Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચેમ્બુર ઝાડ દુર્ઘટના તપાસનો વિરોધ થતાં થર્ડ પાર્ટી તપાસ:મેયરની સુચના

    15 hours ago

    ચેમ્બુરમાં સ્કૂલ બસ પર ઝાડ પડતાં 11 વર્ષીય વિદ્યાર્થી વિહાન શ્રીવાસ્તવના મોતના મામલે મુંબઈ મહાપાલિકાની તપાસ સમિતિનો અહેવાલ ગુરુવારે મહાપાલિકાની સામાન્ય સભામાં ભારે વિવાદ વચ્ચે મેયર રિતુ તાવડેએ ફગાવી દીધો હતો. અહેવાલમાં જવાબદારી નક્કી કરવામાં નિષ્ફળતા રહી હોવાનું જણાવી મેયરે સમગ્ર કેસની થર્ડ પાર્ટી દ્વારા નવેસરથી તપાસ કરાવવાની જાહેરાત કરી હતી. ગૃહમાં તમામ પક્ષોના નગરસેવકોએ અહેવાલ સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમનું કહેવું હતું કે એક બાળકના મૃત્યુ જેવા ગંભીર કેસમાં અધિકારીઓ અને સંબંધિત કોન્ટ્રાક્ટરોની જવાબદારી નક્કી કરવામાં આવી નથી. ગૃહના નેતા ગણેશ ખણકરે પણ અહેવાલની આકરી ટીકા કરતાં જણાવ્યું હતું કે, ગાર્ડન વિભાગે અગાઉથી વાંધા નોંધાવ્યા હોવા છતાં માર્ગ વિભાગે કોન્ટ્રાક્ટર સામે કોઈ અસરકારક કાર્યવાહી કરી નહોતી. ખણકરે જણાવ્યું કે માત્ર 7 લાખ રૂપિયાનો દંડ કોઈ બાળકના જીવનની કિંમત હોઈ શકે નહીં. તેમણે અહેવાલને નકારી કાઢીને ત્રીજી પક્ષ દ્વારા સ્વતંત્ર તપાસ કરાવવાની માગણી કરી હતી. વિરોધ સ્વરૂપે તેમણે ગૃહમાં તપાસ અહેવાલની નકલ પણ ફાડી નાખી હતી. મેયરે જણાવ્યું કે આ અહેવાલ સ્વીકાર્ય નથી, કારણ કે તેમાં જવાબદારી સ્પષ્ટ રીતે નક્કી કરવામાં આવી નથી. તેમણે કહ્યું કે એક નિર્દોષ બાળકના મૃત્યુથી સમગ્ર પરિવાર બરબાદ થઈ ગયો છે અને આવી ઘટનામાં માત્ર ઔપચારિક કાર્યવાહી પૂરતી નથી. સમગ્ર ઘટનાની નિષ્પક્ષ અને પારદર્શક તપાસ માટે સ્વતંત્ર ત્રીજા પક્ષને જવાબદારી સોંપવામાં આવશે. વિહાનના પરિવારે ઉઠાવ્યા સવાલ વિહાન શ્રીવાસ્તવના પિતા ગૌરવ શ્રીવાસ્તવે તપાસ અહેવાલ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે અહેવાલમાં અનેક ખામીઓ છે અને માત્ર કોન્ટ્રાક્ટર પર દંડ લાદીને અન્ય જવાબદારોને બચાવવાનો પ્રયાસ થયો છે. તેમના જણાવ્યા મુજબ મહાપાલિકાના અધિકારીઓ દ્વારા જ તપાસ થવાથી તેની પારદર્શિતા પર પ્રશ્ન ઊભો થાય છે. ઘટનામાં દેખરેખ, નિરીક્ષણ અને અંતિમ મંજૂરીની જવાબદારી પણ બીએમસીની હતી, છતાં અહેવાલમાં તે મુદ્દાઓ પર પૂરતું ધ્યાન અપાયું નથી. તેમણે સમગ્ર ઘટનાની સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ કરીને તમામ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માગણી કરી છે. જો કોઈ સામે જવાબદારી નક્કી નહી થાય તો તે કોર્ટના દ્વાર ખટખટાવશે.
    Click here to Read More
    Previous Article
    રેલડીની રણભૂમિને રાષ્ટ્રીય સ્મારક ઘોષિત કરો:પરમાર વંશની અમર શૌર્યગાથાને પાઠ્યપુસ્તકોમાં સ્થાન આપો
    Next Article
    પ્રભારી મંત્રીએ સંયુક્ત સમીક્ષા બેઠક યોજી કડક સૂચનાઓ આપી:જિલ્લા પંચાયતના દરેક વિભાગની બહાર હવે લટકાવવામાં આવશે ફરિયાદ પેટી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment