Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હવે હું જીવવા માંગતી નથી, આત્મહત્યા કરવી છે:પતિના ત્રાસથી કંટાળેલી પરિણીતાએ આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો, અભયમની ટીમે બચાવી, પતિના પરસ્ત્રી સાથેના સંબંધ અને માનસિક ત્રાસથી મહિલા ભાંગી પડી

    1 day ago

    વડોદરાના બાપોદ વિસ્તારમાં પતિના સતત માનસિક ત્રાસ અને અન્ય સ્ત્રી સાથેના સંબંધોથી કંટાળેલી પરિણીતાએ આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, 181 અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમે સમયસર પહોંચી મહિલાનું કાઉન્સેલિંગ કરી તેનો જીવ બચાવ્યો હતો અને વધુ કાર્યવાહી માટે નજીકના પોલીસ સ્ટેશનમાં મોકલી આપી હતી. વડોદરા શહેરના બાપોદ વિસ્તારમાં રહેતી પીડિતાએ 181 અભયમ હેલ્પલાઇનનો સંપર્ક કરી જણાવ્યું હતું કે તે હવે જીવવા માંગતી નથી અને આત્મહત્યા કરવા ઇચ્છે છે. માહિતી મળતાં જ 181 ટીમ તેના ઘરે પહોંચી હતી. કાઉન્સેલિંગ દરમિયાન મહિલાએ જણાવ્યું કે તેના લગ્નને 18 વર્ષ થયા છે અને તેને બે સંતાનો છે. છેલ્લા 10 વર્ષથી તેના પતિ HIV/AIDSથી પીડિત છે, તેના પતિના અન્ય એક સ્ત્રી સાથે સંબંધ હોવાના પુરાવા તેણે સોશિયલ મીડિયા મારફતે એકત્ર કરી પતિને બતાવ્યા હતા, પરંતુ પતિએ આ બાબત સ્વીકારી નહોતી. આ મુદ્દે ઘરમાં વારંવાર ઝઘડા થતા હતા. પતિએ ઘરખર્ચ માટે પૈસા આપવાનું પણ બંધ કરી દીધું હતું, જેના કારણે ઘર ચલાવવામાં ભારે મુશ્કેલીઓ પડી રહી હતી. એટલું જ નહીં, પતિ તેની પર ખોટા આક્ષેપો કરી અન્ય પુરુષ સાથે સંબંધનો આરોપ મૂકીને સતત માનસિક ત્રાસ આપતો હતો. સતત અપમાન અને તણાવથી કંટાળીને તેણે આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો હતો. 181 અભયમની ટીમે પતિ-પત્ની બંનેનું કાઉન્સેલિંગ કરી બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને એકબીજા પર ખોટા આક્ષેપો ન કરવા અને શાંતિપૂર્ણ રીતે જીવન જીવવા સમજાવ્યું હતું. જોકે, મહિલાએ પતિ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવાની ઇચ્છા વ્યક્ત કરતાં 181 ટીમે તેને જરૂરી કાર્યવાહી માટે નજીકના પોલીસ સ્ટેશનમાં રીફર કરી છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં ભક્તિભાવપૂર્વક જગન્નાથ રથયાત્રા મહોત્સવનો પ્રારંભ:16 થી 27 જુલાઈ સુધી ઓડિશાની પરંપરા મુજબ યોજાશે કાર્યક્રમો
    Next Article
    જ્ઞાનમંજરી વિદ્યાપીઠનું NEETમાં ઐતિહાસિક પરિણામ:900થી વધુ વિદ્યાર્થીઓને 90થી વધુ પર્સન્ટાઈલ, વિદ્યાર્થીઓ ભવિષ્યમાં શ્રેષ્ઠ ડોક્ટર બનીને માનવ સેવા કરશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment