Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહીસાગરમાં જળ સંરક્ષણ માટે નક્કર આયોજન:સરકારી કચેરીઓ, શાળાઓમાં રેઈન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર્સનું નિર્માણ

    1 day ago

    મહીસાગર જિલ્લામાં ભારત સરકારના જળ શક્તિ મંત્રાલયના 'કેચ ધ રેઈન' અભિયાન હેઠળ જળ સંરક્ષણ અને ભૂગર્ભ જળસ્તર વધારવા માટે નોંધપાત્ર કામગીરી ચાલી રહી છે. જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ વરસાદી પાણીના સંચય માટે અસરકારક આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનમાં જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓ શાળાઓ તથા સ્થાનિક સંસ્થાઓના સહયોગથી જળ સંરક્ષણની કામગીરીને વેગ આપી રહ્યા છે. આ અભિયાન અંતર્ગત, મહીસાગર જિલ્લામાં સરકારી કચેરીઓ, શાળાઓ, આંગણવાડીઓ અને ગ્રામ પંચાયત કચેરીઓ જેવી જાહેર સંસ્થાઓમાં રેઈન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર્સના નિર્માણને પ્રાથમિકતા અપાઈ રહી છે. જૂના માળખાઓનું સમારકામ કરી તેમને ફરીથી કાર્યરત કરવામાં આવી રહ્યા છે. જિલ્લાના જળ સ્ત્રોતોને પુનર્જીવિત કરવા માટે ચેકડેમ, તળાવો, કૂવા અને પરંપરાગત જળસ્ત્રોતોના પુનઃનિર્માણ પર પણ વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાયું છે. આ પ્રયાસોનો હેતુ ચોમાસા દરમિયાન વરસાદના દરેક ટીપાનો સંગ્રહ કરવાનો છે. માળખાગત સુવિધાઓના નિર્માણ ઉપરાંત, મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગ્રામજનોમાં જળ બચાવ અંગે વ્યાપક જાગૃતિ લાવવા વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. જળ સંરક્ષણનો સંદેશ લોકો સુધી પહોંચાડવા માટે જિલ્લાની શાળાઓ અને સંસ્થાઓ દ્વારા જનજાગૃતિ રેલીઓ, જળ રક્ષાના શપથ ગ્રહણ, વૃક્ષારોપણ અને પ્રચારાત્મક અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે. આ પ્રવૃત્તિઓમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ તેમજ સ્થાનિક રહીશો ઉત્સાહપૂર્વક જોડાઈ રહ્યા છે. મહીસાગર જિલ્લામાં જળ સંચય અભિયાનનો મુખ્ય હેતુ પાણીની ઉપલબ્ધતા વધારી કૃષિ ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો અને ભાવિ પેઢી માટે જળસંપત્તિનું સંરક્ષણ કરવાનો છે. વિવિધ વિકાસલક્ષી યોજનાઓ સાથે સંકલન સાધીને થઈ રહેલી આ કામગીરીથી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને શુદ્ધ અને ઠંડુ પીવાનું પાણી મળી રહે તેવું આયોજન પણ કરાયું છે. જિલ્લા વહીવટી તંત્રના આ સુનિયોજિત પ્રયાસોથી ભૂગર્ભ જળસ્તરમાં સુધારો થશે અને પાણીની અછત ધરાવતા વિસ્તારોમાં જળ સુરક્ષા સુનિશ્ચિત થશે તેવી અપેક્ષા છે.
    Click here to Read More
    Previous Article
    જ્ઞાનમંજરી વિદ્યાપીઠનું NEETમાં ઐતિહાસિક પરિણામ:900થી વધુ વિદ્યાર્થીઓને 90થી વધુ પર્સન્ટાઈલ, વિદ્યાર્થીઓ ભવિષ્યમાં શ્રેષ્ઠ ડોક્ટર બનીને માનવ સેવા કરશે
    Next Article
    બોટાદના શિક્ષક ડૉ. આનંદ ગઢવીને રાજ્ય કક્ષાનું શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક:'માનસપ્રભા' પુસ્તકમાં આલેખાયેલી 101 સંસ્કૃત વાર્તાઓ માટે સન્માન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment