Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જ્ઞાનમંજરી વિદ્યાપીઠનું NEETમાં ઐતિહાસિક પરિણામ:900થી વધુ વિદ્યાર્થીઓને 90થી વધુ પર્સન્ટાઈલ, વિદ્યાર્થીઓ ભવિષ્યમાં શ્રેષ્ઠ ડોક્ટર બનીને માનવ સેવા કરશે

    1 day ago

    NEET 2026ના જાહેર થયેલા પરિણામમાં ભાવનગર સ્થિત 'જ્ઞાન મંજરી વિદ્યાપીઠ' એ ફરી એકવાર પોતાની શૈક્ષણિક શ્રેષ્ઠતા સાબિત કરી બતાવી છે. આ વર્ષે NEETનું પેપર ઇતિહાસના સૌથી કઠિન પેપર્સમાંનું એક હોવા છતાં, જ્ઞાન મંજરીના વિદ્યાર્થીઓએ અભૂતપૂર્વ સફળતા મેળવી ગુજરાત અને દેશમાં ભાવનગરનું નામ ગુંજતું કર્યું છે. જ્ઞાનમંજરી વિદ્યાપીઠના સુથાર સ્વયમ સંજયભાઈ 677 માર્ક મેળવી પ્રથમ સ્થાન મેળવી ભાવનગરનું નામ રોશન કર્યું હતું. 600 જેટલા વિદ્યાર્થીઓ મેડિકલમાં પ્રવેશ મેળવે તેવી પ્રબળ શક્યતા આ અંગે ફાઉન્ડર ટ્રસ્ટી ઓફ જ્ઞાનમંજરી ના એમ.એમ.નાકરાણી એ જણાવ્યું હતું કે, અત્યંત પડકારજનક પેપર હોવા છતાં જ્ઞાન મંજરી વિદ્યાપીઠના અંદાજે 36 જેટલા વિદ્યાર્થીઓએ 600થી વધુ માર્કસ મેળવ્યા છે, જે સમગ્ર ગુજરાતમાં કોઈપણ સંસ્થા માટે સૌથી વધુ છે. સંસ્થાનો સર્વોચ્ચ સ્કોર 677 રહ્યો છે, ​જ્ઞાનમંજરી વિદ્યાપીઠ ખાતે 1200થી 1250 જેટલા વિદ્યાર્થીઓ JEE અને NEETની તૈયારી કરી રહ્યા હતા. જેમાંથી અંદાજિત 50 ટકા એટલે કે 600 જેટલા વિદ્યાર્થીઓ મેડિકલમાં પ્રવેશ મેળવે તેવી પ્રબળ શક્યતા છે. વિદ્યાર્થીઓ ભવિષ્યમાં શ્રેષ્ઠ ડોક્ટર બનીને દેશ, સમાજ અને માનવજાતની સેવા કરશે સંસ્થાના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સ્તરની મોટી સંસ્થાઓમાં પણ મેડિકલમાં કન્વર્ઝન રેશિયો 6થી 7 ટકા જેવો હોય છે, જ્યારે જ્ઞાનમંજરી વિદ્યાપીઠે નેશનલ લેવલની સરખામણીએ 8થી 10 ગણો વધુ રેશિયો હાંસલ કરી એક નવો ઈતિહાસ રચ્યો છે. ​વિદ્યાર્થીઓની અથાક મહેનત અને લગન, ​શિક્ષકો અને સમગ્ર સપોર્ટિંગ સ્ટાફનું સુનિયોજિત ટીમવર્ક, ​વાલીઓ અને પરિવારજનોનો સતત સહયોગ સાપડ્યો છે, સંસ્થાએ સફળ થનાર તમામ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવતા આશા વ્યક્ત કરી હતી કે, આ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં શ્રેષ્ઠ ડોક્ટર બનીને દેશ, સમાજ અને માનવજાતની સેવા કરશે. સુથાર સ્વયમે 677 માર્ક મેળવી પ્રથમ સ્થાન મેળવ્યું આજે નીટનું પરિણામ જાહેર થયું છે જેમાં જ્ઞાનમંજરી વિદ્યાપીઠના સુથાર સ્વયમ સંજયભાઈ 677 માર્ક મેળવી પ્રથમ સ્થાન મેળવ્યુ છે જેનો ઓલ ઈન્ડિયા રેન્ક 332, કેટેગરી રેન્ક 92 અને પર્સન્ટાઈલ 99.98 મેળવ્યા છે આ સાથે સંસ્થાના 36 વિદ્યાર્થીએ 600 કે તેથી વધુ માર્ક મેળવ્યા છે, જ્યારે 120 વિદ્યાર્થીઓએ 550 કે તેનાથી વધુ માર્ક મેળવ્યા છે જ્યારે 278 વિદ્યાર્થીઓ 500 ઉપર માર્ક મેળવીને નીટમાં સફળતા મેળવી છે. જેમાં સંસ્થાના ટોપ-10 વિદ્યાર્થીઓમાં સુથાર સ્વયમ સંજયભાઈ 677 માર્ક, જયસ્વાલ વિવેક વિનાયકકુમાર 647 માર્ક, જોષી માહી પરિતાબેન 646 માર્ક, સિસારા યુવરાજ વશરામભાઈ 646 માર્ક, સોલંકી કેનિલ પરેશભાઈ 645 માર્ક, નિમાવત રિદ્ધિ રમેશકુમાર 644 માર્ક, ભૂત પ્રાર્થના વિનયભાઈ 643 માર્ક, વસવેલિયા દેવાંશી ચેતનકુમાર 635 માર્ક, કંસારા દેવ રાજુભાઈ 635 માર્ક, હડિયા ઉત્સવ ધીરુભાઈ 633 માર્ક, પટેલ શૌર્ય નિમેષકુમાર 632 માર્ક તથા ભાલિયા વિશાલભાઈ જોરુભાઈ 631 માર્ક મેળવ્યા હતા. 534 વિદ્યાર્થીઓએ 90 કે તેનાથી વધારે પર્સન્ટાઇલ મેળવ્યા આ સંસ્થાના 68 વિદ્યાર્થીઓએ ઓવરઓલ 99 કે જેનાથી વધુ પર્સન્ટાઇલ મેળવ્યા હતા, 302 વિદ્યાર્થીઓએ 95 કે તેનાથી વધારે પર્સન્ટાઈલ મેળવ્યા છે. તો 534 વિદ્યાર્થીઓએ 90 કે તેનાથી વધારે પર્સન્ટાઇલ મેળવ્યા છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ જણાવ્યું હતું કે, આ વર્ષે 11.21 લાખ ઉમેદવારો ક્વોલિફાય થયા છે, સંસ્થાના સંચાલકો અને શિક્ષકગણે તમામ ઉત્તીર્ણ વિદ્યાર્થીઓને અને તેમના વાલીઓને આ ભવ્ય સફળતા બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યું. સંસ્થાનું આ ઝળહળતું અને મહત્તમ પરીણામ સંસ્થા ની ટેગ લાઇન એક નિર્ણય અને ઉજ્વળ ભવિષ્ય તરફ એક સાચું એટલે જ્ઞાનમંજરી જેને સાબિત કરે છે.
    Click here to Read More
    Previous Article
    હવે હું જીવવા માંગતી નથી, આત્મહત્યા કરવી છે:પતિના ત્રાસથી કંટાળેલી પરિણીતાએ આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો, અભયમની ટીમે બચાવી, પતિના પરસ્ત્રી સાથેના સંબંધ અને માનસિક ત્રાસથી મહિલા ભાંગી પડી
    Next Article
    મહીસાગરમાં જળ સંરક્ષણ માટે નક્કર આયોજન:સરકારી કચેરીઓ, શાળાઓમાં રેઈન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર્સનું નિર્માણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment