Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદના શિક્ષક ડૉ. આનંદ ગઢવીને રાજ્ય કક્ષાનું શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક:'માનસપ્રભા' પુસ્તકમાં આલેખાયેલી 101 સંસ્કૃત વાર્તાઓ માટે સન્માન

    2 days ago

    અમદાવાદ ખાતે ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભાગારમાં સંસ્કૃત સાહિત્ય અકાદમી દ્વારા આયોજિત સંસ્કૃતોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં બોટાદના શિક્ષણવિદ્ મહેશભાઈ ગઢવીના પુત્ર ડૉ. આનંદ ગઢવીને રાજ્ય સ્તરનું પ્રથમ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું. તેમને તેમના 101 સંસ્કૃત વાર્તાના પુસ્તક "માનસપ્રભા" માટે આ સન્માન મળ્યું છે.ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમ્નભાઈ વાજાના હસ્તે આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે સંસ્કૃત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ડૉ. ભાગ્યેશ જહાં, સંસ્કૃત સાહિત્ય અકાદમીના મહામાત્ર ડૉ. જયેન્દ્રસિંહ જાદવ અને ગુજરાત યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડૉ. જગદીશભાઈ જોશી પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે ડૉ. આનંદ ગઢવીએ સંસ્કૃત ઉપરાંત વ્રજ, ચારણી અને ગુજરાતી ભાષામાં પણ પુસ્તકો લખ્યા છે. સમગ્ર ચારણ સમાજના સાહિત્યિક ઇતિહાસમાં તેઓ પ્રથમ ચારણ છે, જેમને સંસ્કૃત ભાષામાં લખેલા પુસ્તક માટે પારિતોષિક પ્રાપ્ત થયું છે.બોટાદ જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારી અને સંસ્કૃત પ્રેમી ડૉ. ભરતસિંહ વઢેરે તુરખા પ્રાથમિક શાળાના શિક્ષક ડૉ. આનંદ ગઢવીને તેમની આ સિદ્ધિ બદલ ખાસ શુભેચ્છાઓ પાઠવી છે.
    Click here to Read More
    Previous Article
    મહીસાગરમાં જળ સંરક્ષણ માટે નક્કર આયોજન:સરકારી કચેરીઓ, શાળાઓમાં રેઈન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર્સનું નિર્માણ
    Next Article
    ગોધરા રેલવે અંડરપાસ 10 દિવસથી પાણીમાં ગરકાવ:23 કરોડના પ્રોજેક્ટનું કામ 4 વર્ષથી અધૂરું, રેલવે વિભાગ ઘોર નિંદ્રામાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment