Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને સંકલન સમિતિની બેઠક યોજાઈ:મોરબી-હળવદ અને રવાપર રોડના તાકીદે સમારકામ માટે કલેક્ટરની સૂચના

    6 days ago

    મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષપદ હેઠળ સંકલન સહ ફરિયાદ સમિતિની એક મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય હેતુ સરકારી સેવાઓને વધુ ઝડપી, સુદ્રઢ અને લોકાભિમુખ બનાવવાનો હતો. બેઠકમાં કલેક્ટરે ઈ-સરકાર પ્લેટફોર્મની સમીક્ષા કરી તમામ સરકારી વિભાગોમાં પેન્ડિંગ પડેલી ફાઈલોનો ત્વરિત નિકાલ કરવા કડક આદેશ આપ્યા હતા. ચોમાસાની સ્થિતિ વચ્ચે મોરબી-હળવદ રોડ તેમજ રવાપર-ઘુનડા-જડેશ્વર માર્ગો પર થયેલા નુકસાન અને ખાડાઓ અંગેની રજૂઆતોને કલેક્ટરે ગંભીરતાથી લીધી હતી. તેમણે સંબંધિત માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને પ્રાથમિકતાના ધોરણે આ રસ્તાઓનું સમારકામ શરૂ કરવા તાકીદ કરી હતી. આ ઉપરાંત વરસાદી પાણીના નિકાલ, ઓવરબ્રિજ મંજૂરી અને નવા રમતગમતના મેદાનોના નિર્માણ અંગે પણ વિસ્તૃત ચર્ચા થઈ હતી. આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ગીતાબેન દુબરીયા, ધારાસભ્ય દુર્લભજી દેથરીયા, પ્રકાશભાઈ વરમોરા, જીતુભાઈ સોમાણી તેમજ ડીડીઓ અને એસપી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ રેશનિંગની ગુણવત્તા, પીએમ પોષણ યોજના અને યાત્રાધામ વિકાસ બોર્ડના પ્રવાસન કાર્યોની પ્રગતિની તલસ્પર્શી સમીક્ષા કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    સુરત-ભાવનગરમાં ધોધમાર વરસાદ:બે સક્રિય સિસ્ટમથી 44 તાલુકામાં વરસાદ; આજે રાજ્યભરમાં હળવાથી મધ્યમની આગાહી
    Next Article
    વલસાડની ઔરંગા નદીના ડ્રેજિંગ માટે ગાંધીનગરની ટેકનિકલ ટીમ મેદાને:નદીમાં વર્ષોથી જમા થયેલી ગાદના કારણે ચોમાસામાં પૂરની ભીતિ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment