ પર હાજર ન મળી આવેલા આરોપીઓમાં બિસ્મીલ્લાખાન ઉર્ફે બિસુ દિલાવરખાન મલેક (રહે. પીપળી, તા. પાટડી), ઇમરાનખાન ઉર્ફે ઓબામા દિલાવરખાન મલેક (રહે. પીપળી, તા. પાટડી), શાહરૂખખાન ભાણજીખાન મલેક (રહે. સેડલા, તા. પાટડી, જિ. સુરેન્દ્રનગર) અને અર્શદ ઉર્ફે ભુરો શબ્બીરભાઈ સિપાઈ (રહે. સેડલા, તા. પાટડી, જિ. સુરેન્દ્રનગર)નો સમાવેશ થાય છે.
    Click here to Read More
    Previous Article
    કચ્છ અને મુંબઈ વચ્ચે દોડતી અનેક ટ્રેનો રદ્દ કરાઈ:આધુનિકીકરણના કામને કારણે જુલાઈ અને ઓગસ્ટમાં ટ્રેનો સંપૂર્ણ બંધ રહેશે
    Next Article
    बिजनौर के स्कूलों का बुरा हाल, वैन की छत पर बैठाकर ले जाये जा रहे हैं बच्चे

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment