Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રભારી મંત્રીએ સંયુક્ત સમીક્ષા બેઠક યોજી કડક સૂચનાઓ આપી:જિલ્લા પંચાયતના દરેક વિભાગની બહાર હવે લટકાવવામાં આવશે ફરિયાદ પેટી

    14 hours ago

    કચ્છ જિલ્લા પંચાયત ખાતે રાજ્યના મંત્રી તેમજ કચ્છના પ્રભારી મંત્રી કાંતિલાલ અમૃતિયાની અધ્યક્ષતામાં ચૂંટાયેલા પદાધિકારીઓ અને અધિકારીઓની એક મહત્વપૂર્ણ સંયુક્ત સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લામાં ચાલી રહેલા વિકાસ કાર્યોની ગતિ અને ગુણવત્તા અંગે ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી. સાથે જ લોકોની રજૂઆતો સીધી તંત્ર સુધી પહોંચે તે માટે જિલ્લા પંચાયતના દરેક વિભાગની બહાર એક ‘’’’ફરિયાદ પેટી’’’’ મૂકવામાંની સુચના આપવામાં આવી છે. પ્રભારી મંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં તાકીદ કરી હતી કે વિકાસ કામોની ગુણવત્તામાં કોઈ પણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં. તેમજ રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવતી ગ્રાન્ટનો સમયમર્યાદામાં જ મહત્તમ ઉપયોગ થઈ જવો જોઈએ. વિકાસ શાખા અને પંચાયત શાખા સહિતના વિભાગોના કામોની સમીક્ષા કરતી વખતે મંત્રીએ વહીવટી તંત્રને કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયોનો તાત્કાલિક અમલ કરવા જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમને સૂચના આપી હતી. બેઠકમાં જિલ્લા પંચાયતના વિવિધ સમિતિના હોદ્દેદારોએ ઉપસ્થિત રહીને મહેકમની ઘટ, શિક્ષણ, આરોગ્ય અને આંગણવાડીને લગતા પડતર પ્રશ્નોની રજૂઆત કરી હતી. DDO ઉત્સવ ગૌતમે વિવિધ વિભાગની કામગીરી, જિલ્લા આંતરફેર બદલી અને મહેકમની ખાલી જગ્યાઓ સહિતની વિસ્તૃત માહિતીથી પ્રભારી મંત્રીને અવગત કર્યા હતા. બેઠકમાં સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાબેન હુણ, ધારાસભ્યો કેશુભાઈ પટેલ, પ્રદ્યુમ્નસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ મહાવીરસિંહ જાડેજા, ગાંધીધામના મેયર દિવ્યાબેન નાથાણી સહિતના આગેવાનો, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્ટાફની ઘટ નિવારવા સ્થાનિકે ભરતી કરો: સાંસદ જિલ્લા પંચાયતમાં લાંબા સમયથી મહેકમની મોટી ઘટ જોવા મળી રહી છે, જેની સીધી અસર વહીવટી કામગીરી પર પડે છે. આ મુદ્દે બેઠકમાં કચ્છ-મોરબીના સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે, મહેકમની ઘટની સમસ્યાને કાયમી ધોરણે ઉકેલવા માટે રાજ્ય સરકારની વિશેષ મંજૂરી લેવી જોઈએ. ભૂતકાળમાં જે રીતે જિલ્લા પંચાયત હસ્તક સ્થાનિક કક્ષાએ ભરતી કરવામાં આવતી હતી, તે જ મોડલ ફરી અપનાવવામાં આવે તો સ્થાનિક યુવાનોને રોજગારી પણ મળશે અને સ્ટાફની ઘટનો પ્રશ્ન પણ હલ થશે. તેમણે હાથ ધરાતા વિકાસ કામોને સમયમર્યાદામાં પૂર્ણ કરવા પર પણ ભાર મૂક્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ચેમ્બુર ઝાડ દુર્ઘટના તપાસનો વિરોધ થતાં થર્ડ પાર્ટી તપાસ:મેયરની સુચના
    Next Article
    Want To Drill A Borewell In Delhi? Rainwater Harvesting May Become Mandatory

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment