Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરા રેલવે અંડરપાસ 10 દિવસથી પાણીમાં ગરકાવ:23 કરોડના પ્રોજેક્ટનું કામ 4 વર્ષથી અધૂરું, રેલવે વિભાગ ઘોર નિંદ્રામાં

    2 days ago

    ગોધરા શહેરમાં નવનિર્મિત રેલવે અંડરપાસ વરસાદ બંધ થયાના દસ દિવસ પછી પણ પાણીથી ભરેલો છે. મુંબઈ-દિલ્હી મુખ્ય રેલ માર્ગ પર સ્થિત આ અંડરપાસમાં પાણી ભરાવાને કારણે માટી ધસી પડવાની કે અન્ય કોઈ મોટી દુર્ઘટના સર્જાવાનો ભય સેવાઈ રહ્યો છે. રેલવે વિભાગે આ મામલે ગંભીરતા દાખવવી અત્યંત જરૂરી છે. ગોધરા શહેરના મધ્યમાંથી પસાર થતા ભાગોળ વિસ્તારમાં આવેલા LC 4 રેલવે અંડરપાસનું કામ છેલ્લા ચાર વર્ષથી અત્યંત ધીમી ગતિએ ચાલી રહ્યું છે. સ્થાનિક રહીશો અને વાહનચાલકોની સુવિધા માટે શરૂ કરાયેલો આ પ્રોજેક્ટ હવે લોકો માટે મુશ્કેલીનું કારણ બન્યો છે. ચાર વર્ષ વીતી જવા છતાં આ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે અંગે કોઈ સ્પષ્ટતા નથી. આ અંડરપાસના નિર્માણ પાછળ અંદાજે ૨૩ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. જનતાના ટેક્સના કરોડો રૂપિયા આ પ્રોજેક્ટમાં વપરાઈ રહ્યા હોવા છતાં, તેની કામગીરી પૂર્ણ થવા અને જનતાને તેનો લાભ મળવા અંગે કોઈ સચોટ માહિતી ઉપલબ્ધ નથી. તંત્રની બેદરકારી અને આયોજનના અભાવને કારણે કરોડો રૂપિયાનો ખર્ચ નિરર્થક સાબિત થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. નોંધનીય છે કે, આ રૂટ દેશના સૌથી વ્યસ્ત મુંબઈ-દિલ્હી મુખ્ય રેલવે રૂટ પૈકીનો એક છે. અંડરપાસમાં સતત પાણી ભરાયેલું રહેવાના કારણે આસપાસની માટી ધસી પડવાનો ભય તોળાઈ રહ્યો છે. જો સમયસર આ પાણીનો નિકાલ કરવામાં નહીં આવે તો ગમે ત્યારે મોટી જાનહાનિ કે રેલ દુર્ઘટના સર્જાઈ શકે છે. રેલવે વિભાગ અને સ્થાનિક પ્રશાસન આ બાબતને ગંભીરતાથી લઈ તાકીદે યોગ્ય પગલાં ભરે તે અત્યંત આવશ્યક છે.
    Click here to Read More
    Previous Article
    બોટાદના શિક્ષક ડૉ. આનંદ ગઢવીને રાજ્ય કક્ષાનું શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક:'માનસપ્રભા' પુસ્તકમાં આલેખાયેલી 101 સંસ્કૃત વાર્તાઓ માટે સન્માન
    Next Article
    Reliance reports Q1 FY27 profit as oil and telecom business continue strong show

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment