Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્ય સરકારે કહ્યું- થોળમાં પ્લાસ્ટિક બોટલ લઈ જવા ઉપર પ્રતિબંધ:હાઇકોર્ટે કહ્યું- પ્રવાસીઓને બોટમાં જમવાનું લઈ જવાની પણ મનાઈ કરો, નિયમો વગર ચાલતા બે ઔધોગિક યુનિટ બંધ કરાયા

    10 hours ago

    સુપ્રીમ કોર્ટના નિર્દેશોને આધારે ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટો અરજી લેવામાં આવી છે. આ અરજી રામસર સાઈટ અને વેટ લેન્ડની જાળવણીને લગતી છે. આજે ચીફ જજની બેંચે સરકારી વકીલને જણાવ્યું હતું કે, થોળમાં આવતા પ્રવાસીઓને બોટમાં જમવાનું લઇ જવા ઉપર પ્રતિબંધ મૂકો. આજુબાજુમાં લોકો જમવાની સુવિધાઓએ પૂરી પાડે તેનો વાંધો નથી, પરંતુ તે પણ બફર ઝોનમાં ના હોવી જોઈએ. સરકારી વકીલે કહ્યું હતું કે, થોળમાં પ્લાસ્ટિક બોટલ લઈ જવા ઉપર પ્રતિબંધ મુકાયો છે. GPCB એ જણાવ્યું હતું કે, થોળ વેટ લેન્ડ ઝોનમાં બે ઔધોગિક એકમો જરૂરી મંજૂરીઓ વગર ચાલતા હતા, તેને બંધ કરાયા છે. સ્ટેટ લેવલ હાઈપાવર કમિટીની રચના થઈ ચૂકી છે. હાઈકોર્ટે આ તમામ માહિતી એફિડેવિટ ઉપર મૂકવા જણાવ્યું છે અને વધુ સુનાવણી આવતા સપ્તાહે રાખી છે. પોલિસી શું છે તે જણાવો? ગત સુનાવણીમાં GPCBએ જણાવ્યું હતું કે, થાળમાં કોઈપણ ઔધોગિક યુનિટ કચરો ઠાલવતા નથી. હાઈકોર્ટે પૂછ્યું હતું કે કેટલી પ્રદૂષણ કરે છે, તે જણાવો. GPCBએ જણાવ્યું હતું કે, મહેસાણા અને ગાંધીનગરના જિલ્લામાં થોળ આવેલું છે. અહીં ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જની પોલીસી છે. જો કે હાઇકોર્ટે કહ્યું હતું કે પોલિસી શું છે તે જણાવો? હાઈકોર્ટે એફિડેવિટ જોઇને કહ્યું હતું કે એક ફાર્મા કંપની કાર્બોકસોઇલ મિથાઈલ સોડિયમનું ઉત્પાદન કરે છે. તેનું ડિસ્ચાર્જ ઝીરો બતાવે છે, તો બની શકે કે તેઓ સીધો કચરો વેટ લેન્ડ સાઈડમાં નાખતા હોય. GPCBએ ફાઇલ કરેલા બંને રિપોર્ટ ફગાવી નાંખ્યા GPCBએ જણાવ્યું હતું કે, આવા ઔધોગિક એકમો કચરો ટ્રીટ કરીને તેનો ફરી ઉપયોગ કરે છે. કોર્ટે કહ્યું હતું કે, જ્યાં સુધી કોઈ ફરિયાદ ના મળે ત્યાં સુધી કશું થતું નથી! GPCBને ફિલ્ડ ઇન્સ્પેક્શન માટે કહ્યું હતું. હાઈકોર્ટે GPCBએ ફાઇલ કરેલા બંને રિપોર્ટ ફગાવી નાંખ્યા હતા. કોર્ટ ઓથોરિટીની સમસ્યા સાંભળવા નથી બેઠી GPCBએ કહ્યું હતું કે, કલોલ GIDCના કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ટ્રિટેડ પાણી છોડે છે. પરંતુ સુએઝ ટ્રીટમેન્ટ પેરામીટર મુજબ નથી. તેને ક્લોઝર નોટિસ આપવામાં આવી છે. વળી નર્મદાનું પાણી થોળમાં આવે એ પણ સમસ્યા છે. હાઈકોર્ટે કહ્યું હતું કે કોર્ટ ઓથોરિટીની સમસ્યા સાંભળવા નથી બેઠી. તમારે સોલ્યુશન આપવાનું છે. આ સાથે કોર્ટમાં નળસરોવર અને થોળમાં ગેરકાનૂની માછીમારી, શિકાર જેવી બાબતોને લઈને ચર્ચા થઇ હતી. હાઈકોર્ટે આ કેસમાં મુખ્ય સરકારી વકીલને ઉપસ્થિત થવા સૂચના આપી હતી. નડા બેટ ભારતનું સૌથી મોટું વેટ લેન્ડ છે આ સુઓમોટો અરજીમાં ગુજરાતના નળ સરોવર, વઢવાણ, થોળ અને ખીજડીયા રામસર સાઇડના મેનેજમેન્ટ વિશે સમાવેશ થાય છે. નડા બેટ ભારતનું સૌથી મોટું વેટ લેન્ડ છે, જે ભારત અને પાકિસ્તાન બનેમાં વિસ્તૃત છે. બોટિંગને લઈને જે નવા નિયમો રાજ્ય સરકારે બનાવ્યા છે, તેમાં નળસરોવરનો અહેવાલ પણ આવ્યો છે, ત્યાં બધું બરોબર છે. ખીજડીયા રામસર સાઇટની ચીફ જજે મુલાકાત લીધી હતી તે પણ બરોબર છે. ઈસરોએ ભારતની રામસર સાઈટનો મેપ તૈયાર કર્યો હતો કોર્ટ મિત્રે અગાઉ નળ સરોવરની મુલાકાત લીધી હતી. કોર્ટે કોર્ટ મિત્રને આ તમામ રામસર સાઈટ અને નડાબેટ વેટ લેન્ડ ઉપર જઈને ચેક કરીને રિપોર્ટ આપવા હુકમ કર્યો હતો. વર્ષ 2010 માં ઈસરોએ ભારતની રામસર સાઈટનો મેપ તૈયાર કર્યો હતો. કોર્ટે મિત્રે વેટ લેન્ડને સિંચાઇના પાણીથી ભરાતો હોવાના મીડિયા અહેવાલ અંગે જણાવ્યું હતું. જેથી વેટ લેન્ડની બાયો ડાઈવરસિટીને નુકસાન થતું હોવાનું જણાવ્યું હતું. જો કે કોર્ટે મીડિયા રિપોર્ટ અવગણીને લોકલ અધિકારીઓ અને લોકો સાથે વાત કરી અહેવાલ માંગ્યો હતો. નડાબેટનો રિપોર્ટ રજૂ કરવા સમય માંગ્યો હતો આ બાબતે સરકારી વકીલે પ્રિન્સિપાલ ચીફ કંઝરવેશન ઓફ ફોરેસ્ટની એફિડેવિટ કોર્ટ સમક્ષ રજૂ કરી હતી. જેમાં જણાવાયું છે કે, રામસર સાઇટ ઉપર તપાસ કરવામાં આવી છે. ગુજરાત સ્ટેટ વેટ લેન્ડ ઓથોરિટીની પર્યાવરણ મંત્રીના અધ્યક્ષ સ્થાને ત્રીજી મિટિંગ યોજાઈ હતી. વર્તમાન રિપોર્ટ નળ સરોવર અને થોળ સાઇટને લઈને આવ્યો છે. જ્યારે નડાબેટનો રિપોર્ટ રજૂ કરવા માટે સમય માંગવામાં આવ્યો હતો. અહીં પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ કોર્ટને જણાવાયું હતું કે, તમામ રામસર સાઇટ અને ઈકો સેન્સિટીવ ઝોનમાં પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂકાયો છે, સાઈન બોર્ડ લગાવ્યા છે, કચરાપેટી મુકાઈ છે, પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ માટે વ્યવસ્થા કરાઈ રહી છે. જો કે કોર્ટે કહ્યું હતું કે આ પૂરતું નથી, આ ઈકો સેન્સિટીવ ઝોન છે, અહીં પ્લાસ્ટિક ઉપર ગિરનારની પર્વતની જેમ પ્રતિબંધ મૂકવો જોઈએ. દરેક પર્યટકો જે નળ સરોવર આવતા હોય તેમના માટે પ્લાસ્ટિક બોટલ ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ. ગીર ફોરેસ્ટ વિસ્તાર જેવી નીતિ અમલમાં મૂકો ચીફ જજે જાતે નળસરોવમાં જોયું છે કે, ત્યાં પ્લાસ્ટિકની બોટલો, નાસ્તાના પડીકા અને ગુટખાના પડીકા લઈને લોકો આવે છે. આ પર્યટન સ્થળ નથી. તમે ઈકો સેન્સિટીવ ઝોનમાં ખોરાક લઈને જઈ શકો નહીં. નાસ્તો કરવા માટે અલગ વિસ્તાર જાહેર કરો. નાસ્તો, પ્લાસ્ટિક, થર્મોકલ, ડિસ્પોઝેબલ ઉપર અહીં પ્રતિબંધ મૂકો. ગીર ફોરેસ્ટ વિસ્તાર જેવી નીતિ અમલમાં મૂકો. રામસર સાઇટમાં બોટિંગ એ ગીરમાં સફારી કરવા બરાબર છે, એટલે નિયમો પણ તેવા હોવા જોઈએ. સાઇટની આસપાસ વ્યવસાય કરતા લોકોને કાઢવાના નથી પણ એમને યોગ્ય જગ્યા ફાળવો. બોટિંગ પ્રવૃતિઓને નિયમન કરો, હોડી ચાલકો પાસેથી ચાર્જ લેવાની કોઈ જરૂર નથી, પરંતુ તેમને લાયસન્સ આપો, યોગ્ય યુનિફોર્મ આપો જેથી તેઓને ઓળખી શકાય. લોકો ગેરકાનૂની ઘૂસીને માછીમારી કરે છે કોર્ટ મિત્રે કહ્યું હતું કે, તે જાતે આ સાઇટ ઉપર ગયા હતા. ત્યાં કેટલીક બાઉન્ડ્રી વોલ તૂટેલી છે. લોકો ગેરકાનૂની ઘૂસીને માછીમારી કરે છે. હાઇકોર્ટે કહ્યું હતું કે અહીં માછીમારી ઉપર પ્રતિબંધ છે, ચેકિંગ પોઇન્ટ મૂકો. તમે પ્લાસ્ટિક, બોટિંગ વગેરેને લઈને પ્લાન બનાવો પછી ફાઇનલ નિર્દેશ કોર્ટ આપશે. કેવી રીતે તમે પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂકશો અને બોટિંગની કેવી રીતે રેગ્યુલેટ કરશો? તેને એન્ટ્રી ફ્રી ઝોન રાખી શકો નહીં, ચેક પોઇન્ટ ગોઠવો. તમે કેમેરા લગાવવાની વાત કરી છે તે સારો વિચાર છે. ચીફ સેક્રેટરીએ વન વિભાગ, સરદાર સરોવર નિગમ, મત્સ્ય વિભાગ વિગેરેને સાથે રાખી હાઈ લેવલ કમિટી બનાવે. જેથી નદીનું પાણી અને કેનાલનું પાણી રામસર સાઇટમાં ન આવે. આ વરસાદના પાણીથી ભરાતું કુદરતી સરોવર છે, જે અમુક સમય પછી સુકાઈ જાય છે. થોળનું મેનેજમેન્ટ વનવિભાગ અંતર્ગત આવે છે ગીર ફાઉન્ડેશનનું કામ સાઇટ્સની હેબિટેશનની ક્વોલિટી જાળવવાનું. થોળ પક્ષી અભયારણના રિપોર્ટમાં કેમિકલ કચરો ડિસ્ચાર્જ થતો હોવાનું સામે આવ્યું છે. જેમાં GPCB નો રિપોર્ટ વન વિભાગે મંગાવ્યો છે, કોર્ટે પણ મંગાવ્યો છે. થોળનું મેનેજમેન્ટ વનવિભાગ અંતર્ગત આવે છે, જે કેન્દ્ર સરકારમાં આવે છે. રાજ્યના વિભાગ તેની સાથે સમન્વય કરતા નથી, આ પાવર ગેમ એટલે ચીફ સેક્રેટરી દ્વારા મોનીટરીંગ કમિટીની રચના કરવી જરૂરી છે.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરમાં ટેલિકોમ સમિતિની બેઠક યોજાઈ:અંતરિયાળ વિસ્તારોમાં ડિજિટલ કનેક્ટિવિટી વધારવા ચર્ચા, કલેક્ટર ઉપસ્થિત રહ્યા
    Next Article
    સુમુલ ડેરી ચૂંટણીમાં ભાજપનો દબદબો:તાપી જિલ્લાની તમામ 5 બેઠકો પર ક્લીન સ્વીપ, ભાજપ સમર્પિત પેનલે 15 બેઠકો જીતી, એક અપક્ષના ફાળે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment