Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં આભ ફાટ્યા બાદ આફત:ખાડીપૂરના પાણી ઓસરતાં જ રોગચાળો વકર્યો, સિવિલમાં દર્દીઓની લાંબી કતારો

    8 hours ago

    સુરત શહેરમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ અને તેને પગલે આવેલા ખાડીપૂરના પાણી ઓસર્યા બાદ હવે રોગચાળાએ માથું ઊંચક્યું છે. પૂરના પાણી ભરાઈ રહેવાને કારણે શહેરમાં ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ વધતાં સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર આંશિક વધારો નોંધાયો છે. હાલ સિવિલ હોસ્પિટલના ઓપીડી વિભાગોમાં વહેલી સવારથી જ દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે. સિવિલના મેડિસિન વિભાગોમાં દર્દીઓનો ભારે ધસારો ખાડીપૂરના પ્રદૂષિત પાણીમાં લાંબો સમય સંપર્કમાં રહેવાના કારણે નાગરિકોમાં ચામડીના રોગો થવાનું પ્રમાણ ખૂબ વધી ગયું છે, જેમાં સીધો 5 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. આ સાથે જ દૂષિત પાણી અને મચ્છરોના કારણે તાવ, ઝાડા-ઊલટી તથા ગેસ્ટ્રો જેવા રોગોના દર્દીઓની સંખ્યામાં પણ ચિંતાજનક વધારો થયો છે. સિવિલના મેડિસિન અને પીડિયાટ્રિક વિભાગોમાં પણ દર્દીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. મેડિસિનમાં 953 અને ચામડીના રોગોના 551 દર્દીઓ નોંધાયા હોસ્પિટલના સત્તાવાર આંકડાઓ પર નજર કરીએ તો, પૂરની પરિસ્થિતિ બાદ 13 જુલાઈના રોજ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો આંકડો અચાનક વધી ગયો હતો. 13 જુલાઈના એક જ દિવસમાં મેડિસિન વિભાગમાં 953 અને ચામડીના રોગોના વિભાગમાં 551 દર્દીઓ નોંધાયા હતા. આ ધસારો આગલા દિવસે એટલે કે 14 જુલાઈએ પણ ચાલુ રહ્યો હતો, જેમાં મેડિસિનમાં 906 અને ચામડીના રોગોમાં 507 દર્દીઓ સારવાર માટે આવ્યા હતા. ચામડીના રોગોના વિભાગમાં પૂર બાદ દર્દીઓનો આંકડો 500ને પાર પહોંચી ગયો હતો, જે સામાન્ય દિવસો કરતાં ઘણો વધારે છે. તાવ અને ઝાડા-ઊલટીના 8,924 દર્દીઓએ સારવાર લીધી આ સિવાય બાળકોના વિભાગમાં પણ 13 જુલાઈએ 225 અને 15 જુલાઈએ 251 જેટલા કેસ નોંધાયા હતા. જુલાઈ મહિનામાં 16 તારીખ સુધીમાં જ સિવિલ હોસ્પિટલમાં ચામડીના રોગોના કુલ 4,769 દર્દીઓ અને તાવ તેમજ ઝાડા-ઊલટી જેવા રોગોના કુલ 8,924 દર્દીઓ સારવાર મેળવી ચૂક્યા છે. જંતુનાશક દવાઓનો છંટકાવ શરૂ રોગચાળાની વણસતી સ્થિતિને જોતા સિવિલ હોસ્પિટલના તંત્ર સંપૂર્ણ સજ્જ છે. આરોગ્ય વિભાગ દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ શરૂ કરવામાં આવ્યો છે. ડૉક્ટરોએ નાગરિકોને પાણી ઉકાળીને પીવા, વાસી ખોરાક ન ખાવા અને પગમાં પાણી ભરાવા ન દેવાની ખાસ સલાહ આપી છે.
    Click here to Read More
    Previous Article
    મોલમાં 56 હજારની કિંમતના ઘીના પાઉચની ચોરી:અકોટા અને વાસણા ડી-માર્ટમાંથી ઘીના 56 પાઉચની ચોરી, 4 અજાણી મહિલાઓ સામે ફરિયાદ
    Next Article
    હિંમતનગરમાં ટેલિકોમ સમિતિની બેઠક યોજાઈ:અંતરિયાળ વિસ્તારોમાં ડિજિટલ કનેક્ટિવિટી વધારવા ચર્ચા, કલેક્ટર ઉપસ્થિત રહ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment