Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોલમાં 56 હજારની કિંમતના ઘીના પાઉચની ચોરી:અકોટા અને વાસણા ડી-માર્ટમાંથી ઘીના 56 પાઉચની ચોરી, 4 અજાણી મહિલાઓ સામે ફરિયાદ

    14 घंटे पहले

    વડોદરાના અકોટા અને વાસણા વિસ્તારમાં આવેલી ડી-માર્ટની બે અલગ-અલગ શાખાઓમાંથી અમૂલ બ્રાન્ડના ઘીના 56 પાઉચની ચોરી થઈ છે. બંને શાખાના CCTV ફૂટેજમાં 4 મહિલાઓ બિલ ચૂકવ્યા વગર ઘીના પાઉચ લઈ જતી જોવા મળી હતી. અકોટા પોલીસ સ્ટેશનમાં આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેને આધારે અકોટા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ભેંસના 24 પાઉચ અને ગાયના ઘીના 8 પાઉચ સ્ટોકમાથી ગાયબ અકોટા સ્થિત ગેલેરિયા મોલમાં આવેલી ડી-માર્ટ શાખામાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા ફરિયાદી રફીક યાસીન મલેક (ઉં.વ. 31) એ અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે મુજબ, તા. 15 જુલાઈના રોજ બપોરે 2થી રાત્રે 11 વાગ્યાની શિફ્ટ દરમિયાન સ્ટોક ચેકિંગ કરતા 15,360 રૂપિયાની કિંમતના અમૂલ ભેંસના ઘીના એક લિટરના 24 પાઉચ અને 5,560 રૂપિયાની કિંમતના અમૂલ ગાયના ઘીના એક લિટરના 8 પાઉચ મળીને કુલ 20,920 રૂપિયાની કિંમતના 32 પાઉચ સ્ટોકમાંથી ગાયબ હતા. તપાસ કરતાં 56 ઘીના પાઉચ ચોરી થયાનું સામે આવ્યું આ અંગે વાસણા ડી-માર્ટના સ્ટોર મેનેજર ધવલ સાળુંખેને જાણ કરવામાં આવતા ત્યાં પણ સ્ટોક ચેક કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન વાસણા શાખામાંથી 15,360 રૂપિયાની કિંમતના અમૂલ ભેંસના ઘીના એક લિટરના 24 પાઉચ ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું. આમ બંને શાખાઓમાંથી 36,280 રૂપિયાની કિંમતના કુલ 56 ઘીના પાઉચ ચોરી થયાનું બહાર આવ્યું હતું. CCTVમાં ચાર મહિલાઓ ઘીના પાઉચ બિલ ચૂકવ્યા વગર લઈ જતી દેખાઈ ત્યારબાદ બંને શાખાના CCTV ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. જેમાં તા. 12 જુલાઈના રોજ અકોટા ડી-માર્ટ ખાતે સાંજે અંદાજે 4:30 વાગ્યે તેમજ વાસણા ડી-માર્ટ ખાતે સાંજે અંદાજે 6:15 વાગ્યે ચાર અજાણી મહિલાઓ ઘીના પાઉચ બિલ ચૂકવ્યા વગર લઈ જતી સ્પષ્ટ જોવા મળી હતી. ચોરીની ફરિયાદ નોંધાઈ CCTV ફૂટેજના આધારે બંને બનાવમાં સામેલ મહિલાઓ એક જ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. આ મામલે અકોટા પોલીસ સ્ટેશનમાં 4 અજાણી મહિલાઓ સામે ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે આરોપી મહિલાઓની શોધખોળ શરૂ કરી છે અને આ મામલે અકોટા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    મેસ્સી બોલ્યો- અમને કંઈ પણ થાળીમાં પીરસીને મળ્યું નથી:FIFA વર્લ્ડ કપમાં આર્જેન્ટિનાને રેફરી તરફથી ફેવર મળવાના આરોપોનો જવાબ આપ્યો
    Next Article
    સુરતમાં આભ ફાટ્યા બાદ આફત:ખાડીપૂરના પાણી ઓસરતાં જ રોગચાળો વકર્યો, સિવિલમાં દર્દીઓની લાંબી કતારો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment