Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં ટેલિકોમ સમિતિની બેઠક યોજાઈ:અંતરિયાળ વિસ્તારોમાં ડિજિટલ કનેક્ટિવિટી વધારવા ચર્ચા, કલેક્ટર ઉપસ્થિત રહ્યા

    9 hours ago

    સાબરકાંઠા જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાની ટેલિકોમ સમિતિ (DLTC) ની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ટેલિકોમ વિભાગ, ગુજરાત એલ.એસ.એ. ના એડિશનલ ડાયરેક્ટર જનરલ આશિષ ઠાકર પણ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકનો મુખ્ય હેતુ જિલ્લાના ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં ડિજિટલ કનેક્ટિવિટી મજબૂત કરવા ટેલિકોમ માળખાકીય પરિયોજનાઓની પ્રગતિની સમીક્ષા કરવાનો હતો. બેઠકમાં સાબરકાંઠા જિલ્લામાં આયોજિત કુલ 48 પૈકી બાકી રહેલા 20 સ્થળો માટે જમીન ફાળવણીની કામગીરીને અગ્રતા આપવા અંગે ચર્ચા થઈ હતી. જિલ્લા વહીવટી તંત્ર અને વન વિભાગે આ પ્રોજેક્ટના સમયસર અમલીકરણ માટે સહયોગની ખાતરી આપી હતી. જમીન સંપાદનના પ્રશ્નો ઉકેલીને ટૂંક સમયમાં બાકીના સ્થળોએ ટેલિકોમ ટાવર સ્થાપિત કરવામાં આવશે, જેથી છેવાડાના ગામો સુધી હાઈ-સ્પીડ 4G સેવાઓ પહોંચાડી શકાય. ટેલિકોમ વિભાગ દ્વારા આગામી સમયમાં જિલ્લા કક્ષાના વિશેષ જાગૃતિ કાર્યક્રમો યોજવાનું પણ નક્કી કરાયું છે. આ કાર્યક્રમોમાં 'કોલ બીફોર યુ ડિગ' (CBuD), 'રાઈટ ઓફ વે' (RoW), 'સંચાર સાથી' પોર્ટલ અને ઈલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ (EMF) જાગૃતિ જેવા વિષયો પર નાગરિકોને માહિતગાર કરાશે. ટેલિકોમ વિભાગે રાજ્ય સરકાર, જિલ્લા વહીવટી તંત્ર, ગુજરાત ફાઈબર ગ્રીડ નેટવર્ક લિમિટેડ (GFGNL) અને ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સ સાથે મળીને કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આ સહયોગથી સાબરકાંઠા સહિત સમગ્ર ગુજરાતના દરેક ગામમાં મજબૂત ડિજિટલ નેટવર્ક સુનિશ્ચિત થશે. ટેલિકોમ માળખાકીય સુવિધાઓના વિકાસથી સંદેશાવ્યવહાર ઉપરાંત શિક્ષણ, આરોગ્ય અને વિવિધ ઓનલાઇન સરકારી સેવાઓનો લાભ ગ્રામીણ જનતા સુધી વધુ અસરકારક રીતે પહોંચી શકશે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એચ. પી. પટેલ, અધિક જિલ્લા કલેક્ટર ક્રિષ્ના વાઘેલા, ટેલિકોમ વિભાગના ડાયરેક્ટર ડૉ. કે. બી. શર્મા, અને વન વિભાગના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ટેલિકોમ માળખાના વિકાસમાં આવતા અવરોધો દૂર કરવા અંગે સૂચનો કર્યા હતા.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં આભ ફાટ્યા બાદ આફત:ખાડીપૂરના પાણી ઓસરતાં જ રોગચાળો વકર્યો, સિવિલમાં દર્દીઓની લાંબી કતારો
    Next Article
    રાજ્ય સરકારે કહ્યું- થોળમાં પ્લાસ્ટિક બોટલ લઈ જવા ઉપર પ્રતિબંધ:હાઇકોર્ટે કહ્યું- પ્રવાસીઓને બોટમાં જમવાનું લઈ જવાની પણ મનાઈ કરો, નિયમો વગર ચાલતા બે ઔધોગિક યુનિટ બંધ કરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment