Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રેલડીની રણભૂમિને રાષ્ટ્રીય સ્મારક ઘોષિત કરો:પરમાર વંશની અમર શૌર્યગાથાને પાઠ્યપુસ્તકોમાં સ્થાન આપો

    16 hours ago

    વાગડની શૌર્યવંતી ભૂમિ પર આવેલા રેલડી ગામના અદ્વિતીય ઇતિહાસ, ત્યાગ અને ગૌરવગાથાને રાષ્ટ્રીય સ્મારક તરીકે સ્થાપિત કરવાની માંગ કરાઇ છે. ભૂચર મોરી અને ઝારાના યુદ્ધોની જેમ જ રેલડીના ત્રણ ભીષણ મહાસંગ્રામો પણ ગુજરાતના ઇતિહાસનું ગૌરવ છે તેમ રાપર તાલુકા શિક્ષક સંઘના પ્રમુખે જણાવતાં આ અમર વિરાસતને રાષ્ટ્રીય ફલક પર લાવવાની માંગણી કરી છે. આ ગામમાં ​સોનલબાના સન્માન માટે પ્રથમ મહાસંગ્રામ ખેલાયો હતો જેમાં ​વિક્રમ સંવત 1127માં જગદેવજી પરમાર પાટણ આવ્યા બાદ તેમના વંશજો સાંગાજી, ભાખરાજી અને લાલાજી પરમારે વાગડમાં જાગીર સ્થાપી હતી. લાલાજીના પૌત્ર વીર હરોજી પરમારે વિ.સં. 1415માં દિલ્હીના સુલતાન ફિરોજશાહ તુઘલકની કુદ્રષ્ટિથી થરપારકરની દીકરી સોનલબાના સન્માનની રક્ષા કાજે આશરો આપ્યો હતો. રામાજી ડોડિયા, દેવાજી ગોહિલ, હોથીજી ખેર, સુરાજી જાદવ, સામતસિંહ મોરી, રૂડોજી પઢિયાર અને કનોજી રાઠોડ જેવા ક્ષત્રિય વીરો સાથે મળીને તેમણે સુલતાનની ફોજ સામે ભીષણ યુદ્ધ કર્યું. આ યુદ્ધમાં હરોજીનું મસ્તક કપાયા છતાં તેમનું ધડ 7 કિમી દૂર કાનમેરની સીમ સુધી લડતું રહ્યું હતું અને અંતે સોનલબા સતી થયા હતા. ​​વિ.સં. 1465માં હરોજીની પાંચમી પેઢીએ વીર સાંગાજી પરમારે દિલ્હીના સેનાપતિ ફિરોજ ખાન અને મુઝફ્ફરશાહ પહેલા સામે લડતા વીરગતિ મેળવી હતી, જેમની યાદમાં ‘સાંગાસર તળાવ’ આજે પણ મોજૂદ છે. ત્યારબાદ વિ.સં. 1598માં હેમાજી પરમારના શાસનમાં નાસરૂદ્દીન મહંમદશાહ ત્રીજા સામે ત્રીજું ભીષણ યુદ્ધ થયું. દોઢ મહિના ચાલેલા આ નરસંહારમાં પરાજય નિશ્ચિત જણાતા રાજપૂતાણીઓએ પોતાના સન્માન માટે ગુજરાતનું એકમાત્ર ઐતિહાસિક સામૂહિક જોહર (અગ્નિસ્નાન) કર્યું હતું. બાદશાહે દગાથી પાણીના સ્રોત પૂરી દેતાં પરમારોએ આ ભૂમિનો ત્યાગ કરી કાળસ (કારુડા), ગેડી અને હમીરપર તરફ સ્થળાંતર કર્યું હતું. આજે પણ ૨૪ ગામના રાજપૂતો પૂર્વજોની પ્રતિજ્ઞાના કારણે રેલડીનું અન્ન-જળ ગ્રહણ કરતા નથી. ​મહાન સાહિત્યકાર દુલેરાય કારાણીની કલમે પણ ઇતિહાસ વણાયો છે. સરકાર સમક્ષ પાંચ મુખ્ય માગણીઓ હરાજી પરમાર અને સોનબાના પાળિયાને ‘સંરક્ષિત ઐતિહાસિક સ્મારક’ જાહેર કરાય, ઐતિહાસિક સાંગાસર તળાવ અને સાંગાજી મંદિરનો જીર્ણોદ્ધાર થાય, ગુજરાતના શૈક્ષણિક અભ્યાસક્રમમાં ‘રેલડીનું યુદ્ધ’ અને ‘સોનલબાની ગૌરવગાથા’નો સમાવેશ કરાય, રાજ્યકક્ષાએ ‘હરોજી પરમાર બલિદાન દિવસ’ની ઉજવણી કરવામાં આવે, કચ્છના પ્રવાસન નકશામાં રેલડી અને પરમાર વિરાસતને વિશેષ સ્થાન આપવામાં આવે તેવી માગ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ભરતસિંહ કે. પરમારે કરી હતી.
    Click here to Read More
    Previous Article
    વોટ્સએપ પર મદદના મેસેજના બહાને ઠગાઈ:શાયના NCનું વોટ્સએપ હેક કરી પરિચિતો પાસેથી લાખ્ખો પડાવ્યા
    Next Article
    ચેમ્બુર ઝાડ દુર્ઘટના તપાસનો વિરોધ થતાં થર્ડ પાર્ટી તપાસ:મેયરની સુચના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment