Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરમતી નદી પ્રદૂષણ મુદ્દે હાઇકોર્ટમાં સુનાવણી:વટવા અને ઓઢવમાંથી વધુ પ્રદૂષિત પાણી મેગા પાઇપલાઇનમાં છોડાઇ રહ્યું છે, હાઇકોર્ટે કહ્યું- ધોળકા અંગે પણ સ્પષ્ટતા કરો

    8 hours ago

    સાબરમતી નદીના પ્રદૂષણ મામલે થયેલી સુઓમોટો અરજી પર ગુજરાત હાઇકોર્ટમાં એક મહત્વની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન હાઇકોર્ટે નદીમાં ઠલવાતા કેમિકલયુક્ત પાણી અને ભવિષ્યના સુએજ પ્લાનિંગને લઈને તંત્રની આકરી ઝાટકણી કાઢી હતી. કોર્ટે મેગા પાઇપલાઇન ઓથોરિટી અને ધોળકા નગરપાલિકાને આડે હાથ લઈ કેટલાક વેધક સવાલો પૂછ્યા હતા. ત્રણ CETP દ્વારા મર્યાદા કરતાં વધુ પ્રદૂષણ: કોર્ટ મિત્ર સુનાવણી દરમિયાન કોર્ટ મિત્ર દ્વારા હાઇકોર્ટ સમક્ષ એક ચોંકાવનારો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં જણાવાયું હતું કે, શહેરના ત્રણ પ્રમુખ કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (CETP) દ્વારા નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. આ ત્રણેય પ્લાન્ટ દ્વારા નિર્ધારિત માત્રા કરતાં વધુ પ્રદૂષિત પાણી મેગા પાઇપલાઇનમાં છોડવામાં આવી રહ્યું છે. આ બાબતે હાઇકોર્ટે મેગા પાઇપલાઇનના સત્તાધીશોને સવાલ કર્યો હતો કે, "CETP નિયમ કરતાં વધુ પ્રદૂષિત પાણી ન છોડે તે માટે તમારી પાસે ચકાસણીની શું વ્યવસ્થા છે? અને આ મામલે અત્યાર સુધી શું પગલાં લેવાયા છે?" કોર્ટે પાણીમાં TDS મેનેજમેન્ટ કઈ રીતે કરવું તે અંગે માગી સ્પષ્ટતા કોર્ટ મિત્ર દ્વારા પાણીમાં ટીડીએસ (TDS - ટોટલ ડિઝોલ્વ્ડ સોલિડ્સ)નું પ્રમાણ પણ જોખમી સ્તરે ખૂબ વધારે હોવાનું કોર્ટના ધ્યાન પર લાવવામાં આવ્યું હતું. જેના પર ખંડપીઠે ચિંતા વ્યક્ત કરતા ટકોર કરી હતી કે, જો પાણીમાં TDSની માત્રા સતત વધ-ઘટ થતી હોય અથવા અતિશય વધી જતી હોય, તો આ મુદ્દો નિષ્ણાતોનો વિષય બની જાય છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે, "આ માત્રાને કઈ રીતે ઓછી કરી શકાય અને તેનું મેનેજમેન્ટ કઈ રીતે કરવું એ અમારે સમજવું છે." આ મામલે NEERI (નેશનલ એન્વાયરન્મેન્ટલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ) તરફથી જણાવવામાં આવ્યું હતું કે, તેમના રિપોર્ટના એક ભાગમાં આ અંગે ખાસ ભલામણો કરવામાં આવી છે. GUDC દ્વારા 18 MLDનો નવો સુએજ પ્લાન્ટ બનાવવાની જાહેરાત બીજી તરફ ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન (GUDC) દ્વારા કોર્ટને આશ્વાસન આપતા મહત્વની કામગીરીની વિગતો રજૂ કરવામાં આવી હતી. GUDCએ જણાવ્યું કે, ઘરેલું વપરાશના ગંદા પાણીના નિકાલ માટે 18 MLDનો નવો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવી રહ્યો છે. આ સુએજને પ્લાન્ટ સુધી પહોંચાડવા માટે 35 કિલોમીટર લાંબી ડ્રેનેજ પાઇપલાઇન નાખવાની કામગીરી ચાલુ છે, જેમાંથી 6 કિલોમીટરનું કામ પૂર્ણ થઈ ગયું છે. "આજે માળખું નહીં આપો તો ભવિષ્યમાં વિકાસ કેમ થશે?" હાઇકોર્ટે ધોળકા નગરપાલિકાને પણ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સની વર્તમાન પરિસ્થિતિ અંગે સ્થિતિ સ્પષ્ટ કરવા આદેશ આપ્યો છે. કોર્ટે ભવિષ્યલક્ષી આયોજન પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, ધોળકા એક વિકસતી નગરપાલિકા છે અને ભવિષ્યમાં ત્યાં મોટા પાયે ઇન્ડસ્ટ્રિયલ ડેવલોપમેન્ટ થવાનું છે. જો આજે જ જરૂરી માળખાકીય સુવિધાઓ ઊભી કરવામાં નહીં આવે, તો ભવિષ્યમાં વિકાસ અટકી જશે. નગરપાલિકા દૈનિક ધોરણે જનરેટ થતા ઘરેલું અને ઔદ્યોગિક વેસ્ટ વોટરનું ચોક્કસ એસેસમેન્ટ કરે. જ્યાં સુધી આ નહીં કરો ત્યાં સુધી ખબર કેમ પડશે કે કેટલા પાણીને ટ્રીટ કરવાનું છે? આ કામ અસંભવ નથી, અન્ય ઓથોરિટી સાથે બેસીને નિવારણ લાવો. નવો સુએજ પ્લાન્ટ આગામી 5થી 10 વર્ષના ભવિષ્યને ધ્યાનમાં રાખીને બનાવો અને જરૂર પડે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી જોઈને તેમની મદદ લો.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગર લુવાણા સમાજમાં પ્રથમવાર યોજાશે લોકશાહી ઢબે ચૂંટણી:'રઘુકુલ તીર'ના નિશાન સાથે 11 ઉમેદવારોની પેનલ મેદાનમાં
    Next Article
    યુવક અને તેના પરિવાર પર 9 શખ્સો તૂટી પડ્યા:'જીપીએસ લગાડી દારૂના કેસમાં ફસાવ્યાની' શંકાએ બોરડીગેઇટ પાસે હુમલો, ઘરમાં અને વાહનોમાં તોડફોડ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment