Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચંદ્રુમાણા ગામે અષાઢી બીજે રામદેવપીર ભગવાનનો પાટ યોજાયો:સંત કબીરજીના જીવન ચરિત્ર અને ઇતિહાસ પર અપાયું પ્રવચન

    11 hours ago

    ચંદ્રુમાણા ગામના રામદેવપીર ધૂણા ખાતે અષાઢી બીજની રાત્રે શ્રી રામદેવપીર ભગવાનનો પાટ અને ભજન કીર્તન કાર્યક્રમ યોજાયો હતો. બહુચરાજી તાલુકાના કાલરી ગામના સુખાજી અગરજી સોલંકી પરિવારે આ કાર્યક્રમનું યજમાનપદ સંભાળ્યું હતું. આ પ્રસંગે ધૂણાના મહેન્દ્રભાઈ વ્યાસે સંત કબીરજીના જીવન ચરિત્ર અને અવતાર વિષય પર પ્રવચન આપ્યું હતું. કલાકારો દ્વારા ભજન કીર્તન પણ રજૂ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ગણેશપુરાના ફુલચંદ પટેલ રદાસે દિવાળીબેન ભીલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અવાજમાં મનોરંજન પૂરું પાડ્યું હતું. માતપુરના કિરીટભાઈ પંચોલીએ લોકસાહિત્ય રજૂ કર્યું હતું, જ્યારે રજબભાઈ પાલનપુરીએ ગઝલો ગાઈ હતી. બળવંતસિંહ રાજપૂતે સિદ્ધરાજ જયસિંહના ઇતિહાસ પર આધારિત રાહડો રજૂ કર્યો હતો. આ પ્રસંગે નિરંજનભાઈ દવે, મુકેશભાઈ મહેતા, સુરેશભાઈ વકીલ, વિષ્ણુભાઈ યોગી સહિત અનેક કલાકારો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ગામના ફાદબાઈ સાઉન્ડના ગોવિંદજી ઠાકોર અને અન્ય સ્વયંસેવકોએ કાર્યક્રમમાં સેવાઓ પૂરી પાડી હતી.
    Click here to Read More
    Previous Article
    વંથલી ડબલ મર્ડર કેસની ગેંગ વિરુદ્ધ ગૃહ વિભાગનો હુકમ:ગુજસીટોક ગેંગના સભ્યોની પોણા ત્રણ કરોડની 123 વીઘા જમીન અને બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાયા
    Next Article
    તસ્કરોનો તરખાટ:ગાંધીનગરના ઉનાવા ગામમાં પરિવાર સુતો રહ્યોને મકાનની બારી તોડી 4.96 લાખની ઘરફોડ ચોરીને અંજામ આપી ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment