Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તસ્કરોનો તરખાટ:ગાંધીનગરના ઉનાવા ગામમાં પરિવાર સુતો રહ્યોને મકાનની બારી તોડી 4.96 લાખની ઘરફોડ ચોરીને અંજામ આપી ફરાર

    13 hours ago

    ગાંધીનગર નજીક આવેલા ઉનાવા ગામમાં ગઈ રાત્રે ઘરના સભ્યોની ગાઢ નિંદ્રાનો લાભ ઉઠાવીને તસ્કરોએ એક મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરો મકાનની પાછળની દીવાલની બારીની લોખંડની ગ્રીલ આખેઆખી ઉખાડીને અંદર પ્રવેશ્યા હતા અને તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ સહિત કુલ રૂપિયા 4.96 લાખના મુદ્દામાલની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ ચકચારી ઘટના અંગે પેથાપુર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પરિવાર શેડ નીચે સૂતો રહ્યો અને પાછળથી તસ્કરો ત્રાટક્યા ચોરીની આ ઘટનાની વિગત એવી છે કે, ઉનાવા ગામના આંટાના ઠાકોર વાસમાં રહેતા સાહિલ રાકેશજી ઠાકોર ઉવારસદ-વાવોલ રોડ પર આવેલી અંકુર ઇન્ડસ્ટ્રીઝમાં નોકરી કરે છે. ગઈકાલે તેમના પિતા આદરજ ગામે એક સંબંધીના મરણપ્રસંગે ગયા હતા. રાત્રિના સમયે સાહિલભાઈના ભાઈ અને ભાભી ઘરના ઉપરના માળે સુવા માટે ગયા હતા, જ્યારે સાહિલભાઈ અને તેમના પત્ની નીલમબેન રાત્રે બારેક વાગ્યે જમી-પરવારીને ઘરની આગળ આવેલા શેડ નીચે સૂતા હતા. પરિવારજનોની આ જ ગાઢ નિંદ્રાનો ફાયદો તસ્કરોએ ઉઠાવ્યો હતો. વહેલી સવારે રૂમની હાલત જોઈ પત્ની ચોંકી ઉઠ્યા આજે વહેલી સવારે આશરે છ વાગ્યાની આસપાસ સાહિલભાઈના પત્ની નીલમબેન જાગીને જ્યારે ઘરની અંદર ગયા ત્યારે રૂમની હાલત જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા. ઘરની તિજોરીઓ ખુલ્લી હતી અને કપડાં તેમજ ઘરનો અન્ય સામાન આખા રૂમમાં અસ્તવ્યસ્ત વેરણછેરણ પડેલો હતો. તેમણે તુરંત જ સાહિલભાઈને જગાડીને ઘરમાં ચોરી થઈ હોવાની જાણ કરી હતી. પરિવારના સભ્યોએ અંદર જઈને તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે લોખંડની બંને તિજોરીઓના તાળાં તૂટેલાં હતાં અને રૂમની પાછળની દીવાલની બારીની ગ્રીલ ગાયબ હતી. તસ્કરો આ જ બારી વાટે ઘરમાં ઘૂસ્યા હતા અને તિજોરીમાં રાખેલા દાગીના તથા રોકડની ચોરી કરી ગયા હતા. FSL અને CCTV ફૂટેજના આધારે પોલીસનું સર્ચ ઓપરેશન ઘટનાની જાણ થતાં જ પેથાપુર પોલીસનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ચોરીનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તસ્કરોનું સચોટ પગેરું મેળવવા માટે પોલીસે ઘટનાસ્થળે એફએસએલ (FSL) ની ટીમની મદદ લીધી છે અને ફિંગરપ્રિન્ટ્સ સહિતના વૈજ્ઞાનિક પુરાવા એકત્રિત કરવાની તજવીજ હાથ ધરી છે. આ ઉપરાંત, તસ્કરો કયા રૂટ પરથી આવ્યા અને ક્યાં ભાગ્યા તે જાણવા માટે ગામ તેમજ આસપાસના રસ્તાઓ પર લાગેલા સીસીટીવી (CCTV) કેમેરાના ફૂટેજ ચકાસવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ચંદ્રુમાણા ગામે અષાઢી બીજે રામદેવપીર ભગવાનનો પાટ યોજાયો:સંત કબીરજીના જીવન ચરિત્ર અને ઇતિહાસ પર અપાયું પ્રવચન
    Next Article
    Alireza Firouzja one-ups Gukesh D in 69-move nail-biter

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment