Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કચ્છમાં રાત્રી ચોરી કરતી મધ્યપ્રદેશની ગેંગ ઝડપાઈ:5 શખ્સો પકડાયા, 15 ચોરીના ગુના ઉકેલાયા

    1 day ago

    પશ્ચિમ કચ્છમાં વિવિધ વિસ્તારોમાં રાત્રી દરમિયાન થયેલી ઘરફોડ ચોરીઓની તપાસમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. પોલીસે મધ્યપ્રદેશના ધાર જિલ્લાથી કચ્છમાં આવી ચોરી કરતી હોવાનું સામે આવેલી એક ગેંગના પાંચ શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ, પકડાયેલા આરોપીઓ પાસેથી રોકડ રકમ, ચોરીમાં ઉપયોગમાં લેવાતા સાધનો, વાહન અને અન્ય સામગ્રી મળી આવી છે. તપાસ દરમિયાન કચ્છ જિલ્લામાં નોંધાયેલા કુલ 15 જેટલા વણઉકેલાયેલા ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો હોવાનું પોલીસે જણાવ્યું છે. પોલીસ ટીમે છેલ્લા કેટલાક દિવસોમાં કચ્છના વિવિધ વિસ્તારોમાં 200થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા. હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે મળેલી બાતમીના આધારે પોલીસ ટીમે વાહનને રોકી તેમાં સવાર પાંચ શખ્સોની પૂછપરછ કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ, તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી રૂ.3.50 લાખની રોકડ રકમ, અર્ટિગા કાર, બે લોખંડના ગણેશિયા, એડજસ્ટેબલ પાનું, કટર, ડીસમિસ અને મોજાં સહિતની વસ્તુઓ મળી આવી હતી. પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ કચ્છના ભચાઉ, કોઠારા, નલિયા, માધાપર અને માંડવી સહિતના પોલીસ સ્ટેશન વિસ્તારોમાં રાત્રીના સમયે ચોરી કર્યાની કબૂલાત આપી હોવાનું પોલીસનું કહેવું છે. પકડાયેલા આરોપીઓમાં મધ્યપ્રદેશના ધાર જિલ્લાના માનસિંહ ઉર્ફે માનીયો બાયસિંહ મોહનિયા, દિનેશ ભેરૂલાલ ચૌહાણ, સ્વરૂપસિંહ સંગરસિંહ અલાવા, શકરુ બન્સિંહ આમલીયાર અને મોહબત ઇંડુ મંડલોકનો સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓ પાસેથી સાડા ત્રણ લાખની રોકડ, અર્ટિગા કાર અને ચોરીમાં ઉપયોગી સાધનો મળ્યા છે. પૂછપરછમાં કચ્છના વિવિધ વિસ્તારોમાં થયેલી 15 જેટલી ચોરીનો ભેદ ઉકેલાયો હોવાનું પોલીસે જણાવ્યું પોલીસે જણાવ્યું છે કે મુખ્ય આરોપી માનસિંહ અન્ય રાજ્યોમાં પણ ચોરીના ગુનાઓમાં વોન્ટેડ હતો અને તેના પર રૂ.10 હજારનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. તપાસમાં ગેંગની કાર્યપદ્ધતિ પણ સામે આવી છે. આરોપીઓ અગાઉથી સ્થળની રેકી કરી, હાઇવે નજીકની ટાઉનશિપ, ફેક્ટરી વિસ્તાર અથવા રહેણાંક કોલોનીને નિશાન બનાવતા હતા. રાત્રિના સમયે નજીકની ઝાડીઓમાં છુપાઈ રહેતા અને બાદમાં મકાનોમાં પ્રવેશ કરી રોકડ તથા સોના-ચાંદીના દાગીના ચોરી કરી વાહન મારફતે પરત ફરતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, આ ગેંગ સામે ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ ગુનાઓ નોંધાયેલા છે. હાલ ઝડપાયેલા આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરાઈ છે અને ચોરીના અન્ય ગુનાઓ તથા ચોરીના મુદ્દામાલ અંગે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ધારાસભ્ય ભરત પટેલે પારનેરા શાળાની મુલાકાત લીધી:બાળકો સાથે સંવાદ કર્યો, વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો અને જરૂરિયાતો જાણી
    Next Article
    કેપ્ટન સ્મિત મચ્છર 174 મુસાફરોના જીવ બચાવવા અડગ રહ્યા:ગંભીર ઈજા છતાં ફરજ નિભાવી, સાળંગપુર BAPS મંદિરે પ્રાર્થના કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment